Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'કેશ ફૉર ક્વેરી': લોકસભામાંથી હકાલપટ્ટી બાદ TMC નેતા મહુઆ મોઇત્રાએ SCના દરવાજા ખટખટાવ્યા, નિર્યણને પડકાર્યો

ટીએમસી નેતા મહુઆ મોઇત્રાએ તેમની લોકસભાની સદસ્યતા રદ કરવાના નિર્ણયને આજે એટલે કે 11 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. 'કેશ ફોર ક્વેરી' કેસમાં એથિક્સ કમિટીની ભલામણ બાદ મહુઆનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે, સંસદમાંથી તેમની હકાલપટ્ટી...
 કેશ ફૉર ક્વેરી   લોકસભામાંથી હકાલપટ્ટી બાદ tmc નેતા મહુઆ મોઇત્રાએ scના દરવાજા ખટખટાવ્યા  નિર્યણને પડકાર્યો

ટીએમસી નેતા મહુઆ મોઇત્રાએ તેમની લોકસભાની સદસ્યતા રદ કરવાના નિર્ણયને આજે એટલે કે 11 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. 'કેશ ફોર ક્વેરી' કેસમાં એથિક્સ કમિટીની ભલામણ બાદ મહુઆનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું.

Advertisement

જણાવી દઈએ કે, સંસદમાંથી તેમની હકાલપટ્ટી સામે મહુઆ મોઇત્રાએ નારાજગી વ્યક્ત કરી હતી અને બીજેપી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. મહુઆએ કહ્યું હતું કે, એથિક્સ કમિટી પાસે તેમનું સભ્ય પદ રદ કરવાનો કોઈ અધિકાર નથી. આ તમારા (બીજેપી) અંતની શરૂઆત છે. બીજેપી નેતા નિશિકાંત દુબે દ્વારા ટીએમસી નેતા મહુઆ મોઇત્રા પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. મહુઆ પર અદાણી ગ્રૂપ અને પીએમ મોદીને નિશાન બનાવવા માટે બિઝનસમેન દર્શન હીરાનંદાનીના કહેવાથી સંસદમાં સવાલ પૂછવા માટે લાંચ લેવાનો આરોપ હતો. સાંસદ નિશિકાંત દુબેના વકીલ જય અનંત દેહાદ્રાઇના મધ્યમથી મોઇત્રા વિરુદ્ધ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને ફરિયાદ કરવામાં આવી હતી.

જો કે, મહુઆ મોઇત્રાએ તેમના વિરુદ્ધ લગાવવામાં આવેલા તમામ આરોપોને વાયાવિહાણા ગણાવ્યા હતા અને તેમનો વિરોધ કર્યો હતો. જ્યારે આ મામલે તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. બીજેપી સાંસદ વિનોદ સોનકરની અધ્યક્ષતાવાળી લોકસભા એથિક્સ કમિટીએ તેનો રિપોર્ટ ગૃહમાં રજૂ કર્યો હતો અને ત્યાર બાદ મહુઆની લોકસભા સદસ્યતા રદ કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો- Article 370 Verdict: SCના ચુકાદા બાદ PM મોદી, અમિત શાહની પ્રતિક્રિયા, વડાપ્રધાને કહ્યું- ‘આ ઐતિહાસિક છે…’

Advertisement
Tags :
Advertisement

.