પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં ચાંદોદ સમાવિષ્ટ
વડોદરા જિલ્લામાં દર્ભાવતિ - ડભોઇ નગરનાં ઐતિહાસિક ગઢભવાની મંદિર અને તિર્થધામ ચાંદોદમાં આધુનિક સુવિધાઓ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર ડભોઈના ગઢભવાની માતાજી મંદિર અને હવસીદે ગામ ઘાટ ચાંદોદ-કરનાળીનો વિકાસ કરવા સરકાર દ્રારા સૈધાંતિક મંજૂરી અને ગ્રાંટની ફાળવણી થતાં ડભોઇ...
વડોદરા જિલ્લામાં દર્ભાવતિ - ડભોઇ નગરનાં ઐતિહાસિક ગઢભવાની મંદિર અને તિર્થધામ ચાંદોદમાં આધુનિક સુવિધાઓ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર
ડભોઈના ગઢભવાની માતાજી મંદિર અને હવસીદે ગામ ઘાટ ચાંદોદ-કરનાળીનો વિકાસ કરવા સરકાર દ્રારા સૈધાંતિક મંજૂરી અને ગ્રાંટની ફાળવણી થતાં ડભોઇ વિધાનસભા મત વિસ્તારમાં દિવાળી જેવો માહોલ જોવા મળે છે અને વિસ્તારના નાગરિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના પ્રયત્નો
ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્રારા ડભોઈને દર્ભાવતીની ઓળખ આપવા માટે ડભોઇમાં આવેલ ગઢભવાની મંદિરના વિકાસ - આધુનિકરણ અને ચાંદોદ કરનાળીના વિકાસ માટે સરકારમાં રજૂઆત કરેલ જે હવે રંગ લાવી રહી છે. ડભોઇના હિરાભાગોળમાં આવેલ ગઢભવાની મંદિરના વિકાસ માટે 210 લાખના ખર્ચે દરખાસ્તને મંજૂરી આપી અનુદાનની ફાળવણી કરવામાં આવી છે. જેને પગલે ડભોઇના હિરાભાગોળને નવી ઓળખ મળશે અને ડભોઈ હવે દર્ભાવતી બનશે સાથે સાથે ચાંદોદ ખાતે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડને સર્વે કરી ગુજરાત પ્રવાસન વિભાગને જાણ કરવા જણાવાયુ છે. જયારે ચાંદોદમાં હવસીદેગામા ધાટનુ નવીનીકરણ કરવા 774 લાખના ખર્ચે કરવામાં આવશે, સરકારના આ ર્નીણયની જાન થતા જ ડભોઇ અને ચાંદોદ માં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. ડભોઇ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતા ડભોઈ ને દર્ભાવતી બનાવવા કમરકસી હોવાનું જોવા મળી રહયું છે
રિપોર્ટ: પીન્ટુ પટેલ ડભોઇ વડોદરા.
Advertisement