ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : લાકડાની આડમાં લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો

Surat : રાજસ્થાનથી ટેમ્પામાં લાકડાની આડમાં ભરેલો વિદેશી દારૂ (Foreign Liquor) કામરેજ તરફ જાય એ પહેલા જિલ્લા એલસીબીએ માણેકપોર (LCB at Manekpore) ખાતેથી ઝડપી (Seized) લીધો હતો. મળતી માહિતી અનુસાર કુલ 12.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. બાતમીની આધારે પોલીસ...
03:39 PM Apr 27, 2024 IST | Hardik Shah
Surat A quantity of liquor

Surat : રાજસ્થાનથી ટેમ્પામાં લાકડાની આડમાં ભરેલો વિદેશી દારૂ (Foreign Liquor) કામરેજ તરફ જાય એ પહેલા જિલ્લા એલસીબીએ માણેકપોર (LCB at Manekpore) ખાતેથી ઝડપી (Seized) લીધો હતો. મળતી માહિતી અનુસાર કુલ 12.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

બાતમીની આધારે પોલીસ થઇ સતર્ક

સુરત જિલ્લા એલસીબી ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે એક ટાટા ટેમ્પો નંબર GJ 02 AT 0575 માં જલાઉ લાકડાની આડમાં વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાન ખાતેના રાજસમદથી ભરીને વાયા મધ્યપ્રદેશ, ઇન્દોર બાયપાસ થઈ મહારાષ્ટ્રના નવાપુર થઈ નેશનલ હાઇવે 53 ઉપર થઈ વ્યારા થઈ બારડોલી, કામરેજ તરફ લઇ જવામાં આવી રહ્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે જિલ્લા એલસીબીની ટીમે બારડોલી તાલુકાના માણેકપોર ગામની સીમમાં ધૂલિયાથી સુરત જતાં નેશનલ હાઇવે 53 ચેક પોસ્ટ પર વોચ ગોઠવી દીધી હતી. અને બાતમી વાળો ટેમ્પો આવતા જ તેણે અટકાવી ચેક કરતા તેમાંથી વિદેશી દારૂની 5100 બોટલ મળી આવી હતી.

પોલીસે કુલ 12.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

જિલ્લા એલસીબીની ટીમે 7.27 લાખનો વિદેશી દારૂ, એક મોબાઈલ, 25000 ની કિંમતના જલાઉ લાકડા, તાડપત્રી, ટેમ્પો સહિત કુલ 12.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને ટેમ્પા ચાલક રતન ખટીકને ઝડપી વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર, વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર અને વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટેમ્પો કપાસન ખાતે આપી જનાર અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અહેવાલ -ઉદય જાદવ

આ પણ વાંચો - Surat : BJP ની ઐતિહાસિક જીત! મુકેશ દલાલ બન્યા બિનહરીફ સાંસદ, સત્તાવાર રીતે અપાયું જીતનું સર્ટિફિકેટ

આ પણ વાંચો - Kshatriya Asmita Sammelan : 28 મીએ અહીં યોજાશે ક્ષત્રિયોનું મહાસંમેલન, પુરુષ-મહિલાઓ માટે ડ્રેસ કોડ પણ નક્કી!

Tags :
GujaratGujarat FirstGujarat NewsGujarati Newsquantity of liquorseizedSuratSurat newsWoodWood Seized
Next Article