Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ઇજાગ્રસ્તના દાગીના-રોકડ પરિવારને સોંપી ઇમાનદારી બતાવી

VADODARA : સ્ટાફને શખ્સે પહેરેલા દાગીના અને તેમની પાસેની રોકડ સલામત રીતે સાચવી રાખીને તેમના પરિવારને સુપરત કરી હતી.
vadodara   ઇજાગ્રસ્તના દાગીના રોકડ પરિવારને સોંપી ઇમાનદારી બતાવી

VADODARA : આજના સમયમાં આપણે ચોરી, લૂંટ જોઇ રહ્યા છીએ. સીસીટીવી હોવાના કારણે કેટલાક કિસ્સાઓમાં તો ચોરી લાઇવ જોઇ શકીએ છીએ. ત્યારે આજે પણ ઇમાનદારી જીવંત હોવાની પ્રતિતિ કરાવતો કિસ્સો વડોદરા (VADODARA) માં સામે આવ્યો છે. દિપાવલી પર્વ પર અલકાપુરી વિસ્તારમાં એક શખ્સનો અકસ્માત થયો હતો. તેને સારવાર માટે લઇ જતી 108 એમબ્યુલન્સ (108 AMBULANCE - VADODARA) ના સ્ટાફને શખ્સે પહેરેલા દાગીના અને તેમની પાસેની રોકડ સલામત રીતે સાચવી રાખીને તેમના પરિવારને સુપરત કરી હતી. તમામની અંદાજીત કુલ કિંમત 2.80 લાખ રૂપિયાથી વધુની હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા

દેશભરમાં દિપાવલી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ પર્વ સમયે ઇમરજન્સીને પહોંચી વળવા માટે 108 એમ્બ્યુલન્સ સેવાઓ દ્વારા પણ પૂર્વ તૈયારીઓ કરી લીધી છે. તાજેતરમાં વડોદરાના અલકાપુરી વિસ્તારમાં બાઇક પર પસાર થઇ રહેલા શખ્સને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતા ઘાયલ મનોજભાઇ પંજાબીને સારવાર અર્થે ખસેડવા માટે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. અકસ્માત સમયે તેઓ એકલા હતા. અને તાત્કાલિક એમ્બ્યુલન્સે સ્થળ પર પહોંચીને તેમને જરૂરી મદદ કરી હતી. અને ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા બતાવવામાં આવેલી ઇમાનદારી ઉદાહરણીય

ઘટના સમયે ઇજાગ્રસ્તે સોનું પહેર્યું હતું. અને તેમની પાસે રોકડ પણ હતા. 108 એમ્બ્યુન્સના સ્ટાફે તમામ વસ્તુને સાવચેતી પૂર્વક રાખી મુકીને રાખી હતી. તેવામાં ઇજાગ્રસ્તના પરિવાર તેમની ભાળ લેવા માટે પહોંચ્યા કે તુરંત તેમને બધીજ વસ્તુઓ સુપરત કરી દેવામાં આવી હતી. આજના સમયમાં જ્યારે કોના પર ભરોસો કરવો તેવો પ્રશ્ન સૌ કોઇને સતાવી રહ્યો હોય તેવામાં 108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા બતાવવામાં આવેલી ઇમાનદારી ઉદાહરણીય છે. જે આપણને આજે પણ ઇમાનદારી જીવંત હોવાની વાતનો અહેસાસ કરાવે છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : MSU માં મુકાયેલા હજારો વર્ષ જુના અવશેષોની જાણવણી માટે વ્યવસ્થા બદલાશે

Advertisement
Tags :
Advertisement

.