Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડભોઇમાં અકોટી ગામે કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત, એક વ્યક્તિનું કમકમાટીભર્યુ મોત

વડોદરાના ડભોઇ તાલુકાના અકોટી ગામ પાસે પૂરપાટ પસાર થઇ રહેલી કારે બાઈક ચાલકને અડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું મોત હતું. જ્યારે કારમાં સવાર પરિવારને ઇજાઓ પહોંચી હતી. આ બનાવને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. બીજી...
ડભોઇમાં અકોટી ગામે કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત  એક વ્યક્તિનું કમકમાટીભર્યુ મોત

વડોદરાના ડભોઇ તાલુકાના અકોટી ગામ પાસે પૂરપાટ પસાર થઇ રહેલી કારે બાઈક ચાલકને અડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું મોત હતું. જ્યારે કારમાં સવાર પરિવારને ઇજાઓ પહોંચી હતી. આ બનાવને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. બીજી બાજુ ચાંદોદ પોલીસે કાર ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઇ નગરના નવાપુરા બિલવાડા શીખ મોહલ્લામાં રહેતો અને છૂટક ધંધો-મજૂરી કરતો વિજયભાઈ બુધાભાઈ વાઘરી (ઉં.વ 18) વહેલી સવારે ધરેથી ફણગાવેલા મગ (વૈડાં) વેચાવા માટે ચાંદોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના એક પછી એક ગામમાં ફરીને અકોટી ગામે ગયો હતો. અકોટી ગામમાં પોતાનો ફણગાવેલા મગનો વેચાણ કર્યા બાદ ગામના મુખ્ય માર્ગ ઉપર આવ્યો હતો.

Advertisement

અકોટી ગામના મુખ્ય માર્ગ નજીકના મકાનમાં ફણગાવેલા મગ આપી યુવાન ગ્રાહક પાસેથી પૈસા લઈ રહ્યો હતો. તે દરમિયાન પૂરપાટ પસાર થઇ રહેલી કારે વિજયને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર પરિવારને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. કાર એટલી સ્પીડમાં હતી કે, મોટર સાઇકલ ચાલકને અડફેટમાં લીધા બાદ કાર પલટી ખાઇ ગઇ હતી. કાર પલટી ખાતા જ કારમાં સવાર પરિવારે રડારોળ શરૂ કરી દીધી હતી. આજે સવારે બનાવ બનતા જ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. અને કારમાં ફસાયેલા કાર ચાલક સહિત પરિવારને બહાર કાઢી હોસ્પિટલ ખાતે રવાના કર્યા હતા.

બીજી બાજુ કારની અડફેટે લેતા મોતને ભેટેલા વિજય વાઘરીના પરિવારજનોને બનાવની જાણ થતાં તેઓ અકોટી ગામે દોડી આવ્યા હતા. બીજી બાજુ આ બનાવની જાણ ચાંદોદ પોલીસને થતાં પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. ચાંદોદ પોલીસે લાશનો કબજો લઇ પોષ્ટમોર્ટમ માટે કાર્યવાહી હાથ ધરી હતી. તે સાથે પોલીસે સ્થળ પરથી પ્રાથમિક વિગતો મેળવી કાર ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આજે સવારે ડભોઇ તાલુકાના અકોટી ગામ પાસે બનેલા આ બનાવને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.

Advertisement

અહેવાલ : પિન્ટુ પટેલ, ડભોઇ

આ પણ વાંચો : અમદાવાદ : કાળઝાળ ગરમીએ કર્યો પાણીજન્ય રોગચાળામાં વધારો, સૌથી વધુ ઝાડા-ઉલટીના કેસ નોંધાયા

Tags :
Advertisement

.