Stress : તણાવ ભગાડવા જોડાવ 9 દિવસના હેપ્પીનેસ પ્રોગ્રામમાં...
Stress : આજકાલની તણાવ (Stress) ભરી જીવનશૈલીમાં લોકો વિવિધ રોગથી પીડાઇ રહ્યા છે. લોકો આત્મસુખ મેળવવા ઇચ્છી રહ્યા છે ત્યારે આગામી 14 માર્ચથી 22 માર્ચ સુધી અમદાવાદમાં જાણીતા સ્ટ્રેસ ફ્રી લિવીંગ એકસપર્ટ બીકે પૂનમબેન (cs)નો 9 સ્ટેપ ઓફ ઇન્ટરએક્ટિવ મેડિટેશન વર્કશોપ યોજવામાં આવ્યો છે. આ વર્કશોપમાં ભાગ લઇ તમે આધ્યાત્મિક જીવનશૈલી અપનાવી તણાવ (Stress )મુક્ત રહેવાની સાથે તણાવ (Stress )ના કારણે થનારા રોગને પણ ભગાવી શકો છે. 9 દિવસનો હેપ્પીનેસ પ્રોગ્રામ તણાવમુક્ત જીવનની ઔષધી-અધ્યાત્મિક્તા તરફ લઇ જવાનો પ્રોગ્રામ છે.
અમદાવાદના સાયન્સ સિટી રોડ પર શુકનમોલ ચાર રસ્તા પાસે નિરમા ગ્રાઉન્ડમાં આયોજન
જાણીતા સ્ટ્રેસ ફ્રી લિવીંગ એકસપર્ટ બીકે પૂનમબેન (cs) ભારતભરમાં લાખો લોકોને આધ્યાત્મિક જીવનશૈલી દ્વારા લાભાન્વીત કરીને હવે અમદાવાદમાં આવી રહ્યા છે. અમદાવાદના સાયન્સ સિટી રોડ પર શુકનમોલ ચાર રસ્તા પાસે નિરમા ગ્રાઉન્ડમાં બીકે પૂનમબેનનો આ વર્કશોપ યોજવામાં આવ્યો છે.
9 દિવસ આ કાર્યક્રમો રહેશે
અલવિદા તણાવ નામના આ વર્કશોપમાં 9 સ્ટેપ્સ દ્વારા ઇન્ટરએક્ટિવ મેડિટેશન વર્કશોપનું આયોજન કરાયું છે. પહેલા દિવસે ચિંતા રહિત જીવનશૈલી, બીજા દિવસે ખુશીઓથી મુલાકાત (ખુશીઓનો ઉત્સવ), ત્રીજા દિવસે સ્વયંની ઓળખાણ (આત્મજ્ઞાન ઉત્સવ), ચોથા દિવસે ગહન ઇશ્વરીય અનુભૂતિ (આનંદ ઉત્સવ), પાંચમા દિવસે સુખી જીવનનું રહસ્ય (પરિવર્તન ઉત્સવ) છઠ્ઠા દિવસે મેડિટેશન (ધ્યાન ઉત્સવ) અને સાતમા દિવસે અલૌકિક જન્મ ઉત્સવ અને આઠમા દિવસે વિશ્વ નાટક સમયનું રહસ્ય (મહાવિજય ઉત્સવ) તથા નવમા દિવસે ગુડ બાય ટેંશન ઉત્સવ યોજાશે.
વર્કશોપમાં તમામ માટે પ્રવેશ નિશુલ્ક
14 થી 22 માર્ચ સુધી અમદાવાદના સાયન્સ સિટી રોડ પર શુકનમોલ ચાર રસ્તા પાસે નિરમા ગ્રાઉન્ડમાં બીકે પૂનમબેન (cs)નો આ વર્કશોપ યોજવામાં આવ્યો છે. રાત્રે 8-15 થી 10 વાગ્યા સુધી આ વર્કશોપ યોજાશે. આ વર્કશોપમાં તમામ માટે પ્રવેશ નિશુલ્ક રહેશે.
બીકે પૂનમબેન (cs) 500થી વધુ હેપ્પીનેસ પ્રોગ્રામ કરી ચુક્યા છે
બીકે પૂનમબેન (cs) 500થી વધુ હેપ્પીનેસ પ્રોગ્રામ કરી ચુક્યા છે અને તેમનો 25 વર્ષથી વધુ અનુંભવ છે. તેમણે દેશના 22 રાજ્યોમાં હેપ્પીનેસ પ્રોગ્રામ યોજ્યા છે અને તેના દ્વારા લાખો લોકોને લાભ થયો છે. અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા બ્રહ્માકુમારીઝ, મેડિટેશન હબ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
હેપ્પીનેસ કાર્યક્રમ લોકોને ખુબજ ફાયદો કરાવશે
આધુનિક જીવનશૈલી અને દોડધામના કારણે આજે લોકો અનેક પ્રકારના તણાવથી પીડાઇ રહ્યા છે અને સાથે સાથે બીપી, ડાયાબીટી,, હ્રદયરોગ અને ડિપ્રેશનનો પણ શિકાર બની રહ્યો છે ત્યારે 9 દિવસનો આ હેપ્પીનેસ કાર્યક્રમ લોકોને ખુબજ ફાયદો કરાવશે.