Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Patan Lok Sabha---ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો

Patan Lok Sabha : ઐતિહાસિક વારસાથી સમૃદ્ધ પાટણ ( Patan)ની વિશ્વ ફલક ઉપર ચમકેલી રાણીની વાવ અને પાટણના પટોળાએ વિશ્વમાં પાટણની સાથે રાજ્ય અને દેશનું નામ પણ ગૌરવવંતુ બનાવ્યું છે. પાટણ ( Patan) શહેરના દેવડા, ગાજર અને રેવડી પણ ગુજરાત...
patan lok sabha   ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો
Advertisement

Patan Lok Sabha : ઐતિહાસિક વારસાથી સમૃદ્ધ પાટણ ( Patan)ની વિશ્વ ફલક ઉપર ચમકેલી રાણીની વાવ અને પાટણના પટોળાએ વિશ્વમાં પાટણની સાથે રાજ્ય અને દેશનું નામ પણ ગૌરવવંતુ બનાવ્યું છે. પાટણ ( Patan) શહેરના દેવડા, ગાજર અને રેવડી પણ ગુજરાત સહિત ભારતમાં પ્રસિદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂપિયા 100ની ચલણી નોટ પર રાણીની વાવનું ચિત્ર અંકિત કરતા દેશવિદેશમાં પાટણની પ્રભુતા ઉજાગર થઈ છે. ગુજરાત ફર્સ્ટની ચૂંટણી લક્ષી શ્રેણીમાં આજે પ્રસ્તુત છે પાટણ લોકસભા બેઠક ( Patan Lok Sabha) નું ચિત્ર. અત્યારે Patan Lok Sabha બેઠક પર માત્ર ભાજપે જ ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપે વર્તમાન સાંસદ ભતસિંહ ડાભીને રિપીટ કર્યા છે. જો કે કોંગ્રેસે હજી ઉમેદવાર જાહેર કર્યા નથી.

Advertisement

ભૌગોલિક સ્થિતિ

પાટણ જિલ્લાની ઉત્તર દિશાએ બનાસકાંઠા જિલ્લો, દક્ષિણે મહેસાણા તથા સુરેન્દ્રનગર જિલ્લાનો કેટલોક વિસ્તાર, પૂર્વ દિશાએ મહેસાણા અને પશ્ચિમ દિશાએ કચ્છ જિલ્લાની સરહદ આવેલી છે..પાટણ જિલ્લાના શંખેશ્વર અને પંચાસર ગામ વચ્ચેથી કર્કવૃત્ત પસાર થાય છે. જિલ્લાનો ભૌગોલિક વિસ્તાર 5.66 લાખ હેક્ટર એટલે કે 5742.19 ચોરસ કિમીનો છે. પાટણ જિલ્લામાં કુલ 9 તાલુકાનો સમાવેશ થાય છે.

Advertisement

રાજકીય ઈતિહાસ

પાટણ જિલ્લામાં વર્ષોથી કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો છે. 1967થી 2004 સુધી એસસી અનામત બેઠક રહી હતી. 2009થી સામાન્ય બેઠકમાં સમાવેશ થયો છે. 1995 પછી પાટણ લોકસભા બેઠક પર ભાજપને સરસાઈ મળી છે..2014માં 1 લાખથી વધુ મતથી ભાજપના લીલાધર વાઘેલા જીત્યા હતા. 2019માં લોકસભાની ચૂંટણીમાં પાટણ બેઠક પર ભાજપના ભરતસિંહ ડાભીની 62.45 ટકા મત સાથે જીત થઈ હતી. જેમાં તેમને 6.63 લાખ મત મળ્યા હતા. આ બેઠક તેમણે 3.05 લાખના માર્જિનથી જીતી હતી.

વર્ષ વિજેતાનું નામ

1957 મોતીસિંહ ઠાકોર
1962 પુરુષોત્તમદાસ પટેલ
1967 ડી.આર.પરમાર
1971 ખેમચંદ ચાવડા
1977 ખેમચંદ ચાવડા
1980 હિરાલાલ પરમાર
1984 પૂનમચંદ વણકર
1989 ખેમચંદ ચાવડા
1991 મહેશ કનોડીયા
1996 મહેશ કનોડીયા
1998 મહેશ કનોડીયા
1999 પ્રવિણ રાષ્ટ્રપાલ
2004 મહેશ કનોડીયા
2009 જગદીશ ઠાકોર
2014 લીલાધર વાઘેલા
2019 ભરતસિંહ ડાભી

2022 વિધાનસભાની ચૂંટણી

પાટણ -કિરીટ પટેલ -કોંગ્રેસ
વડગામ- જીજ્ઞેશ મેવાણી- કોંગ્રેસ
કાંકરેજ -અમૃત ઠાકોર-કોંગ્રેસ
ચાણસ્મા-દિનેશ ઠાકોર-કોંગ્રેસ
સિદ્ધપુર-બળવંતસિંહ રાજપૂત-ભાજપ
ખેરાલુ-સરદાર ચૌધરી-ભાજપ
રાધનપુર--લવિંગજી ઠાકોર--ભાજપ

2022 વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર રાજ્યમાં રેકોર્ડબ્રેક જીત મેળવનાર ભારતીય જનતા પાર્ટીને પાટણ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ બેઠક પર મોટો માર પડ્યો હતો..7 પૈકી 4 બેઠક પર કોંગ્રેસના પંજાએ પકડ બનાવી હતી, ભાજપના ફાળે માત્ર 3 બેઠક જ આવી..જેની સીધી અસર લોકસભાની ચૂંટણી દરમિયાન મતની ટકાવારીમાં જોવા મળી શકે છે.

વર્તમાન સાંસદની કામગીરીનું સરવૈયું

પાટણ લોકસભા બેઠકના વર્તમાન સાંસદ તરીકે ભરતસિંહ ડાભી છે. 2014માં ચૂંટાયેલા લીલાધર વાઘેલાની ટિકિટ કાપીને તત્કાલિન ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભીને 2019ની ચૂંટણીમાં ભાજપે ઉમેદવાર બનાવ્યા હતા. 2019માં લોકસભાની ચૂંટણીમાં પાટણ બેઠક પર ભાજપના ભરતસિંહ ડાભીની 62.45 ટકા મત સાથે જીત થઈ હતી. જેમાં તેમને 6.63 લાખ મત મળ્યા હતા. આ બેઠક તેમણે 3.05 લાખના માર્જિનથી જીતી હતી. આ વખતે પણ ભાજપે તેમને ટિકીટ આપી છે.

ભરતસિંહ ડાભીનો સંસદનો ટ્રેક રેકર્ડ (2019-2024)

હાજરીઃ 89 ટકા
પ્રશ્નો પૂછ્યાઃ 6
ચર્ચામાં ભાગ લીધોઃ 6
ખાનગી બિલઃ 0

ભરતસિંહ ડાભી ફંડ ફાળવણી - (2019-2024)

કુલ ભંડોળઃ 17 કરોડ રૂપિયા
કેન્દ્ર સરકારે છૂટી કરેલી રકમઃ 9.50 કરોડ રૂપિયા
વ્યાજ સાથે વાપરવા યોગ્ય રકમઃ 9.75 કરોડ રૂપિયા
સાંસદ દ્વારા ભલામણઃ 13.53 કરોડ રૂપિયા
મંજૂર થયેલી રકમઃ 8.97 કરોડ રૂપિયા
ખર્ચાયેલી રકમઃ 7.74 કરોડ રૂપિયા
કેટલા ટકા ઉપયોગઃ 79 ટકા
વપરાયા વિનાની રકમઃ 2.01 કરોડ

ગ્રાન્ટ -- ભલામણ કરેલા કામ -- પૂર્ણ થયેલાં કામ

વર્ષ 2019-20માં 2.50 કરોડની ગ્રાન્ટ સામે 4.37 કરોડનો કુલ ખર્ચ, કુલ 106 કામની ભલામણ તે પૈકી 88 કામ પૂર્ણ થયા
વર્ષ 2020-21માં 2.50 કરોડ ગ્રાન્ટની ફાળવણી, કોરોનાના કારણે કામગીરી બંધ રહી
વર્ષ 2021-22માં 2 કરોડ ગ્રાન્ટ ફાળવણી સામે 1.40 કરોડનો ખર્ચ, 66 કામની ભલામણ તે પૈકી 46 પૂર્ણ
વર્ષ 2022-23માં 2.50 કરોડ ગ્રાન્ટ સામે 1.79 કરોડનો ખર્ચ, કુલ 152 કામની ભલામણ તે પૈકી 64 કામ પૂર્ણ થયા

કોણ છે સાંસદ ભરતસિંહ ડાભી --

પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીની સફર ખેડનાર પાટણના સાંસદ ભરતસિંહ ડાભીનો જન્મ 18 માર્ચ 1955માં થયો હતો..તેઓની રાજકિય કારકિર્દી તરફ નજર કરીએ તો 1985ના વર્ષમાં તાલુકા પંચાયતના સભ્ય તરીકે પણ સેવા આપેલ છે. 2002ના વર્ષમાં ભરતસિંહ ડાભીએ મહેસાણા જીલ્લા પંચાયતના સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતા પછી 20 મુદ્દા અમલીકરણના ચેરમેન બન્યા હતા..ભરતસિંહ ડાભી 2007ની સૌ પ્રથમ વિધાનસભાની ચુંટણી લડીને જીત મેળવી હતી. 2012ની વિધાનસભાની ચુંટણીમાં ચુંટાઈ આવ્યા હતા અને 2017ની વિધાનસભા ચુંટણીમાં સતત ત્રીજી વખત ચુંટાઈ આવ્યા હતા..2019ની લોકસભાની ચૂંટણીમાં પાર્ટીએ તેમને પાટણ લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા બાદ તેઓ સાંસદ પદે ચૂંટાયા હતા.

પાટણ લોકસભા બેઠક

ગુજરાતના સુવર્ણયુગની સાક્ષી આપતું નગર
1957માં અસ્તિત્વમાં આવી પાટણ લોકસભા બેઠક
પાટણ લોકસભામાં કોંગ્રેસનો દબદબો રહ્યો હતો
1962થી 2004 સુધી SC અનામત બેઠક રહી હતી
2009માં પાટણ લોકસભા સામાન્ય બેઠક બની
ચલણી નોટ પર પાટણની રાણ કી વાવને સ્થાન
ઐતિહાસિક અને પૌરાણિક નગરી છે પાટણ
હિંદુઓ માટે સિદ્ધપુર માતૃશ્રાદ્ધ માટેનું સ્થાન છે
પાટણ લોકસભામાં 3 જિલ્લાનો મતવિસ્તાર સામેલ
સીમાંકનમાં બનાસકાંઠા, મહેસાણા પણ સામેલ

કુલ મતદાર

કુલ મતદાર--20,19,203
10,39,108--પુરુષ મતદાર
9,80,064--સ્ત્રી મતદાર
અન્ય મતદાર--31

જ્ઞાતિવાદી સમીકરણ

ઠાકોર- 15 ટકા
પાટીદાર- 7 ટકા
દલિત- 8 ટકા
મુસ્લિમ- 7 ટકા
ચૌધરી- 6 ટકા
ક્ષત્રિય- 6 ટકા

2019ના ચૂંટણી પરિણામ

2019 લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત
ભાજપના ભરતસિંહ ડાભી સાંસદ ચૂંટાયા
ભરતસિંહ ડાભીને મળ્યાં હતા 62.45 ટકા મત
6.63 લાખ મત ભાજપ ઉમેદવારને મળ્યા હતા
3.05 લાખના માર્જીનથી ભાજપની જીત થઈ
કોંગ્રેસના જગદીશ ઠાકોરને મળી હતી હાર

લોકસભાની સમસ્યાઓ

પાટણ લોકસભા વિસ્તારમાં અનેક સુવિધાઓ
સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા ઘણી વિકટ
ખેડૂતોને સિંચાઈ માટે નથી મળતું પુરતું પાણી
ઉનાળામાં દુષ્કાળની સ્થિતિમાં હિજરતની સમસ્યા
અનેક તાલુકા મથકમાં ઔદ્યોગિક વિકાસ નહીંવત્
હારીજ, રાધનપુરમાં જીઆઈડીસીની વર્ષો જૂની માગ
રેલવે કનેક્ટિવિટી વધારવાની જનતાની માગણી

અહેવાલ----વિજય દેસાઇ અમદાવાદ

આ પણ વાંચો------ Banaskantha Lok Sabha : 2 મહિલાઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગ

આ પણ વાંચો---- Kutch Lok Sabha : કચ્છના રાજકીય રણોત્સવમાં કોણ નીકળશે આગળ ?

આ પણ વાંચો---- BANASKANTHA : લોકસભા ચૂંટણીમાં ગેનીબેન કે રેખાબેન કોનું પલડું ભારે?, જાણો કયા સમીકરણ અસર કરશે?

Tags :
Advertisement

Related News

featured-img
Top News

કન્નૌજ રેલવે સ્ટેશન પર મોટો અકસ્માત, અનેક કામદારો કચડાયા, 5નો આબાદ બચાવ

featured-img
અમદાવાદ

Ahmedabad: ઉતરાયણને લઈ વિવિધ ગુનામાં 49 આરોપીની ધરપકડ કરવામાં આવી

featured-img
ગુજરાત

VADODARA : પોલીસે 5 હજારથી વધુ ગેરકાયદે વેચાતા ગુબ્બારા ઝડપ્યા

featured-img
રાષ્ટ્રીય

દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ શાળાની જગ્યાએ બનાવી મધુશાલા : અનુરાગ ઠાકુર

featured-img
રાષ્ટ્રીય

રામ મંદિર આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો એક મહાન વારસો છે: PM મોદી

featured-img
Top News

Surat : લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ઇસમો પર લગામ ક્યારે? ડુપ્લીકેટ ઘી બનાવતી ફેકટરી ઝડપાઈ

Trending News

.

×