Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુપ્રીમ કોર્ટના SC-ST પેટા અનામતના વિરોધમાં 21 ઓગસ્ટે ભારત બંધ!

દલિત સમુદાયો દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કરાયો આ ચુકાદાથી સમાજમાં આંતરિક રીતે વર્ગ વિગ્રહ પેદા થઇ શકે તેવી શક્યતા સમાજમાં હજી પણ દલિત સમાજની ગ્રાહ્યતા નહી હોવાનો માયાવતીનો દાવો નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ગત્ત સપ્તાહે SC-ST અનામત...
સુપ્રીમ કોર્ટના sc st પેટા અનામતના વિરોધમાં 21 ઓગસ્ટે ભારત બંધ
Advertisement
  • દલિત સમુદાયો દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કરાયો
  • આ ચુકાદાથી સમાજમાં આંતરિક રીતે વર્ગ વિગ્રહ પેદા થઇ શકે તેવી શક્યતા
  • સમાજમાં હજી પણ દલિત સમાજની ગ્રાહ્યતા નહી હોવાનો માયાવતીનો દાવો
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ગત્ત સપ્તાહે SC-ST અનામત ક્વોટાની અંદર જ ઉપક્વોટા આપી શકાય તે પ્રકારનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, રાજ્ય સરકારને લાગે છે કે, એસસી કે એસટી વર્ગની કોઇ જાતિ હજી પણ પછાત છે તો તેને સબ કોટા નિશ્ચિત કરી શકાય છે. એટલું જ નહીં 7 જજોની સંવૈધાનિક બેંચે 4-3 ના બહુમત સાથે કહ્યું હતું કે, SC-ST માં ક્રીમીલેયરની પણ ઓળખ થવી જોઇએ. આ વર્ગમાં ક્રીમીલેયર હેઠળ આવનારા લોકોને અનામતનો લાભ ન મળવો જોઇએ. તેના બદલે તે જ સમાજના ગરીબોને પ્રાધાન્ય મળવું જોઇએ. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાનું એક વર્ગ દ્વારા સ્વાગત કર્યું તો દલિત સમાજના એક મોટા વર્ગમાં આ અંગે ભારે ઉચાટ જોવા મળી રહ્યો છે.

ટ્વિટર પર છેલ્લા બે દિવસથી ચાલી રહ્યો છે ટ્રેન્ડ

ટ્વિટર પર ગત્ત બે દિવસથી સતત તેના વિરોધમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે. 21 ઓગસ્ટના રોજ ભારત બંધનું આહ્વાન પણ અનેક દલિત સંગઠનો દ્વારા અપાયું છે. ખાસ કરીને બસપા પ્રમુખ માયાવતીએ તેનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, આ પ્રકારે અનામત ખતમ કરવાનું કાવત્રુ ચાલી રહ્યું છે. સબ કોટા પર માયાવતીએ કહ્યું કે, તેના કારણે સરકારો પોતાના મન અનુસાર કોઇ પણ જાતીને ક્વોટા ફાળવી શકશે. આ ઉપરાંત તેમણે ક્રીમીલેયર અંગે પણ સુપ્રીમ કોર્ટના મંતવ્યનો વિરોધ કર્યો હતો.

દલિત સમુદાયના 10 ટકા લોકો જ આગળ આવ્યા

માયાવતીએ કહ્યું કે, તે વાત સાચી છે કે, દલિત સમાજમાં 10 ટકા લોકો પાસે પૈસા આવ્યા છે. તેઓ પદો પર પહોંચ્યા છે પરંતુ તેમના બાળકો પાસેથી અનામતનો લાભ છીનવી શકાય નહીં. એવું એટલા માટે કારણ કે જાતિવાદી માનિસકાતના લોકોના વિચાર હજી પણ નથી બદલ્યા. પૈસા આવવા છતા પણ સમાજમાં તેમની સ્વીકાર્યતા નથી. તેવામાં અનામત છીનવી યોગ્ય નહીં હોય.
બીજી તરફ ભાજપ આ અંગે કોઇ પણ પ્રતિક્રિયા આપવાનું ટાળી રહ્યા છે. જો કે આગરાની કેંટ સીટના ધારાસભ્ય જી.એસ ધર્મેશ એક્ટિવ થઇ ચુક્યા છે. તેમણે રવિવારે ભારત બંધનું સમર્થન કરતા સમાજના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. જીએસ ધર્મેશ દલિત સમાજમાંથી આવે છે.

ભાજપ ધારાસભ્યએ કહ્યું, પીએમ મોદીને મળશે

ભાજપ ધારાસભ્ય તથા પૂર્વ રાજ્યમંત્રી ડૉ. જીએસ ધર્મેશે કહ્યું કે, SC-ST અનામત સાથે કોઇ પણ પ્રકારની છેડછાડ યોગ્ય નથી. એક પ્રતિનિધિ મંડળ ટુંક જ સમયમાં વડાપ્રધાન મોદીને મળવા જશે. 2એપ્રીલ, 2018  ના એસસી-એસટી અત્યાચાર નિવારણ એક્ટના નિર્ણય અંગે કેબિનેટમાં થયેલા સંશોધનની જેમ જ આ નિર્ણયને પણ કેબિનેટમાં બદલવાની માંગ ઉઠાવાશે. ઉલ્લેખનીય છે કે, ચિરાગ પાસવાને આ મામલે પુનર્વિચાર અરજી દાખલ કરવાની વાત કહી છે. જ્યારે નગીનાથી સાંસદ ચંદ્રશેખર આઝાદે પણ આ નિર્ણયનો વિરોધ કર્યો છે.
Advertisement
Tags :
Advertisement

Trending News

.

×