દ્વારકાના દરિયામાં ચરસના પેકેટ મળ્યા પછી પોરબંદર પોલીસે શું કર્યું જુઓ
ગુજરાતના સંવેદનશીલ દરિયા (Sensitive Coast of Gujarat) કિનારે લાખો રૂપિયાના ચરસના પેકેટ (Packets of Charas) વધુ એક વાર મળી આવતા ભારે ચર્ચાનો માહોલ સર્જાયો છે. દ્વારકા જિલ્લા (Dwarka district) ના દરિયા કાંઠે બિનવારસી ચરસ (Illegal Charas) ના પેકેટો મળી આવતા પોરબંદર પોલીસ (Porbandar Police) પણ એલર્ટ (Alert) થઈ હતી અને વિવિધ લેડિંગ પોઇન્ટ (Landing Point) પર ચેકીંગ શરૂ કરી.
લેન્ડીંગ પોઇન્ટ પર પોલીસનુ ચેકીંગ
પોરબંદર જિલ્લાના પોલીસ અધીક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના દ્વારા તાજેતરમા દ્વારકા દરિયા કિનારા પાસેથી મળી આવેલા બિનવારસી ચરસના પેકેટ મળી આવ્યા હતા. તે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર કે.એમ.પ્રિયદર્શી તથા પો.સબ.ઇન્સ આર.પી.ચુડાસમા તથા પી.ડી.જાદવને સૂચના આપવામાં આવેલ જે સૂચના આધારે એસ.ઓ.જીની ટીમ તથા મિયાણી મરીન પોલીસ સ્ટાફ સાથે રાખી દરિયા કિનારે આવેલા લેન્ડીંગ પોઇન્ટ તથા કાઠાના વિસ્તારોમાં સધન ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું.
મિયાણમીમા માછીમારો માટે જાગૃતિ સેમિનાર
મિયાણી મરીન વિસ્તારમાં ફિશરમેન અવરનેશ પ્રોગ્રામનુ આયોજન કરી માછીમારોને ચોમાસું સત્ર ચાલુ હોય જેથી દરિયો ન ખેડવા તેમજ દરીયાકાંઠા વિસ્તારમા કોઇપણ બિનવારસી ચીજ વસ્તુ અથવા પેકેટો મળી આવે તો પોરબંદર એસ.ઓ.જી તથા નજીકના પોલીસ સ્ટેશનમા તથા પોલીસ કંટ્રોલરૂમ પર જાણ કરવા સૂચના કરેલી છે. તેમજ હાલની દેશની તથા રાજયની આંતરીક સુરક્ષા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ બનવા પામે નહીં તે હેતુથી સુરક્ષા એજન્સીઓને મદદરૂપ થવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ કામગીરીમાં PI કે.એમ.પ્રિયદર્શી તથા મિયાણી મરીન પોલીસ સ્ટેશન PI એન.એન.તળાવીયા તથા PSI આર.પી.ચુડાસમા તથા PSI પી.ડી.જાદવ તથા એ.એસ.આઇ એમ.એચ.બેલીમ તથા પો.હેડ.કોન્સ રવિભાઇ ચાઉ, મોહીતભાઇ ગોરાણીયા, સરમણભાઇ રાતીયા, સમીરભાઇ જુણેજા, તથા પો.કોન્સ. દીલીપભાઇ ઓડેદરા, ભીમાભાઇ ઓડેદરા, તથા ડ્રા.પો.હેડ.કોન્સ ગીરીશભાઇ વાજા, ચંદ્રસિંહ જાડેજા રોકાયેલા હતા.
અહેવાલ - કિશન ચૌહાણ
આ પણ વાંચો - Dwarka Expressway: 9000 કરોડનો ખર્ચ, સિંગલ પિલર પર 8 લેન અને 9 કિમી : જાણો એક્સપ્રેસ વેની વિશેષતા