VADODARA : શહેર ભાજપ પ્રમુખના નામ સાથે અન્ય મોટી જાહેરાત કરાઇ
VADODARA : વડોદરા શહેર સહિત રાજ્યભરમાં શહેર-જિલ્લાઓમાં આજે ભાજપ પ્રમુખના નામોની જાહેરાત કરવામાં આવી છે. ક્યાંક જિલ્લામાં ભાજપે રીપીટ થીયરી અપવાની છે, તો ક્યાંક શહેરોમાં ચોંકાવનારા નામોની જાહેરાત કરવામાં આવી છે. વડોદરામાં શહેર ભાજપ પ્રમુખ તરીકે જયપ્રકાશ સોનીના નામની જાહેરાત કરવામાં આવી છે. તેમની સાથે વિધાનસભા દીઠ એક પ્રદેશ પ્રતિનીધીના નામની જાહેરાત કરવામાં આવી છે. (VIDHAN SABHA SEAT WISE REPRESENTATIVE NAME DECLARED - VADODARA) જેમાં કુલ પાંચ લોકોના નામની જાહેરાત થઇ છે. (VADODARA CITY BJP PRESIDENT - JAYPRAKASH SONI)
પાર્ટીના મોવડી મંડળે સૌને ચોંકાવી દીધા
વડોદરા શહેર ભાજપને સુશિક્ષીત જયપ્રકાશ સોનીનું નેતૃત્વ પ્રાપ્ત થયું છે. જેના નામની જાહેરાત થતાની સાથે સૌ કોઇને સુખદ આશ્ચર્ય અનુભવ્યું હતું. આ વખતે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહની સાથે અનેક અનુભવી અને લોકપ્રિય સ્થાનિક ઉમેદવારોના નામો ચર્ચામાં હતા. પરંતુ પાર્ટીના મોવડી મંડળે સૌને ચોંકાવી દીધા છે. તેમની જાહેરાત સાથે જ પ્રક્રિયાના ભાગરૂપે વિધાનસભા દીઠ એક અને કુલ મળીને પાંચ પ્રતિનીધીના નામોની જાહેરાત કરવામાં આવી છે.
પૂર્વ મેયર, કોર્પોરેટર અને પૂર્વ કોર્પોરેટરને સોંપાઇ જવાબદારી
ભાજપના ક્લસ્ટર ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા નવા ભાજપ શહેર પ્રમુખ તરીકે જયપ્રકાશ સોનીના નામની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે વિધાનસભા પ્રમાણે પ્રદેશ પ્રતિનિધીના નામની જાહેરાત પણ કરી છે. જેમાં વાડી વિધાનસભા માટે કોર્પોરેટર અજિત દધીચ, સયાજીગંજ વિધાનસભા માટે પૂર્વ કોર્પોરેટર ધર્મેન્દ્ર પંચાલ, અકોટા વિધાનસભા માટે નરવીરસિંહ ચૂડાસમા, રાવપુરા વિધાનસભા માટે સદાનંદભાઇ દેસાઇ, અને માંજલપુર વિધાનસભા માટે પૂર્વ મેયર અને હાલના કોર્પોરેટર નિલેશસિંહ રાઠોડના નામની જાહેરાત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત નામો પૈકી કેટલાક શહેર ભાજપ પ્રમુખની રેસમાં હતા. જો કે, પાર્ટીએ નવા જ ચહેરાને તક આપીને સૌ કોઇને ચોંકાવી દીધા છે.
આ પણ વાંચો --- VADODARA : વડોદરા શહેર ભાજપ પ્રમુખનો તાજ ડો. જયપ્રકાશ સોનીના શિરે