Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અભિનયની સાથે સંગીતની દુનિયામાં પણ દમ બતાવશે આદિત્ય રોય કપૂર, ટૂંક સમયમાં રિલીઝ કરશે આલ્બમ

આદિત્ય રોય કપૂર પોતાના અંગત જીવનને લઈને લાંબા સમયથી મીડિયામાં ચર્ચામાં છે. અભિનેત્રી અનન્યા પાંડે સાથે આદિત્યના કથિત પ્રેમ સંબંધો આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. જો કે, બંને કલાકારો તેમના સંબંધોને લઈને ચૂપ રહ્યા છે. પરંતુ આજે આદિત્યના લાઈમલાઈટમાં...
અભિનયની સાથે સંગીતની દુનિયામાં પણ દમ બતાવશે આદિત્ય રોય કપૂર  ટૂંક સમયમાં રિલીઝ કરશે આલ્બમ
Advertisement

આદિત્ય રોય કપૂર પોતાના અંગત જીવનને લઈને લાંબા સમયથી મીડિયામાં ચર્ચામાં છે. અભિનેત્રી અનન્યા પાંડે સાથે આદિત્યના કથિત પ્રેમ સંબંધો આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. જો કે, બંને કલાકારો તેમના સંબંધોને લઈને ચૂપ રહ્યા છે. પરંતુ આજે આદિત્યના લાઈમલાઈટમાં આવવાનું કારણ તેની પર્સનલ લાઈફ નહીં પરંતુ તેની પ્રોફેશનલ લાઈફ છે. અહેવાલ છે કે, 'ધ નાઈટ મેનેજર 2'માં પોતાનો અભિનયથી લોકોના હ્રદયમાં જગ્યા બનાવનાવ આદિત્ય રોય કપૂર ટૂંક સમયમાં જ ગાયક તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. સાંભળીને કંઈ શોક લાગ્યો ?? તો વાત સાચી છે, તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો...સિનેમા જગતમાં એવા ઘણા કલાકારો છે, જેઓ પોતાની વર્સેટિલિટીથી લોકોના દિલ જીતી લે છે. આમાં આદિત્ય રોય કપૂરનું નામ પણ સામેલ છે. એક સારા અભિનેતા હોવા ઉપરાંત, આદિત્ય એક પ્રતિભાશાળી સંગીતકાર પણ છે અને ઘણીવાર ગિટાર વગાડતા તેના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. આવી સ્થિતિમાં, સમાચાર સામે આવી રહ્યા છે કે અભિનેતા ટૂંક સમયમાં એક સોલો આલ્બમ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે. તાજેતરના ઇન્ટરવ્યુમાં, આદિત્ય રોય કપૂરે ખુલાસો કર્યો કે તે સ્ટુડિયોમાં સખત મહેનત કરી રહ્યો છે અને તેનું આલ્બમ રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યો છે.જો આદિત્ય રોય કપૂરનું માનીએ તો, સંગીત છેલ્લા ઘણા વર્ષોથી તેનો શોખ છે, પરંતુ હવે તેણે કારકિર્દી તરીકે તેને ગંભીરતાથી લેવાનું નક્કી કર્યું છે. ઇન્ટરવ્યુ દરમિયાન આદિત્ય રોય કપૂરે એમ પણ કહ્યું હતું કે તે છેલ્લા કેટલાક સમયથી પોતાના અને તેના મિત્રો માટે ગીતો લખી અને કંપોઝ કરી રહ્યો છે. હવે, તેને લાગે છે કે આ દુનિયાને તેમને અવાજ સંભળાવવા માટે તેમને મુક્ત કરવાનો આ યોગ્ય સમય છે. આ સાથે આદિત્યએ એવી હિંટ પણ આપી હતી કે તે પોતાની ફિલ્મોમાં ગીતો પોતે જ ગાઈ શકે છે.આદિત્યએ જણાવ્યું કે તેને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ 'આશિકી 2' દરમિયાન ગાવાની તક પણ મળી હતી. જો કે તે સમયે મામલો થાળે પડ્યો ન હતો. તેમના કહેવા પ્રમાણે, ફિલ્મ નિર્દેશક મોહિત સૂરી ઇચ્છતા હતા કે તે સ્ટુડિયોમાં જઈને ગીત ગાશે અને અનુભવે કે તે કેવું છે કારણ કે તેણે ફિલ્મમાં પ્રખ્યાત ગાયકની ભૂમિકા ભજવી હતી.આદિત્યના અંગત જીવનની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી તેના અને અનન્યા પાંડેના ડેટિંગના સમાચાર આવી રહ્યા છે. લિસ્બનથી તેમની કેટલીક તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેના પછી તેમના ડેટિંગના સમાચારે લોકોનું ધ્યાન વધુ ખેચ્યું.આદિત્યના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતા છેલ્લે 'ધ નાઈટ મેનેજર 2'માં જોવા મળ્યો હતો. આદિત્ય આગામી સમયમાં સારા અલી ખાન સાથે અનુરાગ બાસુના દિગ્દર્શિત ફિલ્મ 'મેટ્રો...ઇન ડિનો'માં જોવા મળશે.

આ પણ વાંચો –અમદાવાદમાં ફરી એકવાર વિસ્મય શાહ કેસનું પુનરાવર્તન, 10 લોકોના થયા મોત

Advertisement

આ પણ વાંચો – AHMEDABAD NEWS : ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત, કોન્સ્ટેબલ સહિત 10 નાં મોત

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - રવિ પટેલ

Tags :
Advertisement

Related News

featured-img
મનોરંજન

Amol Palekar : લીજેન્ડ ફિલ્મ સર્જકોને નજીકથી નીરખ્યા-Viewfinder થકી

featured-img
મનોરંજન

Farah Khan : બૉલીવુડની ટોપની કોરિયગ્રાફર અને ડિરેક્ટર

featured-img
મનોરંજન

Manna Dey : આ હતા રાજકપૂરના મન્ના ડે અને મન્ના ડેના રાજકપૂર

featured-img
મનોરંજન

Game Changer Review: રામ ચરણે ગેમ પલટી, દર્શકોને કહાનીના 'રાજ' ગમ્યા!

featured-img
મનોરંજન

L&T ચેરમેનના '90 કલાક કામ' અંગેનાં નિવેદન બાદ રોષે ભરાઈ Deepika Padukone ! કહ્યું- આટલા ઊંચા..!

featured-img
મનોરંજન

આ અભિનેત્રી સુંદર ચહેરા માટે મોઢા પર લગાવે છે થૂંક, જણાવ્યા ખાસ ફાયદા

×

Live Tv

Trending News

.

×