ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : પૂરમાં નુકશાની મામલે આર્થિક સહાયની મોટી જાહેરાત, જાણો કોને શું મળશે

VADODARA : વડોદરા (VADODARA) ઐતિહાસીક પૂર (FLOOD - 2024) ની પરિસ્થીતી વેઠીને બહાર આવી રહ્યું છે. ત્યારે આજરોજ રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી રાહત નિધિમાંથી પૂર પીડિતો માટે મહત્વની સહાયની જાહેરાત કરી છે. આ નિર્ણય લોકોના પુનર્વસન માટે મહત્વનો સાબિત થશે...
02:18 PM Sep 12, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ઐતિહાસીક પૂર (FLOOD - 2024) ની પરિસ્થીતી વેઠીને બહાર આવી રહ્યું છે. ત્યારે આજરોજ રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી રાહત નિધિમાંથી પૂર પીડિતો માટે મહત્વની સહાયની જાહેરાત કરી છે. આ નિર્ણય લોકોના પુનર્વસન માટે મહત્વનો સાબિત થશે તેમ માનવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા લારી ધારકથી લઇને માસિક ટર્ન ઓવર રૂ. 5 લાખથી વધુ હોય તેવા સુધીનાની દરકાર કરતા મોટી જાહેરાત કરી છે.

અલગ-અલગ કેટેગરી પ્રમાણે ચુકવાશે ઉચ્ચક રોકડ સહાય

રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી રાહત નિધિમાંથી પૂર પીડિતોને કરવામાં આવેલી જાહેરાત વિગતવાર આ પ્રમાણે છે. પૂર પીડિતો લારી તથા રેકડી ધારકને ઉચ્ચક રૂ. 5 હજારની રોકડ સહાય આપવામાં આવનાર છે. જ્યારે 40 સ્કવેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક રૂ. 20 હજાર રોકડ ચુકવવામાં આવશે. 40 સ્કવેર ફૂટથી મોટી કેબિન ધારકને ઉચ્ચક રૂ. 40 હજારની રોકડ સહાય આપવામાં આવશે. નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને રૂ. 85 હજારની રોકડ સહાય આપવામાં આવનાર છે.

3 વર્ષ સુધી વ્યાજ સહાય

આ સાથે માસિક ટર્ન ઓવર રૂ. 5 લાખથી વધુ હોય તેવી મોટી દુકાન ધારકને રૂ. 20 લાખ સુધીની લોન પર 3 વર્ષ સુધી વ્યાજ સહાય 7 ટકાના દરે રૂ. 5 લાખની મર્યાદામાં આપવાની જાહેરાત કરવામાં આવી છે. પૂર પીડિતો માટે કેશ ડોલ્સ, ઘરવખરી સામાનની સહાય ચૂકવણી લગભગ પૂર્ણતાના આરે છે. ત્યારે સરકાર દ્વારા લોકોના હિતમાં મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે પૂર પીડિતો જલ્દી બેઠા થશે, અને સામાન્ય જીવનમાં પરત ફરશે તેવું મનાઇ રહ્યું છે.

આ પણ વાંચો -- Ahmedabad : ડ્રગ્સ માફિયાઓનો મનસૂબો ધ્વસ્ત! ક્રાઇમ બ્રાન્ચે ઈકો કારમાંથી 1 કિલો ડ્રગ્સ ઝડપ્યું, કિંમત ચોંકાવનારી!

Tags :
AffectedandbenefitcashCMfloodFROMFundgetOtherPeoplerelieftoVadodara
Next Article