Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈંગ્લેન્ડ ટીમ વિરુદ્ધ પાક. ખેલાડીઓ મોંઢુ બતાવવા લાયક પણ ન રહ્યા

ICC મહિલા વિશ્વ કપની 23મી મેચમાં, ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનની મહિલા ટીમ (England Women vs Pakistan Women) વચ્ચે મેચ રમાઈ. ઈંગ્લેન્ડની ટીમે પાકિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કર્યું છે. પાકિસ્તાનની મહિલા ટીમ 105 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે 1 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધું હતું. ICC મહિલા વિશ્વ કપ 2022ની 24મી મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 9 વિકેટે હરાવીને સેમિફાઈનલમાં પહોંચવાની પોતાની
ઈંગ્લેન્ડ ટીમ વિરુદ્ધ પાક  ખેલાડીઓ મોંઢુ બતાવવા લાયક પણ ન રહ્યા
ICC મહિલા વિશ્વ કપની 23મી મેચમાં, ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનની મહિલા ટીમ (England Women vs Pakistan Women) વચ્ચે મેચ રમાઈ. ઈંગ્લેન્ડની ટીમે પાકિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કર્યું છે. પાકિસ્તાનની મહિલા ટીમ 105 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે 1 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધું હતું. 
ICC મહિલા વિશ્વ કપ 2022ની 24મી મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 9 વિકેટે હરાવીને સેમિફાઈનલમાં પહોંચવાની પોતાની તકો મજબૂત કરી લીધી છે. આ જીત સાથે ઈંગ્લેન્ડ ICC મહિલા વર્લ્ડ કપ 2022 પોઈન્ટ ટેબલમાં ભારતને પાછળ ધકેલીને ચોથા સ્થાને પહોંચી ગયું છે. ઈંગ્લેન્ડની આગામી મેચ બાંગ્લાદેશ સામે છે અને તે મેચ જીતીને ટીમ સેમિફાઈનલમાં પ્રવેશ કરશે. આ સાથે જ પાકિસ્તાન આ ટૂર્નામેન્ટમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આજની મેચની વાત કરીએ તો, પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લિશ ટીમ સામે જીત માટે 106 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, જેને ટીમે ડેનિયલ વ્યાટની 76 રનની ધમાકેદાર ઇનિંગના આધારે 19.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.
Advertisement

પાકિસ્તાની ટીમને મહિલા વિશ્વ કપમાં પાંચમી હારનો સામનો કરવો પડ્યો હતો. ગુરુવારે રમાયેલી (ENGW vs PAKW) મેચમાં ઇંગ્લેન્ડની મહિલા ટીમ દ્વારા તેણીને 9 વિકેટે હાર આપી હતી. ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી આ મેચમાં બિસ્માહ મારૂફની કેપ્ટનશીપવાળી પાકિસ્તાનની ટીમ માત્ર 105 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ઇંગ્લેન્ડે 19.2 ઓવરમાં 1 વિકેટના નુકસાને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ જીત સાથે ઈંગ્લેન્ડની સેમિફાઈનલમાં પ્રવેશવાની આશા વધુ મજબૂત થઈ ગઈ છે.
હિથર નાઈટના નેતૃત્વમાં રમી રહેલી ઈંગ્લેન્ડની ટીમે ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત નોંધાવી હતી. તેના હવે 6 પોઈન્ટ છે અને તે સેમિફાઈનલમાં જગ્યા બનાવવાની નજીક છે. ટીમ હાલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે જ્યારે ભારત 6 પોઈન્ટ સાથે 5માં નંબરે સરકી ગયું છે. ભારત અને ઈંગ્લેન્ડે અત્યાર સુધી 6-6 મેચોમાંથી તેમની ત્રણ મેચ જીતી છે. જોકે, નેટ રન રેટના મામલે ઈંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં છે. ત્યારે ભારતની ટીમે આગામી મેચ સારા માર્જિનથી જીતવી પડી શકે છે. 

ઉલ્લેખનીય છે કે, ક્રાઈસ્ટચર્ચમાં હિથર નાઈટે ટોસ જીતીને પાકિસ્તાનને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાનની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને તેને ઇનિંગ્સના પહેલા જ બોલ પર જ આંચકો લાગ્યો હતો. નાહિદા ખાન (0) નાઈટના હાથે કેથરિન બ્રન્ટના હાથે કેચ આઉટ થઈ ગઈ હતી. આ પછી પણ તેની વિકેટો નિયમિત અંતરે પડતી રહી અને 58ના સ્કોર સુધી અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ. ઓપનર સિદ્રા અમીને સૌથી વધુ 32 રન બનાવ્યા જ્યારે વિકેટકીપર સિદ્રા નવાઝે 23 રનનું યોગદાન આપ્યું. તેના સિવાય માત્ર ઓમાઈમા સોહેલ (11) જ ડબલ ફિગરને સ્પર્શી શકી હતી. ઈંગ્લેન્ડ તરફથી કેથરીન બ્રન્ટ અને સોફી એક્લેસ્ટોને 3-3 વિકેટ લીધી હતી. કેપ્ટન હિથર નાઈટ અને કેટ ક્રોસને 1-1 વિકેટ મળી હતી.
Advertisement
Tags :
Advertisement

.