Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ઓરસંગ નદીની કોતરમાંથી યુવકને મગર ખેંચી ગયો

VADODARA : વડોદરા (VADODARA) માં પૂરની પરિસ્થીતી બાદ પાણી ઓસરવાનું શરૂ થતા ઠેર ઠેર મગર નિકળવાની ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં વડોદરા પાસે આવેલા (DABHOI) ડભોઇ માંથી પસાર થતી ઓરસંગ નદીની કોતરમાંથી યુવકને મગર ઉંડાણમાં ખેંચીને લઇ ગયો હોવાની...
vadodara   ઓરસંગ નદીની કોતરમાંથી યુવકને મગર ખેંચી ગયો

VADODARA : વડોદરા (VADODARA) માં પૂરની પરિસ્થીતી બાદ પાણી ઓસરવાનું શરૂ થતા ઠેર ઠેર મગર નિકળવાની ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં વડોદરા પાસે આવેલા (DABHOI) ડભોઇ માંથી પસાર થતી ઓરસંગ નદીની કોતરમાંથી યુવકને મગર ઉંડાણમાં ખેંચીને લઇ ગયો હોવાની ઘટના સપાટી પર આવી છે. આ ઘટનામાં યુવકનું મોત નિપજ્યું છે. જે બાદ તેમના પરિચિત દ્વારા ચાંદોદ પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ દર્જ કરાવવામાં આવી છે.

Advertisement

મજુરીકામ કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા

વડોદરા તથા આસપાસમાં મગર મોટી સંખ્યામાં વસવાટ કરે છે. ચોમાસાની સીઝનમાં માનવો અને મગરો એકબીજાની નજીક નજીક આવી જવાની ઘટનાઓ વધારે સામે આવતી હોય છે. તો કેટલાક કિસ્સામાં આમનો-સામનો જીવલેણ પણ સાબિત થાય છે. આવી જ એક ઘટના વડોદરા પાસેના ચાંદોદ પોલીસ મથકમાં સામે આવવા પામી છે. ડભોઇના રાજપુરામાં આવેલા વસાવા ફળિયામાં અમીતભાઇ પુનમભાઇ વસાવા (ઉં. 30) રહેતા હતા. તેઓ મજુરીકામ કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા.

પગ લપસતા તેઓ મગરની નજીક જઇ પહોંચ્યા

તાજેતરમાં તેઓ ઓરસંગ નદીની ગગુ કોતરમાં માછલી પકડવાની જાળ કાઢવા માટે ગયા હતા. દરમિયાન મગરને જોતા તેઓ ભાગવા ગયા હતા. દરમિયાન તેમનો પગ લપસતા તેઓ મગરની નજીક જઇ પહોંચ્યા હતા. બાદમાં મગર તેમને પાણીમાં ખેંચી લઇને જતો રહ્યો હતો. જોત જોતામાં મગર યુવકને ખેંચીને પાણીના ઉંડાણમાં ગાયબ થયો હતો. જ્યાં યુવકનું મૃ્ત્યું થયું હોવાનું સપાટી પર આવ્યું છે.

Advertisement

પોલીસ તપાસ સોંપવામાં આવી

આ મામસે મૃતકના પરિચિત કરણકુમાર સુરેશભાઇ વસાવાએ ચાંદોદ પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ દર્જ કરાવી છે. જે બાદ સમગ્ર મામલાની તપાસ રવિન્દ્રસિંહ ભારતસિંહને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો -- VADODARA : વિશ્વામિત્રી રી-ડેવલોપમેન્ટના દ્વાર ખુલ્યા, ગૃહમંત્રીની મોટી જાહેરાત

Advertisement

Tags :
Advertisement

.