Vav Assembly by-Election Result: ભાજપે કોંગ્રેસનો ગઢ તોડી પાડ્યો! વાવમાં જંગી બહુમત સાથે સ્વરૂપજીએ મારી બાજી
- વાવ બેઠક પર સ્વરૂપજીનો જંગી બહુમત સાથે વિજય થયો
- સ્વરૂપજી ઠાકોરે મતોથી મેળવી જંગી જીત
- કોંગ્રેસને પોતાના ગઢમાં હારનો સમાનો કરવો પડ્યો
Vav Assembly by-Election Result: વાવ વિધાનસભા બેઠક ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે જીતી લીધી છે. આ બેઠક પર સ્વરૂપજીનો જંગી બહુમત સાથે વિજય થયો છે. જેના કારણે ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ બેઠક ગુજરાતમાં જ નહીં પરંતુ કેન્દ્ર સુધી ચર્ચાનો વિષય બની હતી. આ બેઠક પર સ્વરૂપજીને જીત મળતી અન્ય બે ઉમેદવારોમાં નિરાશાની લાગણી જોવા મળી છે. આ બેઠક માટે ભાજપ દ્વારા સારો એવો પ્રચાર પણ કરવામાં આવ્યો હતો..
Vav Election Results : Swarupji Tahakor ભવ્ય જીત | Gujarat First #vav #VavElectionResults #win #Swarupjithakor #bjp #congress #genibenhakor #Gulabsinh #swarupjithakor #ElectionResults2024 #liveupdates #Gujaratfirst@GulabsinhRajput pic.twitter.com/xJvxJPOtVC
— Gujarat First (@GujaratFirst) November 23, 2024
સ્વરૂપજી ઠાકોર 2367 મતથી વિજય મેળવી
કોંગ્રેસનો ગઢ ગણાતી એવી વાવ બેઠક પર સ્વરૂપજી ઠાકોર 2367 મતથી વિજય મેળવી છે. બનાસકાંઠામાં દર વખતની ચૂંટણીમાં છેલ્લા 8 રાઉન્ડ પરિણામમાં મોટી ઉલટફેર કરતા હોય છે. આ વખતે પણ એવું થયું છે. 16 રાઉન્ડ સુધી ગુલાબસિંહ રાજપૂત લીડમાં ચાલી રહ્યાં હતાં. ત્યારે બાદ સ્વરૂપજી મેદાનમાં આવ્યાં અને મેદાન મારી લીધું હતું. અત્યારે વાવ બેઠક પર ભાજપની ભવ્ય જીત થઈ છે.
આ રહ્યા દરેક રાઉન્ડના આંકડા
મતગણતરીના રાઉન્ડ | ગુલાબસિહ રાજપૂત (કોંગ્રેસ) | સ્વરૂપજી ઠાકોર (ભાજપ) | માવજી પટેલ (અપક્ષ) | લીડ |
1 | 4190 | 3939 | 2119 | કોંગ્રેસ 251 |
2 | 7795 | 7498 | 4800 | કોંગ્રેસ 270 |
3 | 5458 | 3689 | 1710 | કોંગ્રેસ 1,173 |
4 | 16,673 | 15,266 | 7,110 | કોગ્રેસ 1,402 |
5 | 22,298 | 19,677 | 7,452 | કોગ્રેસ 2,621 |
6 | 29,679 | 21972 | 7518 | કોંગ્રેસ 7,760 |
7 | 37079 | 24609 | - | કોંગ્રેસ 11,531 |
8 | 41610 | 27919 | - | કોંગ્રેસ 12752 |
9 | 41297 | 31597 | 9961 | કોંગ્રેસ 13,292 |
10 | 48253 | 35886 | કોંગ્રેસ 12,367 | |
11 | 51724 | 38950 | 12156 | કોંગ્રેસ 12,774 |
12 | 55,451 | 42,677 | 14,749 | કોંગ્રેસ 12,767 |
13 | 60,362 | 46,617 | 14,749 | કોંગ્રેસ 13,938 |
14 | 64,093 | 49,624 | 16,950 | કોંગ્રેસ 14,062 |
15 | 67,467 | 53,545 | 18,583 | કોંગ્રેસ 13516 |
16 | 71,025 | 58,121 | 18,992 | કોંગ્રેસ 12497 |
17 | 74,010 | 63,239 | 19,392 | કોંગ્રેસ 10,404 |
18 | 76,745 | 68,205 | 20,392 | કોંગ્રેસ 8,179 |
19 | 78,981 | 72,754 | 20,645 | કોંગ્રેસ 5,810 |
20 | 81,529 | 77,395 | 21,638 | કોંગ્રેસ 3,525 |
21 | 83,685 | 83,135 | 21,638 | કોંગ્રેસ 3,526 |
વાવમાં સ્વરૂપજી ઠાકોરની મહેનત રંગ લાવી
ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભાજપના અનેક રાજકીય નેતાઓ વાવ બેઠકમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી માટે પ્રચાર કર્યો હતો. આ સાથે સ્વરૂપજીએ પણ પોતાના પ્રચાર પૂરજોશમાં કર્યો હતો. નોંધનીય છે કે, સામે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પણ સારી એવી મહેનત કરી હતી પરંતુ વાવની લોકોએ પોતાના નેતા તરીકે સ્વરૂપજી ઠાકોરને પસંદ કર્યાં છે
આ પણ વાંચો: Maharashtra: એકનાથ શિંદે ફેક્ટર! મહારાષ્ટ્રમાં મહાયુતિ બની મહાબલી!