ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

VADODARA : અંજના હોસ્પિટલ શંકાના ઘેરામાં, "ખ્યાતિ" જેવું કૌભાંડ ખુલી શકે છે

VADODARA : દર્દીનું કહેવું છે કે, જરૂર નથી તેવાને ઓક્સિજન માસ્ક પહેરાવાય છે. અને ફોટાને આયુષ્યમાન કાર્ડની વેસબાઇટ પર અપલોડ કરાય છે
11:30 AM Nov 14, 2024 IST | PARTH PANDYA
featuredImage featuredImage

VADODARA : અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલમાં સરકારી યોજના થકી ખોટી રીતે આર્થિક લાભ લેવાની લ્હાયમાં મહેસાણા (Mehsana) જિલ્લાનાં બોરીસણા ગામ બે દર્દીઓનાં મોત નીપજ્યાં હતા. આ મામલે ભારે હોબાળો થતા તપાસમાં હોસ્પિટલ તંત્રનાં એક પછી એક કૌભાંડ બહાર આવ્યા છે. જેને પગલે આરોગ્ય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. હવે અમદાવાદની જેમ વડોદરાના ભાયલી-સેવાસી રોડ પર આવેલી અંજના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ (Anjna Hospital & Clinisearch Pvt. Ltd.) ની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો ખ્યાતિ જેવું મોટું કૌભાંડ ખુલી શકે છે. તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં હોસ્પિટલના એક દર્દીનો વીડિયો ભારે વાયરલ થયો હતો. જેમાં દર્દીનું કહેવું છે કે, જેમને જરૂર નથી તેવાને ઓક્સિજન માસ્ક પહેરાવાય છે. અને તે ફોટાને આયુષ્યમાન કાર્ડની વેસબાઇટ પર અપલોડ કરવામાં આવે છે. જેથી અમદાવાદ બાદ હવે વડોદરાની અંજના હોસ્પિટલ પણ શંકાના ઘેરામાં આવવા પામી છે. જો કે, મામલો વેગ પકડતા અંજના હોસ્પિટલ સામે સનસનીખેજ મામલો સપાટી પર આવ્યા બાદ હોસ્પિટલના સંચાલકો દ્વારા લૂલો બચાવ કરવામાં આવ્યો છે.

ખોટી રીતે આર્થિક લાભ લેવાની લ્હાયમાં બે દર્દીઓનાં મોત નીપજ્યાં

સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે આયુષ્યમાન કાર્ડની યોજના અમલમાં મુકવામાં આવી છે. લોકો માટે તો આ યોજના આશિર્વાદ સમાન છે, પરંતુ તબિબો આ યોજનાનો બેફામ ઉપયોગ કરીને દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરીને પોતાના ગજવા ભરી રહ્યા હોય તેવા કિસ્સાઓ સપાટી પર આવવા પામ્યા છે. જે ખરેખર ચિંતાનો વિષય છે. તાજેતરમાં અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલમાં સરકારી યોજના થકી ખોટી રીતે આર્થિક લાભ લેવાની લ્હાયમાં મહેસાણા (Mehsana) જિલ્લાનાં બોરીસણા ગામ બે દર્દીઓનાં મોત નીપજ્યાં હતા. આ મામલે ભારે હોબાળો થતા તપાસમાં હોસ્પિટલ તંત્રનાં એક પછી એક કૌભાંડ બહાર આવ્યા છે. હવે વડોદરાની અંજના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ (Anjna Hospital & Clinisearch Pvt. Ltd.) શંકાના ઘેરામાં આવી છે. જેની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ ખુલી શકે તેમ લાગી રહ્યું છે.

ગંભીર બેદરકારી છતી કરે તેવા સનસનીખેજ આરોપો

થોડાક સમય પહેલા ભાયલી-સેવાસી વિસ્તારમાં આવેલી અંજના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ (Anjna Hospital & Clinisearch Pvt. Ltd.) નો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં દર્દી દ્વારા હોસ્પિટલની ચાલતી ગંભીર બેદરકારી છતી કરે તેવા સનસનીખેજ આરોપો મુકવામાં આવ્યા હતા. વાયરલ વીડિયોમાં દર્દી જણાવે છે કે, જે દર્દીઓને ઓક્સિજન માસ્કની જરૂર નથી. તેવા દર્દીઓને ઓક્સિજન માસ્ક પહેરાવાય છે. ઓક્સિજન માસ્ક સાથે દર્દીના ફોટા પાડી આયુષ્યમાન કાર્ડની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે છે.

ફોટા પાડે છે, અને બાદમાં માસ્ક કઢાવી નાંખે છે

વાયરલ વીડિયોમાં દર્દી અત્યંત ચોંકાવનારૂ નિવેદન કરતા જણાવે છે કે, ચેકીંગ આવતું હોવાથી હોસ્પિટલના આઇસીયુમાં દાખલ તમામ દર્દીઓને ઓક્સિજન માસ્ક પહેરાવ્યા હતા. કલાકો સુધી માસ્ક પહેરાવડાનીને બેસાડી રાખ્યા બાદ કઢાવી નાંખ્યા હતા. રોજ ઓક્સિજન માસ્ક પહેરાવડાવે છે, ફોટા પાડે છે, અને બાદમાં માસ્ક કઢાવી નાંખે છે.

મામલો સપાટી પર આવ્યા બાદ આગળ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું

ઉપરોક્ત સોશિયલ મીડિયામાં વાયલર થયેલા વીડિયોને પગલે અંજના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ (Anjna Hospital & Clinisearch Pvt. Ltd.) દ્વારા પણ અમદાવાદની ખ્તાતિ હોસ્પિટલની જેમ કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવું વાયરલ વીડિયોમાં જાણવા મળી રહ્યું છે. હવે આ મામલો સપાટી પર આવ્યા બાદ આગળ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. આ હોસ્પિટલની વેબસાઇટ અનુસાર, તેના એમડી અને સીઇઓ ડો. અમન ખન્ના છે. જ્યારે ડો. મલ્લિકા ખન્ના ડાયરેક્ટર અને ક્લિનિકલ હેડ છે. તથા ડાયરેક્ટર અને સીએફઓ સુનિલ કપુર છે.

સંચાલકો દ્વારા લૂલો બચાવ કરવામાં આવ્યો

અંજના હોસ્પિટલ સામે સનસનીખેજ મામલો સપાટી પર આવ્યા બાદ હોસ્પિટલના સંચાલકો દ્વારા લૂલો બચાવ કરવામાં આવ્યો છે. ડો. મલ્લિકા ખન્નાએ જણાવ્યું કે, મહિનામાં હોસ્પિટલમાં 50 જેટલા દર્દીઓ દાખલ થાય છે. અન્ય હોસ્પિટલના તબિબો પણ દર્દીઓને અંજના હોસ્પિટલમાં રીફર કરે છે. અમે કંઇ ખોટું નથી કરતા. દર્દીને જરૂર હોય તો જ આઇસીયુમાં રાખવામાં આવે છે. કોઇ કારણવગર દર્દીને અમે ઓક્સિજન આપતા નથી.

આ પણ વાંચો -- Khyati Hospital : સંચાલકો પર વધી ભીંસ! વધુ એક ફરિયાદ નોંધાઈ, 1 ડોક્ટરની ધરપકડ

Tags :
administrationagainstAllegationAnjnaHospitalmultispecialtypatientraiseseriousVadodaraVideoViral