ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

VADODARA : 23, માર્ચના રોજ 41 કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષા યોજાશે

VADODARA : પરીક્ષા કેન્દ્રો પર અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ, પોલીસ કમિશનરે જાહેરનામા દ્વારા પ્રતિબંધો જાહેર કર્યા
05:46 PM Mar 20, 2025 IST | PARTH PANDYA
featuredImage featuredImage

VADODARA : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા તા. ૨૩/૦૩/૨૦૨૫ ના રોજ ક.૧૦/૦૦ થી ક. ૧૬/૦૦ દરમિયાન આયોજીત ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ) વડોદરા શહેરમાં કુલ-૪૧ કેન્દ્રો ઉપર યોજાશે. આ પરીક્ષા દરમિયાન કોઇ ગેરરીતિઓ ન થાય, પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે, તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા જાહેર શાંતિ અને સલામતી જળવાય રહે તે માટે તેમજ મુકત, ન્યાયી અને સરળ સંચાલન માટે અને પરીક્ષામાં ગેરરીતિઓ અટકાવવા વડોદરા શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરી કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે. (STUDENTS APPEARED IN GUJCET EXAM ON 23RD OF MARCH - VADODARA)

ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવું નહીં

તદનુસાર વડોદરા શહેરમાં જે-જે કેન્દ્રો (સ્કૂલ/હાઇસ્કુલ) માં પરીક્ષા લેવાનાર છે, તે પરીક્ષા કેન્દ્રોની શાળાઓના પરીક્ષા ખંડની અંદર તા. ૨૩/૦૩/૨૦૨૫ ના રોજ ક.૦૮/૦૦ થી ક. ૧૮/૦૦ સુધી પરીક્ષા કેન્દ્રની અંદર કોઈ પણ વ્યક્તિએ સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકીટોકી, કોર્ડલેસ ફોન, મોબાઈલ ફોન, વાયરલેસ સાહિત્ય વગેરે લઇ જવા ઉપર કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઇ જવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ પરીક્ષા કેન્દ્રની બહાર આજુબાજુમાં ૧૦૦ મીટરના અંતરમાં પરીક્ષા દરમિયાન ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવું નહીં. પરીક્ષા કેન્દ્રની બહાર ૧૦૦ મીટરના અંતરમાં ઝેરોક્ષ મશીન ચાલુ રાખી શકશે નહીં કે લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. આ ઉપરાંત પરીક્ષાના દિવસે વીજ પુરવઠો ખોરવાઈ નહીં તે માટે સવારના ક.૦૮/૦૦ થી ક. ૧૮/૦૦ સુધી દરમિયાન ખોદકામ કરવું નહીં, એવું પોલીસ કમિશનરશ્રીના જાહેરનામામાં જણાવાયું છે.

અધિકૃત અધિકારીઓ ફોનનો ઉપયોગ કરી શકશે

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર થશે. જો કે પરીક્ષા ફરજમાં રોકાયેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકૃત અધિકારીઓ પોતાની વિધિસરની ફરજો દરમિયાન ફોનનો ઉપયોગ કરી શકશે.

આ પણ વાંચો --- VADODARA : "નિપુણ ભારત મિશન" ના કાર્યક્રમમાં 80 શિક્ષકો-વિદ્યાર્થીઓ જોડાયા

Tags :
2341allottedCenterExamforGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGUJCETmarchsameVadodara