Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આદિત્ય રોય કપૂર જીતવા માટે ખતરનાક રીતે લડવું પડશે, જુઓ વીડિયો

આદિત્ય રોય કપૂરની ફિલ્મ ઓમ ધ બેટલ વિધીનનું ટીઝર આજે રિલીઝ થઈ ગયું છે. ટીઝર એક્શનથી ભરપૂર છે. ફિલ્મમાં આદિત્યની સાથે સંજના સાંઘી લીડ રોલમાં છે.  View this post on Instagram A post shared by @adityaroykapur ટીઝરમાં આદિત્ય ફુલ એક્શન કરતો જોવા મળી રહ્યો છે. દમદાર અવાજ સાથે શરૂ થાય છે કે હું કોણ છું, મને કંઈપણ યાદ નથી. પછી એક  અવાજ આવે છે જે  ઋષિનો છે. આ પછી આદિત્યની એન્ટ્રી થાય છે જે દુશ્મનો સામે લડતા જોવા મળે છે. આદિત્યન
આદિત્ય રોય કપૂર જીતવા માટે  ખતરનાક રીતે લડવું પડશે  જુઓ વીડિયો

આદિત્ય રોય કપૂરની ફિલ્મ ઓમ ધ બેટલ વિધીનનું ટીઝર આજે રિલીઝ થઈ ગયું છે. ટીઝર એક્શનથી ભરપૂર છે. ફિલ્મમાં આદિત્યની સાથે સંજના સાંઘી લીડ રોલમાં છે.

Advertisement

ટીઝરમાં આદિત્ય ફુલ એક્શન કરતો જોવા મળી રહ્યો છે. દમદાર અવાજ સાથે શરૂ થાય છે કે હું કોણ છું, મને કંઈપણ યાદ નથી. પછી એક  અવાજ આવે છે જે  ઋષિનો છે. આ પછી આદિત્યની એન્ટ્રી થાય છે જે દુશ્મનો સામે લડતા જોવા મળે છે. આદિત્યનો અવાજ ફરી સંભળાય છે, યુદ્ધ જીતવા માટે તેણે ઘણી વખત લડવું પડે છે. ત્યારબાદ ટીઝરમાં હેલિકોપ્ટર ક્રેશ અને અનેક બ્લાસ્ટ જેવા ખતરનાક દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. આ પછી, આદિત્ય ફરીથી કહે છે કે, ' રક્ત રહે કે ના રહે, રાષ્ટ્ર હંમેશા રહેશે.' ટીઝર શેર કરતા આદિત્યએ લખ્યું કે, યુદ્ધ જીતવા માટે તેને ઘણી વખત લડવું પડે છે. ઓમનું ટીઝર આજે રિલીઝ થયું છે. આ ફિલ્મ 1 જુલાઈ 2022ના રોજ રિલીઝ થશે.
આદિત્ય છેલ્લે વર્ષ 2020માં લુડો ફિલ્મમાં જોવા મળ્યો હતો. અનુરાગ કશ્યપની આ ફિલ્મમાં ઘણી વાર્તાઓ બતાવવામાં આવી હતી. આમાં આદિત્ય સાથે સાન્યા મલ્હોત્રા હતી. આ ફિલ્મમાં આદિત્ય અને સાન્યા વચ્ચે બોલ્ડ સીન્સ પણ હતા જેની ખૂબ જ ચર્ચા થઈ હતી. આ ફિલ્મ બાદ આદિત્ય હવે વર્ષ 2022માં આ ફિલ્મમાં જોવા મળવાનો છે. ઓમ ધ બેટલ વિધીનનું નિર્દેશન કપિલ વર્મા કરી રહ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.