VADODARA : ચાંદોદથી કાવડ યાત્રા શરૂ, પગપાળા સંઘ નિકળ્યો
VADODARA : વડોદરા (VADODARA) ના ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા 125 ઉપરાંત યુવાનો યાત્રાધામ ચાંદોદ થી કાવડ લઈ પગપાળા મોટનાથ મહાદેવ ખાતે રવાના થયા.તા.2 ને શુક્રવારે પ્રદોષના દિવસે નર્મદા જળ થી મહાદેવ ને કરશે અભિષેક.
કાવડ યાત્રાનો પગપાળા શુભારંભ
આગામી 4 તારીખ રવિવાર થી શ્રાવણ માસ ની પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે યાત્રાધામ ચાંદોદ નર્મદા નદી ના જળ થી અનેક કાવડ લઇ અલગ અલગ મહાદેવ ના મંદિર થશે જળ અભિષેક. ત્યારે આજે કાવડ યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે વડોદરા ના 125 ઉપરાંત જેટલા યુવાનો યાત્રાધામ ચાંદોદ ખાતે વહેલી સવારે આવી પહોંચ્યા હતા. નર્મદામાં સ્નાન પૂજા તેમજ નર્મદાજીને શ્રીફળ અર્પણ કરીને નર્મદા જળ લઈને કાવડ યાત્રાનો પગપાળા શુભારંભ કર્યો હતો. બમ બમ ભોલે, હર હર મહાદેવ ના નાદ સાથે કાવડ યાત્રા નીકળી હતી.
યુવાનો 3 દિવસ સુધી ઉપાસ પર
મહત્વની વાત કરીએ તો છેલ્લા 15 વર્ષ થી કાવડ યાત્રા નું આયોજન આ વર્ષે 16 માં વર્ષ માં મંગલ પ્રવેશ કર્યો છે. જેમાં 125 ઉપરાંત યુવાનો કાવડ લઇ ચાંદોદ થી વડોદરા હરણી મોટનાથ મહાદેવ મંદિરે પહોંચશે અને તારીખ 2 ને શુક્રવારે પ્રદોષ શિવરાત્રી ના દિવસે મોટનાથ મહાદેવ પર નર્મદા જળ થી અભિષેક કરવામાં આવશે. આ કાવડયાત્રા દરમ્યાન દરેક કાવડ્યા યુવાનો 3 દિવસ સુધી ઉપાસ રાખવામાં આવ્યો છે. અને રસ્તા માં દરેક જગ્યાએ સુંદર ફરાળી નાસ્તો તેમજ જમવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ કાવડ યાત્રા માં જે યુવાનો વડોદરા માં વર્ષો થી રહે છે, જે ટ્રાન્સપોર્ટ નો વ્યવસાય ધરાવતા યુવાનો છે મૂળ હરિયાણા,રાજસ્થાન તેમજ ઉતરભારતી ના રહેવાસી છે.
અહેવાલ - પીન્ટુ પટેલ, ડભોઇ-વડોદરા
આ પણ વાંચો -- CHHOTA UDEPUR : મહિલાઓના જીવનમાં બદલાવનું માધ્યમ બનતી સહકારી મંડળી