Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગરીબીમાં વીત્યા દિવસો, ઉધાર લઈને રમ્યો ક્રિકેટ, હવે બન્યા સેંકડો ખેલાડીઓના 'મસીહા'

રિંકુ સિંહ એક એવો ખેલાડી કે જેના ગરીબીમાં દિવસો વિત્યા છતા તેણે ક્યારેય હાર ન માની અને આજે જુઓ. જે એક સમયે તકલીફોથી ઘેરાયેલો હતો તે આજે એક એવા સ્ટેજ પર ઉભો દેખાઇ રહ્યો છે જ્યાથી તે હવે અન્ય આવનારા...
ગરીબીમાં વીત્યા દિવસો  ઉધાર લઈને રમ્યો ક્રિકેટ  હવે બન્યા સેંકડો ખેલાડીઓના  મસીહા
Advertisement

રિંકુ સિંહ એક એવો ખેલાડી કે જેના ગરીબીમાં દિવસો વિત્યા છતા તેણે ક્યારેય હાર ન માની અને આજે જુઓ. જે એક સમયે તકલીફોથી ઘેરાયેલો હતો તે આજે એક એવા સ્ટેજ પર ઉભો દેખાઇ રહ્યો છે જ્યાથી તે હવે અન્ય આવનારા ખેલાડીઓને Idol બની ગયો છે. રિંકુ સિંહ… આ નામ અને તેનું કામ અદ્ભુત છે, બેજોડ છે. કોલકાતા નાઈટ રાઈડર્સનો આ ખેલાડી ખરેખર હંગામો કરનાર છે. રિંકુ સિંહનું નામ દરેક જગ્યાએ ગુંજતું રહે છે અને તેનું કારણ છે બેટ સાથે તેનું ચમત્કારિક પ્રદર્શન. પરંતુ હવે રિંકુ સિંહને તેના કામના કારણે વખાણવામાં આવી રહ્યા છે જેનું તેણે બાળપણમાં સપનું જોયું હતું. રિંકુ સિંહનું આ અધૂરું સપનું હવે પૂરું થવા જઈ રહ્યું છે અને તેના આધારે ઘણા ખેલાડીઓનું સપનું પણ પૂરું થશે.વાસ્તવમાં રિંકુ સિંહે અલીગઢમાં સ્પોર્ટ્સ હોસ્ટેલ બનાવવાનું નક્કી કર્યું છે. આ સ્પોર્ટ્સ હોસ્ટેલનું 90 ટકા કામ પણ થઈ ગયું છે અને આઈપીએલના અંત સુધીમાં આ કામ પૂર્ણ થઈ જશે. એટલે કે એક મહિના પછી IPLની 16મી સિઝનની સમાપ્તિ સાથે રિંકુ અલીગઢમાં નવી ક્રાંતિની શરૂઆત કરશે.

Advertisement

રિંકુ સિંહે દિલ જીતી લીધુંરિંકુ સિંહે પોતે ગરીબી જોઈ છે અને તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ આઈપીએલ સુધીનો પ્રવાસ કર્યો છે. એટલા માટે રિંકુ સિંહ નથી ઈચ્છતો કે અલીગઢના અન્ય શ્રેષ્ઠ ક્રિકેટરો તેની જેમ પીડાય. તમને જણાવી દઈએ કે રિંકુ સિંહ જે સ્પોર્ટ્સ હોસ્ટેલ બનાવી રહ્યા છે, તેમાં ગરીબીથી પીડિત પરિવારોના ક્રિકેટરોને ખૂબ જ ઓછા ખર્ચે રહેવા અને ખાવાની સુવિધા મળશે.

Advertisement

રિંકુ સિંહે ખરાબ દિવસો જોયા છેરિંકુ સિંહ ભલે આજે એક મોટું નામ બની રહ્યું છે, ભલે તેની આઈપીએલ સેલેરી 50 લાખ રૂપિયા છે, પરંતુ આ ખેલાડીએ ઘણા ખરાબ દિવસો જોયા છે. રિંકુ સિંહને સફાઈ કામની ઓફર પણ કરવામાં આવી હતી, પરંતુ તેણે આ કામ કર્યું ન હતું. તેના પિતા સિલિન્ડરની ડોર ટુ ડોર ડિલિવરી કરે છે. અને એક ભાઈ ઓટો રીક્ષા ચલાવે છે. રિંકુ સિંહ એક નાનકડા ઘરમાં ઉછર્યો હતો અને તેણે તેના મિત્રો પાસેથી બેટ લઈને ક્રિકેટ પણ રમી હતી.મેદાન પર રિંકુની આગIPLની વર્તમાન સિઝનમાં રિંકુ સિંહ જોશમાં છે. આ ખેલાડીએ RCB, ગુજરાત ટાઇટન્સ સામે ચમત્કારિક ઇનિંગ્સ રમી હતી. તેણે સનરાઇઝર્સ સામે પણ અણનમ 58 રન બનાવ્યા હતા. જોકે, તે મુંબઈ સામે 18 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ અત્યારે ટૂર્નામેન્ટ મોટી છે અને KKR ટીમ ઈચ્છે છે કે આ ખેલાડી આવું જ પ્રદર્શન કરે.

આ પણ વાંચો - છેલ્લી ઓવરમાં પ્રેસર અને અર્જુન તેંડુલકરનો શાર્પ યોર્કર, જુનિયરે બીજી મેચમાં જ રચ્યો ઈતિહાસ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - રવિ પટેલ

Tags :
Advertisement

Related News

featured-img
સ્પોર્ટ્સ

BCCIની બેઠકમાં રોહિત શર્માએ કેપ્ટન રહેવા માટે ઈચ્છા દર્શાવી, કેપ્ટન તરીકે છેલ્લી ટુર્નામેન્ટ?

featured-img
સ્પોર્ટ્સ

Champions Trophy 2025: ટીમ ઇન્ડિયાને ઝટકો, જસપ્રીત બુમરાહને લઇને આવ્યા ખરાબ સમાચાર

featured-img
Top News

IND vs ENG T20 સિરીઝ: ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, અક્ષર પટેલને મળી મોટી જવાબદારી

featured-img
રાષ્ટ્રીય

Yuzvendra Chahal એ કરી જીવનની નવી શરૂઆત, ઇન્સ્ટાગ્રામ પર આપી ખુશખબરી

featured-img
રાષ્ટ્રીય

ફ્લોપ રહ્યા બાદ ફરી ભગવાનની શરણે પહોંચ્યો Virat Kohli, Anushka પણ રહી હાજર

featured-img
સ્પોર્ટ્સ

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આ દિગ્ગજ ખેલાડીએ રિટાયરમેન્ટની જાહેરાત

×

Live Tv

Trending News

.

×