Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ડાંગરના ઉભા પાકને રોગથી બચાવવા આટલું ખાસ કરો !

VADODARA : આવનાર સમયમાં ઋતુમાં બદલાવ થતા ડાંગરના ઊભા પાકને નુક્સાન કરતી જીવાતો આવવાનો ભય રહેતો હોય છે. તેની સાવચેતીના ભાગરૂપે ગુજરાત (GUJARAT) માં ડાંગરની ખેતી કરતા ખેડૂતો માટે સંકલિત રોગ વ્યવસ્થાપન માટે વડોદરા જિલ્લા ખેતીવાડી અધિકારીએ સાવચેતીના પગલાં લેવા...
vadodara   ડાંગરના ઉભા પાકને રોગથી બચાવવા આટલું ખાસ કરો

VADODARA : આવનાર સમયમાં ઋતુમાં બદલાવ થતા ડાંગરના ઊભા પાકને નુક્સાન કરતી જીવાતો આવવાનો ભય રહેતો હોય છે. તેની સાવચેતીના ભાગરૂપે ગુજરાત (GUJARAT) માં ડાંગરની ખેતી કરતા ખેડૂતો માટે સંકલિત રોગ વ્યવસ્થાપન માટે
વડોદરા જિલ્લા ખેતીવાડી અધિકારીએ સાવચેતીના પગલાં લેવા માટે જણાવ્યું છે.

Advertisement

પહેલો છંટકાવ રોગની શરૂઆત થાય ત્યારે

ડાંગરમાં કરમોડી/ ખડખડીયો/ બ્લાસ્ટનો રોગ અથવા થડનો સડો (સ્ટેમ રીટ) જાણ થયેથી તરત જ ટ્રાયસાયકલાઝોલ ૭૫ વે.પા. ( ૬ ગ્રામ ૧૦ લિટર) અથવા આઇપ્રોબેનફોસ ૪૮ ઇસી ૧૦ મિ.લી.અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વે.પા. (૧૦ ગ્રામ ૧૦ લિટર) પાણીમાં ઉમેરી ૧૫-૨૦ દિવસના અંતરે પ્રતિ હેક્ટરે ૪૦૦ થી ૫૦૦ લિટર મુજબ છંટકાવ કરવો. આજુબાજુના ખેતરની શેઢાપાળા પરનું ઘાસ કાઢીને ચોખ્ખા રાખવા અથવા સ્યૂડૉમોનાસ ફ્લુરોસન્સ ૬ મિ.લી. પ્રતિ ૧ લિટરના બે છંટકાવ કરવો. પહેલો છંટકાવ રોગની શરૂઆત થાય ત્યારે અને બીજો છંટકાવ કંટી નિકળવાના સમયે કરવો.

છંટકાવ અને કાપણી વચ્ચેનો સમયગાળો ૨૧ દિવસ

ગુજરાતમાં ડાંગરની ખેતી કરતા ખેડૂતોને કરમોડી રોગના અસરકારક વ્યવસ્થાપન માટે ફૂગનાશકોના તૈયાર મિશ્રણ: પ્રોપીકોનાઝોલ ૧૦.૭% + ટ્રાયસાયકલાઝોલ ૩૪.૨% એસઈ, ૦.૦૪૫%, ૧૦ મિ.લી./૧૦ લિટર પાણી (છેલ્લા છંટકાવ અને કાપણી વચ્ચેનો સમયગાળો ૪૬ દિવસ) અથવા ટેબુકોનાઝોલ ૫૦% + ટ્રાઇફ્લોક્સિસ્ટ્રોબિન ૨૫% ડબલ્યૂજી, ૦.૦૩૦%, ૪ ગ્રામ/૧૦ લિટર પાણી (છેલ્લા છંટકાવ અને કાપણી વચ્ચેનો સમયગાળો ૨૧ દિવસ)ના બે છંટકાવ, પ્રથમ રોગ જોવા મળે ત્યારે અને બીજો છંટકાવ તેના ૧૫ દિવસ બાદ કરવાની ભલામણ છે.

Advertisement

છંટકાવ વરસાદ વગરના કોરા સમયગાળામાં કરવો

પાનનો ઝાળ રોગ/ બેક્ટેરીયલ લીફ બ્લાઇટ રોગની શરુઆત જણાય કે તરત જ શકય હોય તો રોગિષ્ઠ પાન- છોડને ઉખાડી, બાળીને નાશ કરવો. રોગવાળા ખેતરનું પાણી આજુબાજુના રોગ વગરના ખેતરમાં જાય નહિ તેની કાળજી રાખવી. રોપાણ ડાંગરમાં રોગ દેખાય કે તરત જ ૧૦ લિટર પાણીમાં ૧ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયકલીન + ૧૦ ગ્રામ કોપર ઓકસીકલોરાઈડનું દ્રાવણ બનાવી પ્રતિ હેક્ટરે ૪૦૦ થી ૫૦૦ લિટર મુજબ આખા છોડ ભીંજાઈ જાય તે રીતે છાંટવાથી રોગને કાબુમાં લઈ શકાય છે. છંટકાવ વરસાદ વગરના કોરા સમયગાળામાં કરવો.

જરૂર પડયે ૧૦ દિવસ બાદ બીજો છંટકાવ કરવો

પર્ણચ્છેદ સૂકારો (શીથ બ્લાઈટ) રોગની શરૂઆત થાય ત્યારે ફૂગનાશકો જેવા કે કોર્બેન્ડાઝીમ ૫૦ વે.પા.(૧૦ લિટર પાણીમાં ૧૦ ગ્રામ) અથવા વેલીડામાયસીન ૩ એસ.એલ. (૧૦ લિટર પાણીમાં ૨૫ મિ.લી..) અથવા ફલૂસીલાઝોલ ૪૦ ઈસી (૧૦ લિટર પાણીમાં ૬ મિ.લી.) પ્રતિ હેક્ટરે ૪૦૦ થી ૫૦૦ લિટર મુજબ છંટકાવ કરવો. જરૂર પડયે ૧૦ દિવસ બાદ બીજો છંટકાવ કરવો. ભુખરી કંટીનો રોગ (ગ્રેઈન ડીસકલરેશન) ના નિયંત્રણ માટે કંટી નીકળવાની અવસ્થાથી શરૂ કરીને ૧૫ દિવસના અંતરે ટેબુકોનાઝોલ ૫૦ + ટ્રાયફલોક્ષીસ્ટ્રોબીન ૨૫ ડબલ્યુ.જી. (૪ ગ્રામ/૧૦ લી. પાણી) અથવા ટ્રાયસાયકલાઝોલ ૨૦.૪+ એઝોકસીસ્ટ્રોબીન ૬.૮ એસસી (૨૦ મિલી/૧૦ લી. પાણી) મુજબ છંટકાવ કરવો.

Advertisement

પ્રતિ હેકટરે ૫૦૦ લી. પાણી મુજબ છંટકાવ કરવો

ગલત અંગારિયો (ફોલ્સ સ્મટ) રોગના નિયંત્રણ માટે જ્યાં દર વર્ષે આ રોગ આવતો હોય ત્યાં કંટી નીકળવાની તૈયારી હોય ત્યારે વરસાદના ઝાપટાં પડતાં હોય તો, ફૂગનાશકોના તૈયાર મિશ્રણ ટેબુકોનાઝોલ ૫૦ . ટ્રાઇફલોસિસ્ટ્રોબિન ૨૫. ડબલ્યુજી ૦.૦૬% (૮ ગ્રામ/૧૦ લી. પાણી) અથવા પીકોક્સીસ્ટ્રોબિન ૭.૦૫ + પ્રોપીકોનાઝોલ ૧૧.૭ એસસી, ૦.૦૩૭% (૨૦ મિલી/૧૦ લિ. પાણી)નાં બે છંટકાવ, પ્રથમ છંટકાવ ૫૦% નીંઘલ પડે ત્યારે અને બીજો ૧૦૦% નીંધલ પડે ત્યારે છંટકાવ કરવો. ફૂગનાશકોના દ્રાવણનો પ્રતિ હેકટરે ૫૦૦ લી. પાણી મુજબ છંટકાવ કરવો.

ભલામણ મુજબ અનુસરવું

કૃમિથી થતો સફેદ ટોચનો રોગ (વ્હાઈટ ટીપ)ને અટકાવવા માટે ઉભા પાકમાં કંટી નીકળ્યા પહેલાં ડોડા અવસ્થાએ કાર્બોફયુરાન ૩જી હેકટર દીઠ ૨૦ થી ૨૫ કિ.ગ્રા. પ્રમાણે કયારીમાંથી પાણી નિતારી જમીનમાં આપવું અથવા ૦,૦૨૫% કાર્બોસલ્ફાન ૨૫ ઈ.સી. (૧૦ મિલી પ્રતિ ૧૦ લી. પાણી) પ્રતિ હેક્ટરે ૪૦૦ થી ૫૦૦ લી. પાણી મુજબ છંટકાવ કરવો. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે.

વધુ જાણકારી માટે કચેરીનો સંપર્ક

આ અંગે વધુ જાણકારી માટે ખેડૂતોને પોતાના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો -- PM MODI IN POLAND: ભારત યુદ્ધમાં નહીં, શાંતિમાં માને છે

Tags :
Advertisement

.