ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનાનાં 1 મહિના બાદ વધુ 3 ની ધરપકડ

સુરતમાં (Surat) ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં વધુ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધી પોલીસે 6 બાળકો અને 33 લોકોની ધરપકડ કરી છે. CCTV ફૂટેજનાં આધારે પોલીસે કાર્યવાહી કરી 3 લોકોને ઝડપી પાડ્યા છે. ગણેશોત્સવ દરમિયાન...
11:22 AM Oct 15, 2024 IST | Vipul Sen

સુરતમાં (Surat) ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં વધુ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધી પોલીસે 6 બાળકો અને 33 લોકોની ધરપકડ કરી છે. CCTV ફૂટેજનાં આધારે પોલીસે કાર્યવાહી કરી 3 લોકોને ઝડપી પાડ્યા છે. ગણેશોત્સવ દરમિયાન સુરતનાં સૈયદપુરામાં (Sayedpura) ગણેશ પંડાલ પર પથ્થરમારો થયો હતો, જેમાં ટોળાઓએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. પોલીસ અધિકારી સહિત 5 પોલીસ કર્મી ઘવાયા હતા.

આ પણ વાંચો - Amreli : BJP માં આવ્યા બાદ પ્રથમ વખત પૂર્વ MLA અંબરીશ ડેરને સોંપાઈ આ મોટી જવાબદારી

ગણેશ પંડાલમાં પથ્થરમારામાં વધુ 3 ની ધરપરકડ

સુરતનાં (Surat) સૈયદપુરામાં 8 સપ્ટેમ્બર, 2024 ના રોજ ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે તંગદિલી છવાઈ હતી. મોડી રાતે સુરત પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ સહિત જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થિતિને કાબૂમાં લેવાની કોશિશ કરી હતી. પરંતુ, કેટલાક અસામાજિક તત્વોએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો, જેમાં અધિકારી સહિત 5 પોલીસકર્મી ઘવાયા હતા. આ ઘટનામાં કાર્યવાહી કરી પોલીસે (Surat Police) CCTV ફૂટેજ અને વાઇરલ વીડિયોનાં આધારે અગાઉ અનેક લોકોની ધરપકડ કરી હતી. ત્યારે હવે વધુ 3 લોકોને ઝડપ્યા છે.

આ પણ વાંચો - Surat : Gym માં વધુ એક હાર્ટ એટેક! ટ્રેડમિલ પર ચાલતી વેળાએ વેપારી અચાનક ઢળી પડ્યો

પોલીસે 6 બાળકો અને 33 લોકોની ધરપકડ કરી

સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની (Stone Pelting on Ganesh pandal) ઘટનામાં અત્યાર સુધીમાં 6 બાળકો અને 33 લોકોને પોલીસે પકડ્યા છે. જો કે, તમામ આરોપીઓને જમીન આપી દેવામાં આવ્યા છે. આ હુમલામાં પોલીસે જે તે દિવસે કોમ્બિગ કરી 27 આરોપીઓને ઝડપી પડ્યા હતા. ઘટનાને પગલે મોડી રાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનાની નોંધ કેન્દ્ર દ્વારા પણ લેવામાં આવી હતી. આ કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો - Ahmedabad : આજે રેસિડેન્ટ ડોક્ટરો એક દિવસની પ્રતિકાત્મક હડતાળ પર, જાણો શું છે કારણ ?

Tags :
Breaking News In GujaratiCctv FootageGanesh pandalGaneshotsavGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsHarsh SanghviLatest Gujarati NewsLatest News In GujaratiNews In Gujaratistone peltingStone Pelting in SayedpuraSuratSurat Police
Next Article