ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : "તારી બહેનને ઉઠાવી જઇશું", સગીરાના ભાઇને વિધર્મીની ધમકી

VADODARA : વડોદરા (VADODARA) માં કલંકિત ઘટનાઓ અટકવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. નવરાત્રીના બીજા નોરતે ગેંગ રેપની ઘટના બાદ હવે માંજલપુરમાં સગીરા પર મરજી વિરૂદ્ધ દુષ્કર્મનો કિસ્સો પોલીસ મથક પહોંચ્યો છે. અને આ મામલે પોલીસે વિધર્મી યુવાન સામે...
10:38 AM Oct 11, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં કલંકિત ઘટનાઓ અટકવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. નવરાત્રીના બીજા નોરતે ગેંગ રેપની ઘટના બાદ હવે માંજલપુરમાં સગીરા પર મરજી વિરૂદ્ધ દુષ્કર્મનો કિસ્સો પોલીસ મથક પહોંચ્યો છે. અને આ મામલે પોલીસે વિધર્મી યુવાન સામે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ફોટા પડાવવા તથા તેની સાથે ગરબા રમવા માટે દબાણ કરતો

સોશિયલ મીડિયા થકી થયેલો પરિચય મરજી વિરૂદ્ધના દુષ્કર્મ સુધી પહોંચ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સંસ્કારી નગરી વડોદરામાં સામે આવ્યો છે. સમગ્ર મામલે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, ધો. 11 સાયન્સ માં અભ્યાસ કરતી સગીરા વિદ્યાર્થીનીનો સંપર્ક મકરપુરા ગામમાં રહેતા વાજીદશા દિવાન (ઉં. 19) સાથે ઇન્સ્ટાગ્રામ થકી થયો હતો. ત્યાર બાદ બંને વચ્ચેની મિત્રતા થઇ હતી. હાલ નવરાત્રી ચાલુ હોવાથી સગીરા માંજલપુરના એક ગરબામાં ગરબા રમવા માટે જતી હતી. ત્યાં વાજીદશા પણ આવતો હતો. અને તેને ફોટા પડાવવા તથા તેની સાથે ગરબા રમવા માટે દબાણ કરતો હતો.

યુવાનની હરકતોથી ત્રસ્ત સગીરાએ આખરે માતા-પિતાને આ અંગેની જાણ કરી

આ વાતની જાણ સગીરાના ભાઇને થતા તે વાજીદશાને સમજાવવા ગયો હતો. ત્યારે તેણે ધમકી આપી કે, તારી બહેન 18 વર્ષની થઇ જશે, પછી હું તેને ઉઠાવીને લઇ જઇશ. વિધર્મી યુવાનની હરકતોથી ત્રસ્ત સગીરાએ આખરે માતા-પિતાને આ અંગેની જાણ કરી હતી. વિધર્મી યુવાને ગત મહિને સગીરાને બે વખત તેના મિત્રના ઘરે લઇ જઇને તેણીની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.

આરોપીએ અન્ય કોઇ સગીરાને આ રીતે ફસાવી છે કે કેમ ?

આખરે ઉપરોક્ત મામલે વાજીદશા દિવાના સામે માંજલપુર પોલીસ મથકમાં પોક્સો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે બાદ પોલીસે, આરોપીએ અન્ય કોઇ સગીરાને આ રીતે ફસાવી છે કે કેમ ?, આ કૃત્ય કરવામાં અન્ય કોઇની સંડોવણી છે કે કેમ ?, સહિતના પ્રશ્નો ઉકેલવાની દિશામાં વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- Mangarol gangrape નો ફરાર આરોપી ટ્રેનમાંથી ઝડપાયો, રાજસ્થાન ભાગવાની ફિરાકમાં હતો

Tags :
againstboycomplaintconsentfilledgirlmisbehavingunderageVadodarawithwithout
Next Article