અંબાજીના પ્રસાદમાં ભેળસેળવાળા ઘી મામલે તપાસનો રેલો અમદાવાદ પહોંચ્યો, માધુપુરાની નિલકંઠ ટ્રેડર્સે મોકલ્યો હતો ઘીનો જથ્થો
અહેવાલઃ શક્તિસિંહ, અંબાજી
અંબાજીમાં મોહનથાળના પ્રસાદ બનાવવા માટે વપરાતુ ઘીનું સેમ્પલ ફેઇલ થયા બાદ મામલો ગરમાયો છે. યાત્રાધામ અંબાજીમાં મોહનથાળ બનાવતી મોહિની કેટરર્સ એજન્સીનું નામ ચર્ચાના ચકડોળે ચઢ્યુ હતું.. હવે મોહિની કેટરર્સે જ્યાંથી આ ઘીની ખરીદી કરી હતી.. તે અમદાવાદના માધુપુરામાં આવેલા નિલકંઠ ટ્રેડર્સ સુધી તપાસનો રેલો પહોંચ્યો છે.
મા અંબાના ધામમાં જે ઘી મોકલવામાં આવ્યું હતું તે ઘી અમદાવાદના નીલકંઠમાં ટ્રેડર્સ દ્વારા મોકલવામાં આવ્યુ હતું, Amc ના ફૂડ ડિપાર્ટમેન્ટ અધિકારીઓ દ્વારા દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી, જે દરમ્યાન દુકાનના માલિક જતીનભાઈ શાહને તપાસ ની જાણ થતા નીલકંઠ ટ્રેડર્સ થી ગાયબ થઈ ગયા હતા.. ફૂડ ડિપાર્ટમેન્ટ Amc ના અધિકારીઓ દ્વારા દુકાનના જે કારીગરો છે તેમને પૂછવામાં આવતા કે ગોડાઉનની ચાવી ક્યાં છે ત્યારે તેમણે ગોડાઉનની ચાવી મળતી ન હોવાનો ગોળ-ગોળ જવાબ આપ્યો હતો. તે ઘીનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા , કેટલા પ્રમાણમાં લાવ્યા હતા તેની અધિકારીઓ દ્વારા તપાસ ચાલી રહી છે
આ મામલે ધારાસભ્ય કાંતિ ખરાડીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર લખ્યો છે, અને મોહનથાળ બનાવનાર એજન્સી મોહન કેટરર્સમાં કામ કરતા કર્મચારીઓની પૂછપરછ કરવાની માંગ કરી છે.. સાથે જ તેમણે આ એજન્સીએ બનાવેલા પ્રસાદના બિલના જે કંઇ નાણા ચૂકવવાના થતા હોય તેનું ચુકવણું હાલ પૂરતું સ્થગિત કરી દેવાની માંગ કરવામાં આવી છે.