Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : દબાણ મામલે કોંગી નેતાના પુત્રનો "સ્ફોટક" પલટવાર, જાણો કોના નામો ખુલ્યા

VADODARA : વડોદરા (VADODARA) માં પૂર બાદ વિશ્વામિત્રી નદી કાંઠાના વિસ્તારમાં દબાણનો મામલો ભારે ચર્ચામાં છે. ત્યારે તાજેતરમાં  વોર્ડ નં - 3 ના ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા દ્વારા પોતાના બંગ્લો બહારની નદી કિનારા તરફની પ્રોટેક્શન વોલ તોડવાની શરૂઆત કરવામાં આવી...
vadodara   દબાણ મામલે કોંગી નેતાના પુત્રનો  સ્ફોટક  પલટવાર  જાણો કોના નામો ખુલ્યા
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં પૂર બાદ વિશ્વામિત્રી નદી કાંઠાના વિસ્તારમાં દબાણનો મામલો ભારે ચર્ચામાં છે. ત્યારે તાજેતરમાં  વોર્ડ નં - 3 ના ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા દ્વારા પોતાના બંગ્લો બહારની નદી કિનારા તરફની પ્રોટેક્શન વોલ તોડવાની શરૂઆત કરવામાં આવી હતી. ગતરોજ તેમણે કોંગ્રેસના નેતા વિનુભાઇ જીવાભાઇ પટેલના દબાણો અંગે પોતાનો પક્ષ મુક્યો હતો. ત્યારે આજે કોંગ્રેસના નેતાના પુત્ર સંદિપ પટેલે તમામ આરોપોનું ખંડન કરીને ભાજપના જ કોર્પોરેટર તથા ધારાસભ્યની મીલીભગત ખુલ્લી પાડી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે સ્થાનિક રાજકારણ ગરમાયું છે.

Advertisement

વળતર ના આપવું પડે તે માટે અમને હેરાન કરવામાં આવતા હતા

વિનુભાઇ જીવાભાઇ પટેલના પુત્ર સંદિપ પટેલે વળતો પ્રહાર કરતા જણાવ્યું કે, ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા જે મકાનની વાત કરે છે, પાલિકામાં વર્ષ 1971 માં બોલે છે. વર્ષ 1971 માં તમામ મંજુરીઓ સાથે આ મકાન તૈયાર કરવામાં આવ્યું છે. મંજુરી હોવા છતાં મને વારંવાર હેરાનગતિ કરવામાં આવતા હું કોર્ટમાં ગયો હતો. જ્યાં કોર્ટે મનાઇ હુકમ આપ્યો હતો. પરાક્રમસિંહ જાડેજાની વાત તદ્દન ખોટી છે. વર્ષ 2017 માં કોર્ટનો પંચક્યાસ કરવામાં આવ્યો છે. વર્ષ 2018 માં કોર્ટે આ મામલે મનાઇ હુકમ આપ્યો છે. જે દિવસે મનાઇ હુકમ મળ્યો તે પહેલા પંચક્યાસ થયો હતો. આ બંગ્લો વર્ષ 1971 માં બન્યો હતો. ત્યાર બાદ તેને રીનોવેટ કરવામાં આવ્યો હતો. વર્ષ 2012 માં અમારી કોર્ટમાં પીટીશન હતી, પાલિકાએ અમને રૂ. 10 કરોડ જેવું વળતર આપવું પડે, તે વળતર ના આપવું પડે તે માટે અમને હેરાન કરવામાં આવતા હતા. પાલિકાના ઠરાવમાં રૂ. 10 કરોડ જેટલા વળતરનો ઉલ્લેખ છે. અમે જમીન જાહેર હિતમાં આપી છે. અત્યારે તે જમીનની કિંમત રૂ. 25 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે.

Advertisement

તેમણે 8 મોટા સર્વે નંબરો છુટ્ટા કરાવ્યા છે

વધુમાં તેમણે જણાવ્યું કે, પરાક્રમસિંહે સરકારના કાયદા મુજબ કપાત કરી છે તેમને પુછો. મારી તો 40 ટકાથી વધુ જમીન કપાતમાં ગઇ છે. પરંતુ પરાક્રમસિંહે 40 ટકા કપાત સરકારમાં આપી નથી. સરકારને ચુનો ચોપડ્યો છે. તેણે પ્રતિબંધિત વિસ્તારની અનેક જગ્યાએ છુટી કરાવી છે. તેમણે 8 મોટા સર્વે નંબરો છુટ્ટા કરાવ્યા છે. તેમાં જ્યોતિબા પરાક્રમસિંહ જાડેજા, પરાક્રમસિંહ અજિતસિંહ જાડેજા ના નામની જમીનો છે. આ બધી જમાની તેમના બંગ્લા સામેની છે. ગતરોજ વડોદરાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ ભૂખી કાંસનો નકશો બતાવ્યો હતો. વડોદરાની પ્રજાને નકશો બતાવીને તમે એવું સમજાવો છો કે, તેના કારણે પૂર આવ્યું છે. ધારાસભ્ય કેયુર રોકડિયાને કહેવું કે, ભાજપના 30 વર્ષના સાશનનના કારણે આ પૂર આવ્યું છે. કોંગ્રેસ 30 વર્ષથી સત્તામાં નથી.

ભાજપના નેતા, મંત્રી, કોર્પોરેટરની જગ્યા જ કેમ પ્રતિબંધિત વિસ્તારોમાંથી છુટી થાય છે

તેમણે ઉમેર્યું કે, તત્કાલિન મેયર અને હાલના ધારાસભ્ય કેયુર રોકડિયા જ્યારે મેયરપદ પર બિરાજમાન હતા, ત્યારે પરાક્રમસિંહની સામેવાળી જગ્યા પર પ્લોટીંગ કર્યા છે. જેમાં પ્રતિબંધીત જગ્યા પર પ્લોટીંગ કરવામાં આવ્યું છે. જેમાં તેમને પણ એક પ્લોટ છે. જેમાં કેયુરભાઇ નારાયણદાસ રોકડિયાનું નામ છે. આ એન્ટ્રી વર્ષ 2020 ની છે. રૂ. 500 (પ્રતિ ચો/ફૂટ) માં પ્રતિબંધિત વિસ્તારોમાં જમીન લઇને તેને રૂ. 7 હજારમાં વેચ્યા છે. ભાજપના નેતા, મંત્રી, કોર્પોરેટરની જગ્યા જ કેમ પ્રતિબંધિત વિસ્તારોમાંથી છુટી થાય છે, સામાન્ય માણસોની જમીન કેમ છુટ્ટી નથી થતી. તે લોકોએ 40 ટકા જગ્યા છોડવાની જગ્યાએ તેમની આગળ પાછળ રોડ બતાવીને જગ્યાનું કેલ્ક્યુલેશન બતાવે છે. તેમણે સરકારને સૌથી મોટો ચુનો ચોપડ્યો છે. અને સરકારને પણ નુકશાન કરાવડાવ્યું છે. રાજ્ય સરકારના પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની પણ જગ્યા છે. પૂર્વ કોર્પોરેટર લલીત રાજની જગ્યા પણ પ્રતિબંધિત વિસ્તારમાંથી છુટ્ટી થઇ છે.

તત્કાલિક સાંસદ રંજનબેન ભટ્ટે આ મામલાની મધ્યસ્થતા કરી હતી

તેમણે વધુમાં ઉમેર્યું કે, અમારી જમીન પર મોટું વળતર ચુકવવાનું થતું હતું. પાલિકાની કોઇ કેપેસીટી ન્હતી. કારણકે ભ્રષ્ટ તંત્રએ કશું જવા નથી દીધું. વર્ષ 2016 માં અલગ અલગ ઠરાવો કરવામાં આવ્યા હતા. પૈસા ન હોવાથી તેને નામંજુર કર્યો હતો. વર્ષ 2019 માં તત્કાલિક સાંસદ રંજનબેન ભટ્ટે આ મામલાની મધ્યસ્થતા કરી હતી. અમને કોર્પોરેશનમાં બોલાવવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર તથા અન્ય અધિકારીને મળ્યા. અને નક્કી થયું કે, અમે તમને પરવાનગી સાથે ઝોનમાંથી તમને છુટ્ટો કરી આપીએ છીએ. બાકીની જગ્યામાં તમે બાંધકામ કરી શકો છો. તમે આ જગ્યા અમને વળતર વગર આપો. જેનો અમને પત્ર આપવામાં આવ્યો હતો. વર્ષ 2019 થી આજદિવ સુધી તેમણે કંઇ કર્યું નથી. ખાલી ઉલ્લુ બનાવીને જમીન લઇ લીધી છે. પરાક્રમસિંહ પર આવી ગયું છે. તેમણે કર્યું છે, જેથી તેમણે આ છુપાવવા કર્યું છે.

હું પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, ગૃહમંત્રીને પુરાવાઓ મોકલવાનો છું

તેમણે વધુમાં ઉમેર્યું કે, ખાલી ભાજપના નેતાઓની જ પ્રતિબંધિત ઝોનમાંથી જમીન કેમ છુટ્ટી થાય છે, સામાન્ય લોકોની કેમ છુટ્ટી નથી થઇ, આ સવાલો સત્તાધીશોને પુછો. એકને મળવાપાત્ર હોય તો અન્યને પણ મળવાપાત્ર જ હોય છે. જે ગેરકાયદેસર છે તેને તોડી નાંખો. આ લોકોના આક્ષેપથી મને કોફ ફર્ક નથી પડતો. અમારી વડીલોપાર્જિત મિલ્કત છે. અમે બહારથી આવાની સસ્તામાં જમીનો છુટ્ટી કરાવી નથી. હું પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, ગૃહમંત્રીને પુરાવાઓ મોકલવાનો છું. સીબીઆઇ અને ઇડીની તપાસ કરો, આ લોકો વડોદરામાં આવ્યા ત્યારે કેટલી મિલકત હતી અને આજે કેટલી મિલકત છે. ભાજપના લોકોનો જ વિકાસ કરવાનો છે !

તેમણે પૈસા જ બનાવ્યા છે

તેમણે આખરમાં ઉમેર્યું કે, વડોદરાના લોકો હોંશિયાર છે, તેમણે સત્તાધીશોને ભગાડ્યા છે, તેમની સહાય પણ નથી લીધી. પોતાનો રોટલો શેકવાની જે નીતિરીતિ છે, તે પ્રજા ઓળખે જ છે. મને પાલિકા પૈસા આપે, હું મારૂ બાંધકામ તોડી નાંખીશ. તેમણે પૈસા જ બનાવ્યા છે. પ્રજા બધું જ જાણે છે.

આ પણ વાંચો -- VADODARA : “રોજ મરવું તેના કરતા એક દિવસ મરવું સારૂ”, ઉભરાતી ગટરથી પરેશાન નાગરિકનો અંતર્નાદ

Tags :
Advertisement

.

×