VADODARA : ઇશારાથી શરૂ થયેલા મામલાના અંતે ભારે ધમાલ
VADODARA : વડોદરા (VADODARA) ના છાણીમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં કચરો નાંખવા ગયેલા શખ્સને અજાણ્યા શખ્સો દ્વારા ઇશારો કરવામાં આવ્યો હતો. જેની સામે કોઇ પ્રત્યુત્તર ના આપતા શખ્સો ફરિયાદીના ભત્રીજાની પાસે આવ્યા હતા. અને મારામારી કરી હતી. ત્યાર બાદ તેઓ ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા. અને ભારે ધમાલ મચાવી હતી. આખરે આસપાસના લોકો દોડી આવતા પરિસ્થીતી થાળે પડી હતી. સમગ્ર મામલે છાણી પોલીસ મથકમાં ત્રણ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
હું તમને ઓળખતો નથી
છાણી પોલીસ મથક (CHHANI POLICE STATION - VADODARA) માં જોન પ્રવીણભાઇ ઓલીવર એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે વિતેલા 22 વર્ષથી કલરકામ કરીને પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે. ગતરોજ તેઓ તેમના પત્ની અને ભત્રીજા સાથે ઘરે હાજર હતા. દરમિયાન તેમને ફોન આવતા તેઓ કામ અર્થે બહાર ગયા હતા. અને સાંજના સુમારે પરત ફર્યા હતા. તેવામાં ફરિયાદીનો ભત્રીજો કચરો નાંખવા માટે કેનાલ બાજુ ગયો હતો. ત્યાં બે અજાણ્યા શખ્સો દ્વારા તેને હાથ ઉંચો કરીને બોલાવ્યો હતો. પરંતુ તેમની સાથે વાતચીત નહીં કરવી હોવાથી તેણે ઇગ્નોર કર્યું હતું. બાદમાં ફરી ઇશારો કરતા તેણે કહ્યું કે, હું તમને ઓળખતો નથી. તમારી જોડે વાતચીત કેમ કરું.
લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત ઘરે દોડી આવ્યો
જે બાદ બે અજાણ્યા શખ્સોએ કહ્યું કે, તને અમારી સાથે વાતચીત કરવામાં શું વાંધો છે. બાદમાં છુટ્ટા હાથે મારામારી કરી હતી. આક્રોશમાં આવીને તેમણે બાજુમાં પડેલો પથ્થર ફરિયાદીના ભત્રીજાને મારી દીધો હતો. તે બાદ લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત ઘરે દોડી આવ્યો હતો. તેવામાં બુમાબુમ થતા પરિજનો દોડી આવ્યા હતા. અને પરિસ્થિતી જાણી હતી. તેવામાં પાછળથી હાથમાં બ્લોક રાખીને ત્રણ જેટલા શખ્સો મારવા દોડી આવ્યા હતા. અને ઝઘડો કરીને મારવા લાગ્યા હતા. જેથી ફરિયાદીએ ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો.
અંદર કુદીને પરિવારના સભ્યોને માર માર્યો
જો કે, તે બાદ અજાણ્યા શખ્સે ઘરની બારીમાં પથ્થરનો બ્લોક મારીને બારીનો કાચ તોડી નાંખ્યો હતો. અને અંદર કુદીને પરિવારના સભ્યોને માર માર્યો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. બાદમાં પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા તેઓ આવી પહોંચ્યા હતા. આખરે ઉપરોક્ત મામલે ત્રણ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ છાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
આ પણ વાંચો --- VADODARA : MSU ના પૂર્વ VC હજી પણ યુનિ.ના બંગલે ચીટકી રહ્યા