Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ભારત બંધમાં લોકોને જોડવા રેલી નિકળી, વેપારીઓને અપીલ

VADODARA : આજરોજ વિવિધ સંગઠનો દ્વારા ભારત બંધ (BHARAT BANDH) નું એલાન આપવામાં આવ્યું છે. જેની અસર વડોદરા (VADODARA) માં પણ જોવા મળી રહી છે. વડોદરામાં વિવિધ સંગઠનોએ એકત્ર થઇને ભારત બંધના એલાનને સફળ બનાવવા માટે મંગળબજાર સહિતના બજારોમાં ફરીને...
vadodara   ભારત બંધમાં લોકોને જોડવા રેલી નિકળી  વેપારીઓને અપીલ

VADODARA : આજરોજ વિવિધ સંગઠનો દ્વારા ભારત બંધ (BHARAT BANDH) નું એલાન આપવામાં આવ્યું છે. જેની અસર વડોદરા (VADODARA) માં પણ જોવા મળી રહી છે. વડોદરામાં વિવિધ સંગઠનોએ એકત્ર થઇને ભારત બંધના એલાનને સફળ બનાવવા માટે મંગળબજાર સહિતના બજારોમાં ફરીને વેપારીઓને બંધમાં જોડાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. વેપારીઓ દ્વારા સારો સહયોગ મળી રહ્યો હોવાનો દાવો આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

Advertisement

એકત્ર થઇને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે

સમગ્ર મામલે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, તાજેતરમાં 1 ઓગસ્ટ, 2024 ના રોજ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતી-અનુસૂચિત જનજાતિ પર એક ચુકાદો આપવામાં આવ્યો છે. જેના વિરોધમાં આજે અનુસૂચિત જાતી-અનુસૂચિત જનજાતિ દ્વારા એકત્ર થઇને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. આજે સવારે શહેરના મધ્યમાં આવેલા સુરસાગર પાસેના ગાંધીનગર ગૃહ બહાર મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો એકત્ર થયા છે. અને ભારત બંધને વડોદરામાં સફળ બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.

એનાઉન્સમેન્ટ કરીને ભારત બંધમાં જોડાવવા માટે અપીલ

આ આગેવાનોએ રેલી સ્વરૂપે નિકળીને શહેરના મંગળબજારમાં ફરીને વેપારીઓને ભાગત બંધમાં જોડાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. સાથે જ માઇક પર એનાઉન્સમેન્ટ કરીને ભારત બંધમાં જોડાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. જેમાં વેપારીઓ તરફથી સહયોગ મળી રહ્યો હોવાનો દાવો આગેવાનો-કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોને ભારત બંધમાં જોડાવવા માટે અપીલ કરનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

આ રેલી દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આગેવાનો-કાર્યકરો દ્વારા પણ શાંતિ પૂર્વક લોકોને અપીલ કરીને શિસ્તબદ્ધ રીતે રેલીને આગળ વધારવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : 2 મહિના પહેલા બનેલા રોડની અવદશા શરૂ

Advertisement

Tags :
Advertisement

.