Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

થર્ટી ફર્સ્ટ લઈને પોરબંદર પોલીસ એક્શનમાં, વિવિધ ચેક પોસ્ટ પર પોલીસનું સઘન વાહન ચેકીંગ

પોરબંદર જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીની સૂચનાથી 31 ડિસેમ્બરના ધ્યાને લઇને જિલ્લામાં સઘન વાહન ચેકીંગ તથા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે પોરબંદર જિલ્લામાં નશો કરીને નિકળનારાને ચેક કરવા બ્રેથ એનેલાઇઝર્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છેપોરબંદર જિલ્લામાં 11 જેટલી ચેક પોસ્ટો ઉભી કરવામાં આવી છે તથા પોરબંદર જિલ્લાના એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર ચાંપતો પોલિસ બંદોબસ્ત ગોઠવી દેà
થર્ટી ફર્સ્ટ લઈને પોરબંદર પોલીસ એક્શનમાં  વિવિધ ચેક પોસ્ટ પર પોલીસનું સઘન વાહન ચેકીંગ
પોરબંદર જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીની સૂચનાથી 31 ડિસેમ્બરના ધ્યાને લઇને જિલ્લામાં સઘન વાહન ચેકીંગ તથા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે પોરબંદર જિલ્લામાં નશો કરીને નિકળનારાને ચેક કરવા બ્રેથ એનેલાઇઝર્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે
પોરબંદર જિલ્લામાં 11 જેટલી ચેક પોસ્ટો ઉભી કરવામાં આવી છે તથા પોરબંદર જિલ્લાના એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર ચાંપતો પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પોરબંદર પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છેબહાર આવતા તમામ વાહનો ઉપર પોલીસ સ્ટાફ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે
ગુંદારી ચેક પોસ્ટ ખાતે માધવપુર પોલીસનું સઘન ચેકીંગ
31 ડિસેમ્બર નિમિત્તે  ગેર પ્રવૃત્તિ  ન થાય તે અનુસંધાને પોરબંદર જિલા પોલીસ વડાની સુચનાથી માધવપુર પી એસ આઈ પરમાર અને માધવપુર પોલીસ સ્ટાફ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જૂનાગઢ અને પોરબંદર જિલ્લા ની હદ માં આવેલ ગુંદારી ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગ હાથ ધરાયુ  છે.
જયુબેલી ચાર રસ્તા પર થર્ટી ફર્સ્ટને લઈ ઉદ્યોગનગર પોલીસનું ચેકીગ
પોરબંદર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન દ્વારા જયુબેલી ચાર રસ્તા પર થર્ટી ફર્સ્ટ ને લઈ સઘન વાહન ચેકીંગ હાથ ધરાયું આવ્યું છે તમામ વાહનોનું સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે પોરબંદર જિલ્લાના એન્ટ્રી સમા તમામ મૂખ્ય રસ્તાઓ પર પોલીસનું ચેકીગ.
પોરબંદર પોલીસ દ્વારા લીસ્ટેટ બુટલેગરો ત્યાં ચેકીગ : દારૂની ગેરકાયદેસર પ્રવૃતિ અંગે પ્રોહીબીશન સ્પેશ્યલ ડ્રાઇવ
31 ડીસેમ્બરના રોજ ખ્રિસ્તી ધર્મના નવા વર્ષની ઉજવણી કરવામાં આવે જે દરમ્યાન ગેરકાયદેસર દારુની હેરાફેરી તથા સેવનની શક્યતતાઓ રહેતી હોય જે લક્ષમાં લઇ દારૂની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમાં લેવાના ઉદ્દેશ્યથી તા. 25/12/2022 થી તા. 05/01/2023 સુધી પ્રોહિબીશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ છે.
પોરબંદર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનની સુચના અને માર્ગદશર્ન હેઠળ પોરબંદર જીલ્લાના શક્ય તેટલા મહતમ પોલીસ સ્ટાફને આ ડ્રાઇવમાં ફાળવણી કરી તમામ લીસ્ટેટ બુટલેગરોને ચેક કરી તેમજ ભુતકાળમાં આવી પ્રોહીની ગે.કા. પ્રવૃતિ ચાલતી હતી ત્યાં તેમજ ચાલુ હોવાની સંભાવના હોય તેવા સ્થળોએ તેમજ દેશી/વિદેશી દારૂનું વેચાણ, સંગ્રહ, ઉત્પાદન ના સ્થળોએ રેઇડો કરવાની કાર્યવાહી કરી સફળ રેઇડો કરવા માટે વ્યુહાત્મક આયોજન કરવામાં આવેલ જેના ભાગરૂપે તા. 29/12/2022ના રોજ પોરબંદર જીલ્લા પોલીસ દ્વારા પ્રોહી કબ્જાના કેસો-18 જેમાં દેશી દારૂ લી.85 કી.રૂ. 1700નો મુદામાલ પકડી પાડવામાં આવેલ છે તેમજ પ્રોહી પીધેલ કેસો-13 શોધી કાઢી અસરકારક કામગીરી કરવામાં આવેલ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.