Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vav Assembly by-Election: વટની લડાઈમાં આજે આવશે પરિણામ! Gujarat First પર મળશે પળેપળની માહિતી

Vav Assembly by-Election: મતગણતરી જગાણા ખાતે આજે સવારે 8 વાગ્યે શરૂ થશે, જેમાં પ્રથમ 30 મિનિટમાં પોસ્ટલ બેલેટની ગણતરી થશે. ત્યારબાદ, 8.30 વાગ્યાથી EVM મતગણતરી શરૂ થશે.
vav assembly by election  વટની લડાઈમાં આજે આવશે પરિણામ  gujarat first પર મળશે પળેપળની માહિતી
Advertisement
  1. સવારે 8 વાગ્યાથી જગાણા ખાતે મતગણતરી હાથ ધરાશે
  2. સવારે 8થી 8.30 વાગ્યા સુધી પોસ્ટલ બેલેટની ગણતરી
  3. 8.30 વાગ્યાથી EVMની રાઉન્ડની મતગણતરી હાથ ધરાશે
  4. કુલ 23 રાઉન્ડમાં યોજાશે વાવની ચૂંટણીની મતગણતરી

Vav Assembly by-Election: વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું આજે પરિણામ આવવાનું છે. નોંધનીય છે કે, વિધાનસભાની બેઠક પર મહત્વપૂર્ણ પરિણામ જાહેર થશે. ગુજરાત ફર્સ્ટ પર વાવની પેટાચૂંટણીની પળેપળની ખબર મળતી રહેશે. મતગણતરી જગાણા ખાતે આજે સવારે 8 વાગ્યે શરૂ થશે, જેમાં પ્રથમ 30 મિનિટમાં પોસ્ટલ બેલેટની ગણતરી થશે. ત્યારબાદ, 8.30 વાગ્યાથી EVM મતગણતરી શરૂ થશે. કુલ 23 રાઉન્ડમાં આ મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થશે.

આ પણ વાંચો: BJP નાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા મામલે જૈન મુનિ સૂર્ય સાગર મહારાજના નેતા-પોલીસ પર પ્રહાર!

Advertisement

મતગણતરીને ધ્યાને રાખીને 400 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત

સુરક્ષાનીવાત કરવામાં આવે તો મતગણતરીને ધ્યાને રાખીને 400 જેટલા પોલીસ કર્મચારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા આપવામાં આવ્યાં છે. વાવ વિધાનસભાની પેટાચૂંટણી પ્રક્રિયામાં 159થી વધુ અધિકારી અને કર્મચારી પણ જોડાયેલા છે. નોંધનીય આ બેઠકની ચૂંટણી ગુજરાત જ નહીં પરંતુ છેક કેન્દ્ર સુધી ધ્યાને લેવાઈ છે. ચૂંટણીની વિશેષ વાત કરવામાં આવે તો, વાવની પેટાચૂંટણીમાં આ વખતે 70.55 ટકા મતદાન નોંધાયું હતું, જે સ્વયંમાં આ ચૂંટણીના પ્રભાવશાળી ભાગીદારીને દર્શાવે છે. આ પરિણામથી આ વિસ્તારની રાજકીય ભવિષ્યવાણી પર ઘણી અસર પડે તેવી આશંકા છે.

Advertisement

આ પણ વાંચો: Surat : સિંગણપોરમાં પતિએ ચપ્પાના ઉપરાછાપરી ઘા ઝીંકી પત્નીની હત્યા કરી, પછી કર્યો આપઘાત

દરેકનો બસ એક જ દાવો અમારો ઉમેદવાર જીતશે!

વાત વિધાનસાભની પેટાચૂંટણીમાં ભાજપે સ્વરૂપજી ઠાકોરની જીત નક્કી જ છે તેવો દાવો કર્યો છે, જ્યારે કોંગ્રેસે પણ ગુલાબસિંહ રાજપૂતના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. એટલું જ નહીં પરંતુ અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ પોતાની જીત માટે આશ્વસ્ત છે. તો હવે જનાતાએ કોના પર જીતનો વિશ્વાસ મૂક્યો છે, તે આજે જાણવા મળી જશે. પરંતુ અત્યારે વાવમાં કોની જીત થશે તેમાં લોકોમાં પણ કેટકેટલાય મત જોવા મળ્યાં છે.

આ પણ વાંચો: Junagadh : ભવનાથ મંદિરનાં મહંત બનવા હરિગીરી બાપુએ રૂપિયા આપ્યા હતા : મહેશગીરી બાપુ

Tags :
Advertisement

Trending News

.

×