VADODARA : ગુજરાત રિફાઇનરી સ્કુલ દ્વારા હોલ ટિકિટ રોકતા હોબાળો
VADODARA : વડોદરાની ગુજરાત રિફાઇનરી ઇંગ્લીશ મીડિયમ સ્કુલમાં (GUJARAT REFINERY SCHOOL STOP HALL TICKET TO BOARD STUDENT CONTROVERSY - VADODARA) બોર્ડના વિદ્યાર્થીની બોલ ટિકિટ અટકાવી દેતા વાલીએ હોબાળો મચાવ્યો હતો. શાળામાં 10 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા વોશરૂમમાં તોડફોડ કરવામાં આવી હોવોનો આરોપ શાળા સંચાલકો દ્વારા લગાડવામાં આવી રહ્યો છે. જેના નુકશાની પેટે રૂ. 5 હજાર માંગવામાં આવ્યા હોવાનો વાલીઓનો આરોપ છે. ખર્ચો નહીં આપતા હોલ ટિકિટ રોકી રાખવાનો મામલો ઇન્ચાર્જ ડીઇઓ સુધી પહોંચ્યો છે. અને તેમણે શાળાને હોલ ટિકિટ આપવા સૂચન કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
વાલીઓ પાસેથી તોડફોડ કરી હોવા અંગે લેખિતમાં માંગવામાં આવ્યું
ગુજરાત રિફાઇનરી સ્કુલમાં ધો. 10 માં ભણતા કેટલાક વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા માટેની હોલ ટિકિટથી વંચિત રાખવામાં આવ્યા હોવાની ઘટના સપાટી પર આવી હતી. સ્કુલ સંચાલકોનો આરોપ હતો કે, કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા વોશરૂમમાં તોડફોડ કરવામાં આવી હતી. જેની સામે સ્કુલ સંચાલકો દ્વારા વાલીઓ પાસેથી તોડફોડ કરી હોવા અંગે લેખિતમાં માંગવામાં આવ્યું હતું. અને તેની સામે રૂ. 5 હજારનો ખર્ચ ભરપાઇ કરી રહ્યા હોવાનું માંગ્યું હતું. જેને પગલે વાલીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી હતી.
ખર્ચ નહીં તો હોલ ટિકિટ નહીં
ઘટના બાદ વાલીઓએ એકત્ર થઇને સ્કુલ સંચાલકોને ઉગ્રસ્વરે રજુઆત કરી હતી. તે અંગે વાલીઓનું કહેવું છે કે, અમને મેસેજ કરીને સ્કુલમાં બોલાવવામાં આવ્યા છે. અમારા સંતાને વોશરૂમમાં તોડફોડ કરી છે. જો ખર્ચ નહીં આપવામાં આવે તે તેને હોલ ટિકિટ આપવામાં નહીં આવે તેમ સંચાલકો તરફથી જણાવવામાં આવ્યું છે.
વાલીઓને સમજાવવા માટે બોલાવ્યા છે
આ મામલો ઇન્ચાર્જ ડીઈઓ સુધી પહોંચતા તેમણે સ્કુલને હોલ ટિકિટ આપી દેવા સૂચન કર્યું છે. તેમ છતાં જો વાલીઓ દ્વારા કોઇ ફરિયાદ કરવામાં આવશે, તો તેની સામે પગલાં લેવાશે. સ્કુલ સંચાલકોનું કહેવું છે કે, વાલીઓને સમજાવવા માટે બોલાવ્યા છે. તેમને હોલ ટિકિટ આપી દેવામાં આવશે. જ્યારે વાલીઓનું કહેવું છે કે, અમે ખર્ચ આપવા તૈયાર છીએ. પણ નુકશાની અઁગેના અમને કોઇ પુરાવા આપવામાં આવ્યા નથી.
આ પણ વાંચો --- VADODARA : 'શિવજી કી સવારી'ના ખર્ચની ઘૂંચ ઉકેલાઇ