Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પોલીસ અને GST અધિકારીના નામે ફોન કરીને પૈસા પડાવતો ગઠિયો ઝબ્બે

VADODARA : આરોપી સરકારી કર્મચારી ના હોવા છતાં પોલીસ તેમજ જીએસટી વિભાગમાંથી બોલુ છુ, કહીને વેપારીઓને બાનમાં લેતો હતો
vadodara   પોલીસ અને gst અધિકારીના નામે ફોન કરીને પૈસા પડાવતો ગઠિયો ઝબ્બે
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં પોલીસ અને જીએસટી અધિકારીના નામે ફોન કરીને પૈસા પડાવતા ગઠિયાને ક્રાઇમ બ્રાન્ચે (VADODARA CRIME BRANCH) દબોચી લીધો છે. તાજેતરમાં તેણે ભૂજના વેપારીનો ફોન કરીને તેની પાસેથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન થતી રૂ. 81 હજાર પડાવ્યા હોવાનું તેણે કબુલ્યું છે. આરોપી સામે અગાઉ ત્રણ ગુનાઓ નોંધાઇ ચુક્યા છે.

Advertisement

કેસ કરવાની ધમકી આપીને વેપારીઓને ડરાવી રહ્યો છે

વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનાખોરી ડામવા માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે. તાજેતરમાં ટીમ પેટ્રોલીંગમાં હતી, દરમિયાન બાતમી મળી કે, અગાઉ ઠગાઇના ગુનામાં પકડાયેલો શખ્સ ઝુબેર ઇબ્રાહીમ મેમણ (રહે. રાજપુરાની પોળ, વડોદરા) હાલ પોતાના ફાયદા માટે સરકારી કર્મચારી ના હોવા છતાં પોલીસ તેમજ જીએસટી વિભાગમાંથી બોલુ છુ તેવી ઓળખ આપીને વેપારીઓને ફોન પર બીલ વગરનો માલ તેમજ ચોરીનો માલ લીધેલો હોવાનું જણાવીને ધમકી આપી રહ્યો છે. સાથે જ કેસ કરવાની ધમકી આપીને વેપારીઓને ડરાવી રહ્યો છે અને તેમના પાસેથી પૈસા પડાવી રહ્યો છે.

Advertisement

ટ્રાન્ઝેક્શન દિકરાને ઉમરા જવાનું જણાવીને અન્ય વેપારીને વિશ્વાસમાં લઇને કર્યું

બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને દબોચ્યો હતો. અને તેની પુછપરછ શરૂ કરી હતી. આરોપીઓ જણાવ્યું કે, તેણે એક જ્વેલરને ફોન કરી પોતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલું છું, તેમ જણાવ્યું હતું. અને ચોરીના સોના-ચાંદી ખરીદી કર્યા હોવાનું જણાવીને ગુનામાં તેની ધરપકડ કરવાનો ડર ઘૂસાડ્યો હતો. જો ધરપકડથી બચવું હોય તો રૂપિયા આપવા પડશે. તેમ જણાવીને ટુકડે ટુકડે રૂ. 81 હજાર પડાવ્યા હતા. જેનું એક ટ્રાન્ઝેક્શન દિકરાને ઉમરા જવાનું જણાવીને અન્ય વેપારીને વિશ્વાસમાં લઇને કર્યું હતું. બાદમાં તે પૈસા વેપારીના મિત્રના ખાતામાં નંખાવીને મેળવી લીધા હતા.

Advertisement

ત્રણ પોલીસ મથકમાં નોંધાઇ ચુકી છે ફરિયાદ

આરોપી ઝુબેર મેમણની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી બોટાડના ગઢડા પોલીસ મથક, ભૂજ એ ડીવીઝ અને જેપી રોડ, વડોદરા પોલીસ મથકમાં પોલીસ ચોપડે ચઢી ચુક્યો છે.

આ પણ વાંચો -- VADODARA : બાઇકની ટાંકીને દારૂનું સંગ્રહ સ્થાન બનાવવાની ચાલાકી નાકામ

Tags :
Advertisement

Trending News

.

×