Gujcet 2025 ની તારીખની જાહેરાત, આ તારીખથી ભરી શકાશે ફોર્મ
- Gujcet Exam 2025 ની તારીખની જાહેરાત
- ઓનલાઇન માધ્યમથી ભરી શકાશે ફોર્મ અને ફી
- સરકાર દ્વારા અધિકારીક જાહેરાત કરવામાં આવી
Gujcet Exam 2025 date announce ગુજરાત સરકાર દ્વારા ગુજકેટની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આપ્યા છે. ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા અધિકારીક રીતે આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. GUJCET 2025 Exam Dates ની જાહેરાત થઇ ચુકી છે. વિદ્યાર્થીઓ ગુજરાત સરકારની www.gseb.org પર જઇને અથવા તો gujcet.gseb.org પરથી તારીખ 17-12-2024 થી 31-12-2024 દરમિયાન Online ભરી શકાશે.
આ પણ વાંચો : Dediapada: ‘અમારું પણ પુષ્પા-3 આવવાનું જ છે’ ધારાસભ્ય ચૈતર વસાવાના આકરા તેવર
ધોરણ-12 સાયન્સ પછી અતિમહત્વની કોમન એન્ટરન્સ ટેસ્ટ
અત્રે ઉલ્લેખનીય છે કે, Gujcet ની પરીક્ષા ગુજરાત સરકાર દ્વારા ડીગ્રી એન્જિનિયરીંગ, ડીગ્રી, ડિપ્લોમાં, ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવે છે. ધોરણ -12 સાયન્સ બાદ આ કોમન એન્ટરન્સ ટેસ્ટ દ્વારા વિવિધ સંવર્ગમાં મેરિટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. જેની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો : Gir Somnath: ઇકો ઝોનનો મામલો ગરમાયો, વિરોધ માટે ગીર પંથકમાં યોજાઈ રહી છે ખાટલા બેઠક
SBI ની કોઇ પણ બ્રાંચ પર ભરી શકાશે ફી
Gujcet ની પરીક્ષાની ફી સરકાર દ્વારા 350 રૂપિયા રાખવામાં આવી છે. જે ઓનલાઇન અને ઓફલાઇન માધ્યમ દ્વારા ભરી શકાશે. SBI બેંકની કોઇ પણ શાખાએ જઇને પણ આ ફી ભરી શકાય તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. જો કે સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પેમેન્ટ થયા બાદ સંપુર્ણ આવેદન પત્ર ભરવું ફરજીયાત છે. ફી ભર્યા બાદ સંપુર્ણ આવેદન પત્ર નહીં ભરવામાં આવે તો તે વિદ્યાર્થીનું ફોર્મ અમાન્ય ગણવામાં આવશે.
આ પણ વાંચો : ઓલિમ્પિકમાં થશે ક્રિકેટની વાપસી, ICC અધ્યક્ષ જય શાહ એક્શનમાં!