ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Diwali પહેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી Amit Shah આવશે ગુજરાત, જાણો કાર્યક્રમોની સમગ્ર વિગત!

22 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી Amit Shah આણંદનાં મહેમાન બનશે NDDB ની ડાયમંડ જ્યુબિલી સેલિબ્રેશનમાં Amit Shah હાજરી આપશે 22 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જન્મદિવસ 31 ઓક્ટોબરે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે મુલાકાત લેશે મંદિરે તૈયાર થયેલ...
11:57 PM Oct 19, 2024 IST | Vipul Sen
  1. 22 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી Amit Shah આણંદનાં મહેમાન બનશે
  2. NDDB ની ડાયમંડ જ્યુબિલી સેલિબ્રેશનમાં Amit Shah હાજરી આપશે
  3. 22 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જન્મદિવસ
  4. 31 ઓક્ટોબરે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે મુલાકાત લેશે
  5. મંદિરે તૈયાર થયેલ નૂતન યાત્રિક ભવનનું અમિત શાહના હસ્તે લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah) ગુજરાતની મુલાકાતે આવવાના છે. 22 ઓક્ટોબરનાં રોજ સવારે અમિત શાહ ગુજરાત આવશે અને આણંદનાં (Anand) મહેમાન બનશે. 22 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનો જન્મદિવસ પણ છે. જન્મદિવસે દેશનાં ગૃહમંત્રી NDDB નાં મહેમાન બનશે. જ્યારે 31 ઓક્ટોબરે સાળંગપુર હનુમાનજી મંદિરે યોજાનાર મારુતિ યજ્ઞમાં દેશનાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ભાગ લેશે.

આ પણ વાંચો - Surat : BJP કોર્પોરેટરનો આપઘાતનો પ્રયાસ કે ફૂડ પોઈઝનિંગ? ભાઈએ Gujarat First ને જણાવી હકીકત!

22 ઓક્ટોબરનાં રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીનો જન્મદિવસ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah) દિવાળી પહેલા ગુજરાતની મુલાકાતે આવવાના છે. પ્રાપ્ત માહિતી મુજબ, 22 ઓક્ટોબરનાં રોજ તેઓ આણંદનાં મહેમાન બનશે અને NDDB ની ડાયમંડ જ્યુબિલી સેલિબ્રેશન તેમ જ અમુલનાં (Amul) સ્થાપક ત્રિભુવનદાસ પટેલની (Tribhuvandas Patel) જન્મ જયંતી કાર્યક્રમમાં હાજરી આપશે. જણાવી દઈએ કે, 22 ઓક્ટોબરનાં રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનો જન્મદિવસ (Amit Shah's Birthday) પણ છે. જન્મદિવસે દેશના ગૃહમંત્રી NDDB ના મહેમાન બનશે. આ ઉજવણીમાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi), મંત્રી જગદીશ વિશ્વકર્મા (Jagdish Vishwakarma) સહિત અન્ય મંત્રી, નેતા અને અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો - Surat : આર્થિક તંગીથી ઝઝૂમી રહેલા રત્ન કલાકારો માટે જનમંચ કાર્યક્રમ! અમિત ચાવડાએ કરી આ માગ

સાળંગપુર હનુમાનજી મંદિરે નૂતન યાત્રિક ભવનનું લોકાર્પણ કરશે

ઉપરાંત, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 31 ઓક્ટોબરનાં રોજ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે (Salangpur Hanumanji Temple) આવશે. સવારે 10 કલાકે તેઓ સાળંગપુર હનુમાનજી મંદિરે પહોંચશે અને હનુમાન દાદાનાં દર્શન કર્યા બાદ મંદિરે તૈયાર થયેલા નૂતન યાત્રિક ભવનનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દાદાનાં સાનિધ્યમાં મારુતિ યજ્ઞમાં ભાગ લેશે. આ કાર્યક્રમ અંગે કોઠારી વિવેકસાગર સ્વામીએ (Kothari Viveksagar Swami) માહિતી આપી છે. જણાવી દઈએ કે, નૂતન યાત્રિક ભવનમાં 1100 જેટલા રૂમ તૈયાર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો - Porbandar : કુખ્યાત Bhima Dula ફરી એકવાર પોલીસનાં સંકજામાં! હવે આ કેસમાં થઈ અટકાયત

Tags :
Amit ShahAmit Shah's birthdayAnandbirth anniversary of Amul founder Tribhuvandas PatelBreaking News In GujaratiCM Bhupendra PatelDiwali 2024Gujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsHarsh SanghviJagdish VishwakarmaKothari Viveksagar SwamiLatest News In GujaratiMaruti YajnaNational Dairy Development BoardNDDBNews In GujaratiSalangpur Hanumanji templeUnion Home and Cooperation Minister
Next Article