ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : પારંપરિક વસ્ત્રો અને તિલક સાથે જ મળશે ગરબા ગ્રાઉન્ડમાં એન્ટ્રી

VADODARA : વડોદરા (VADODARA) ગ્રામ્યમાં આવતા ડભોઇમાં સતત સાતમાં વર્ષે ગઢ ભવાની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જિલ્લાના મોટા ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ગરબામાં ખેલૈયાઓ માટે બે શરતો મુકવામાં આવી છે. પારંપરિક વસ્ત્રો અને તિલક વગર કોઇને પ્રવેશ આપવામાં...
07:36 PM Sep 26, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ગ્રામ્યમાં આવતા ડભોઇમાં સતત સાતમાં વર્ષે ગઢ ભવાની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જિલ્લાના મોટા ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ગરબામાં ખેલૈયાઓ માટે બે શરતો મુકવામાં આવી છે. પારંપરિક વસ્ત્રો અને તિલક વગર કોઇને પ્રવેશ આપવામાં નહી આવે, અને જો કોઇ ઘૂસી ગયું તો તેને સિક્યોરીટી બહાર કાઢશે તેવું ધારાસભ્ય શૈલેશ મહેતા (સોટ્ટા) (BJP MLA SHAILESH MAHETA - SOTTA) એ જણાવ્યું છે. ડભોઇથી શરૂ થયેલા નો તિલક, નો એન્ટ્રીની ઝુંબેશ હવે રાજ્યભરમાં ફેલાઇ રહી છે, ત્યારે ડભોઇના યુવાનો તેનું ચુસ્તપણે પાલન કરે તેવો ધારાસભ્યને આગ્રહ છે.

તમામ સાથે સંવાદ સાધ્યો

વડોદરા જિલ્લામાં સૌથી મોટા ગરબા ડભોઇમાં થાય છે. વિતેલા સાત વર્ષોથી તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ ગરબા ગ્રાઉન્ડની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે, ત્યારે આજે સ્થાનિક ધારાસભ્ય શૈલેષ સોટ્ટા એપીએમસી ગ્રાઉન્ડમાં આયોજિત ગરબાના આયોજકો તથા વોલંટીયર્સને મળવા આવી પહોંચ્યા છે. તેમણે તમામ સાથે સંવાદ સાધ્યો છે. અને ખેલૈયાઓના પ્રવેશ અંગેની બે શરતો મુકી છે. જેમાં પારંપરિક વસ્ત્રો અને તિલકનો સમાવેશ થાય છે.

નહિ તો સિક્યોરીટી બહાર કાઢશે

આ તકરે ડભોઇ (દર્ભાવતી) ના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ કહ્યું કે, ત્રીજી તારીખથી નવરાત્રીની શરૂઆત થઇ રહી છે. દર્ભાવતી નગરીમાં માં ગઢ ભવાની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત સાતમાં વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેર છોડીને સૌથી મોટા ગરબા દર્ભવતીમાં થાય છે. હેમાબેન પંડ્યા ગાયક છે, તેની સાથે ખેલૈયાઓ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ખેલૈયાઓને પારંપરિક વસ્ત્રોમાં જ ગરબા રમવા આપવવાની અપીલ છે, નહિ તો સિક્યોરીટી બહાર કાઢશે. અને તમામે તિલક કરીને આવવાનું છે, તિલક વગર કોઇને મંજુરી આપવામાં નહી આવે.

સમગ્ર ગુજરાતમાં નો તિલક, નો એન્ટ્રી વાત

વધુમાં તેમણે જણાવ્યું કે, આ બે શરતો ખાસ કરીને યુવાનો માટે છે. યુવાને તિલક અને ટ્રેડીશનલ ડ્રેસમાં આવવાનું રહેશે. ગઇ વખતે વારંવાર કહેવા છતા કેટલાક લોકોએ તકલીફ વેઠવી પડી હતી. આ વખતે તેવું ના કરવું પડે તેમ કરો. તિલક દર્ભાવતીથી શરૂ લઇને સમગ્ર ગુજરાતમાં નો તિલક, નો એન્ટ્રી વાત થઇ છે. ત્યારે દર્ભાવતીના તમામ યુવાનો પારંપરિક વસ્ત્રો અને તિલકમાં આવે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો -- VADODARA : વરસાદ બાદથી ગરબા આયોજકોના માથે ચિંતાની લકીર

Tags :
andDabhoiGarbaMLApreparationreachsaidseeTILAKtoVadodara
Next Article