Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે 50 જેટલા વેપારી પ્રતિનિધિઓએ ચોપડા પૂજન કરાયું

અહેવાલ - ગજેન્દ્ર ખાચર સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે હનુમાનજી દાદાના સાનિધ્યમાં આજે દિવાળી પર્વ નિમિત્તે 50થી વધુ વેપારી અગ્રણીઓએ શાસ્ત્રોકત વિધિથી લક્ષ્મી અને ચોપડા પૂજન કર્યું હતું. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ વિશ્વ વિખ્યાત સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર...
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે 50 જેટલા વેપારી પ્રતિનિધિઓએ ચોપડા પૂજન કરાયું

અહેવાલ - ગજેન્દ્ર ખાચર

Advertisement

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે હનુમાનજી દાદાના સાનિધ્યમાં આજે દિવાળી પર્વ નિમિત્તે 50થી વધુ વેપારી અગ્રણીઓએ શાસ્ત્રોકત વિધિથી લક્ષ્મી અને ચોપડા પૂજન કર્યું હતું. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ વિશ્વ વિખ્યાત સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે દીપાવલીના પર્વ નિમિત્તે આજે હનુમાનજી દાદાને ફુલોનો દિવ્ય શણગાર કરાયો હતો.

Advertisement

દિવાળી એટલે અનેક પર્વોનો સમૂહ વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદશ અને આજે દિપાવલી એટલે દિપમાળાઓની ફટાકડા સાથે ચોપડા પૂજન. ચોપડા પૂજન દ્વારા શ્રી11નો અને શુભ લાભનો સંદેશ આપણી પરંપરામાં પ્રચલિત છે. ત્યારે આજે દિવાળી નિમિત્તે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી દાદાના પરીસરમાં સમૂહ ચોપડા પૂજન કરાયું હતું. અલગ અલગ ગામોથી આવેલા 50 જેટલા વેપારી પ્રતિનિધિઓએ દાદાના સાનિધ્યમાં શાસ્ત્રોકત વિધિથી ચોપડા પૂજન કરી પૂજનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Advertisement

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગર દાસજી દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ ઉપરાંત શાસ્ત્રી હરિપ્રકાશદાસજીએ પૂજકોને આશીર્વાદ પાઠવ્યા હતા. ત્યારે દાદાના દરબારમાં ચોપડા પૂજન કરીને વેપારીઓ અને તમામ ગ્રામજનો ધન્યતા અનુભવી હતી.

ચોપડા પૂજન પ્રસંગે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું કે, આજે દિવાળીએ લક્ષ્મી, પૂજન ચોપડા પૂજનનું સનાતન હિન્દુ સંસ્કૃતિમાં અનેરું મહત્ત્વ છે. સૌ-સૌની રીતે તમામ વેપારીઓ ચોપડા પૂજન કરતા હોય છે. પરંતુ સાળંગપુર દાદાના દરબારમાં ચોપડા પૂજન કરીને વેપારીઓ અને તમામ ગ્રામજનો ધન્યતા અનુભવે છે. કારણ કે, હનુમાન દાદા અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા છે. એટલે અહીં ચોપડા પૂજન દાદાના સાનિધ્યમાં થાય તે ધન્યતા છે.

આ પણ વાંચો - અલૌકિક છે જુનાગઢનું એકમાત્ર પૌરાણિક મહાલક્ષ્મી મંદિર, દિવાળીના દિવસે ઉમટે છે ભક્તોનું ઘોડાપૂર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Tags :
Advertisement

.