Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : અટલાદરાના રહીશોની સમસ્યા થશે દુર, Gujarat First ની ખબરની અસર

VADODARA : વડોદરા (VADODARA) ના અટલાદરા વિસ્તારમાં આવેલી સાંઇરંગ સોસાયટી તથા અન્ય સોસાયટીના મુખ્યમાર્ગ પર છેલ્લાં પાંચ દિવસથી વધુ સમયથી પાણી ભરાયેલા હતા. પૂરના પાણી ઓસર્યા બાદ પણ તે પાણીની સ્થિતી યથાવત રહી હતી. આજે તો તેમાંથી તિવ્ર દુર્ગંધ આવવાના...
03:33 PM Aug 31, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના અટલાદરા વિસ્તારમાં આવેલી સાંઇરંગ સોસાયટી તથા અન્ય સોસાયટીના મુખ્યમાર્ગ પર છેલ્લાં પાંચ દિવસથી વધુ સમયથી પાણી ભરાયેલા હતા. પૂરના પાણી ઓસર્યા બાદ પણ તે પાણીની સ્થિતી યથાવત રહી હતી. આજે તો તેમાંથી તિવ્ર દુર્ગંધ આવવાના કારણે રહીશોને ઉલટી થઇ જાય તેવી નર્કાગાર સ્થિતીનું સર્જન થયું હતું. આ સમસ્યામાંથી મુક્તિ પામવા માટે સ્થાનિકોએ અનેક લોકોને ટેલિફોનીક, તથા સોશિયલ મીડિયાના માધ્યમથી રજુઆતો કરી હતી. પરંતુ પરિણામ શૂન્ય આવ્યું હતું. આખરે Gujarat First દ્વારા સ્થાનિક રહીશોના અવાજનો પડઘો પાડતા ગણતરીના કલાકોમાં જ સમસ્યાનો ઉકેલ આવ્યો છે. પાલિકા તંત્ર દ્વારા અહિંયા ડિવોટરીંગ પંપ મુકવામાં આવ્યો છે. અસરકારક રીતે અવાજ ઉઠાવવાના કારણે સ્થાનિકોએ Gujarat First ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત કર્યો છે.

અંતમાં નિરાશા જ સાંપડતી હતી

વડોદરા ઐતિહાસીક પૂરનું સાક્ષી બન્યું હતું. હવે પૂરના પાણી ઓસરી ગયા બાદ સ્વસ્છતા તથા સ્વાસ્થ્ય અંગે સરકારી તંત્ર સઘન કામગીરી કરી રહ્યું છે. તેવામાં શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી સાંઇરંગ સોસાયટી તથા અન્ય સોસાયટીના મુખ્ય માર્ગ પર છેલ્લા પાંચ દિવસથી વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેનો આજદિન સુધી નિકાલ થતો ન્હતો. આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે સ્થાનિકો દ્વારા ટેલિફોનીક, અને સોશિયલ મીડિયાના માધ્યમથી નેતાઓ, કોર્પોરેટરો તથા અધિકારીઓને સંપર્ક સાધ્યો હતો. છતાં સમસ્યાના નિરાકરણની દિશામાં કંઇ થતુ ન્હતું. અને અંતમાં નિરાશા જ સાંપડતી હતી.

Gujarat First દ્વારા તંત્ર સુધી અટલાદરા વિસ્તારની જનતાનો અવાજ પહોંચાડવામાં આવ્યો

આજે તો આ પાણીમાંથી તિવ્ર દુર્ગંધ આવતી હતી. જેના કારણે સ્થાનિકોને ઉલટી થઇ જાય તેવી નર્કાગાર સ્થિતીનું સર્જન થયું હતું. આખરે આજે Gujarat First દ્વારા આ મામલાને અસરકારક રીતે ઉઠાવવામાં આવ્યો હતો. Gujarat First દ્વારા મામલો સપાટી પર લાવીને બહેરા-મુંગા તંત્ર સુધી અટલાદરા વિસ્તારની જનતાનો અવાજ પહોંચાડવામાં આવ્યો હતો. જે બાદ ગણતરીના કલાકોમાં જ તંત્ર દ્વારા ડિવોટરીંગ પંપ મુકીને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેના કારણે ટુંક સમયમાં જ સ્થાનિકોની સમસ્યા ભૂતકાળ બની જશે.

Gujarat First ના અસરકારક રિપોર્ટીંગ બાદ તમામ દોડતા થયા

સરકારી તંત્રને જગાડવા માટેના સ્થાનિકોના તમામ પ્રયત્નો છતાં સત્તાધીશો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓના પેટનું પાણી હાલતું ન્હતું. Gujarat First ના અસરકારક રિપોર્ટીંગ બાદ તમામ દોડતા થયા છે. અને કામે લાગ્યા છે. જેના કારણે સ્થાનિકોને રાહત મળવાની શરૂઆત થઇ ગઇ છે. અને તમામ Gujarat First નો દિલથી આભાર વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : "પાણીની દુર્ગંધથી હવે ઉલટી થાય છે", સ્થાનિકનો બળાપો

Tags :
5administrationdaysfirstGujaratImpactissuemachineoverpendingPeopleputsolvethankedtoVadodara
Next Article