Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વેકેશન બાદ શાળા તો શરૂ થઇ પણ બાળકો ભણશે કેવી રીતે ? જુઓ મહિસાગર જિલ્લાની કણજાવ ગામમાં શાળાની હાલત

અહેવાલ - હસમુખ રાવલ વેકેશન બાદ શાળાનુ સત્ર શરૂ થઇ ગયું છે. વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવવા વાજતે ગાજતે પ્રવેશોત્સવના તાયફા કરાયા હતાં. સરકારી અધિકારીઓ તથા પદાધિકારીઓએ વિદ્યાર્થીઓનુ મૂલ્યાંકન કર્યુ હતું. પરંતુ કોઇનુ ધ્યાન જર્જરીત બની ગયેલી શાળાઓનુ મૂલ્યાંકન કોઇએ ના...
વેકેશન બાદ શાળા તો શરૂ થઇ પણ બાળકો ભણશે કેવી રીતે   જુઓ મહિસાગર જિલ્લાની કણજાવ ગામમાં શાળાની હાલત

અહેવાલ - હસમુખ રાવલ

Advertisement

વેકેશન બાદ શાળાનુ સત્ર શરૂ થઇ ગયું છે. વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવવા વાજતે ગાજતે પ્રવેશોત્સવના તાયફા કરાયા હતાં. સરકારી અધિકારીઓ તથા પદાધિકારીઓએ વિદ્યાર્થીઓનુ મૂલ્યાંકન કર્યુ હતું. પરંતુ કોઇનુ ધ્યાન જર્જરીત બની ગયેલી શાળાઓનુ મૂલ્યાંકન કોઇએ ના કર્યુ. મહિસાગર જિલ્લા ના લુણાવાડા તાલુકા ના કણજાવ ગામ ની સરકારી પ્રાથમિક શાળાની હાલત ખંડેર જેવી થઇ ગઇ છે 1 થી 8 ધોરણની આ પ્રા. શાળામાં 201 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 8 માંથી 7 ઓરડા જર્જરીત હાલતમાં છે જે છેલ્લા 4 વર્ષ ડીસમેનટલ જાહેર કર્યા છે. છતાં પણ કેટલાક ધોરણ ના બાળકો ને જર્જરિત ઓરડાઓ માં બેસાડવા આવી રહ્યા છે તો કેટલાક ધોરણ ના વિદ્યાર્થીઓ ને બહાર બેસીને અભ્યાસ કરવો પડે છે જર્જરીત ઓરડાઓ આજે પડુ કે કાલે તેમ ઘડિયો ગણી રહી છે.ત્યારે વાલીઓ પોતાના બાળકો ના ભવિષ્ય ની ચિંતા સાથે શાળાના મકાનને નવુ બનાવવાની માંગ કરી છે. પરંતુ કયારે બને શે તે એક મોટો સવાલ છે.

Advertisement

મહીસાગર જિલ્લા ના લુણાવાડા તાલુકા ના કણજાવ ગામે આવેલ આ સરકારી પ્રાથમિક શાળામાં 201જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 8 માંથી 7 ઓરડાઓ ખરાબ રીતે જર્જરિત હાલતમાં છે અને એકજ જ ઓરડા બાળકોને બેસવા લાયક છે જેથી હાલના સમયમાં તેઓ વર્ષો જુના જર્જરિત જૂના ઓરડામાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. જુના અને જર્જરિત હાલતમાં શાળાના ઓરડાઓ અને તેમાં પણ એક ઓરડાનો પિલર લગભગ તૂટી ગયો છે જે ગમે ત્યારે નીચે પડી શકે તેમ છે બીજા ઓરડાઓ સિમેન્ટના પતરાઓ વાળા કે જેમના છાપરાના પતરા પણ તૂટી ગયા છે આ ઓરડાઓ ક્યારેય પણ તુટી શકે છે. કોઈ પણ દુર્ઘટના પણ સર્જાઈ શકે છે. શુ સરકાર કોઈ દુર્ઘટના થાય તેની રાહ જોઈ રહી છે. આ શાળામાં કોઈ દુર્ઘટના થાય તો તેની જવાબદારી કોની તેના પર સવાલ ઉઠ્યા છે જો મકાનની દુર્દશાથી વિદ્યાર્થીઓ શાળાના ખુલ્લા મેદાનમાં અભ્યાસ કરવા મજબુર બન્યા છે.

Advertisement

ચોમાસુ દસ્તક આપી રહ્યું છે. વિદ્યાર્થીઓ શું ચાલુ વરસાદમાં અભ્યાસ કરશે ? શું આ પ્રમાણે ભારતનુ ભવિષ્ય ઘડાશે? આવા અનેક સવાલો મનમાં ઉભા થાય છે. આ શાળાના ૧ થી ૮ ધોરણના 201 વિદ્યાર્થીઓને બે ઓરડામાં કેવી રીતે બેસાડી અભ્યાસ કરાવી શકાત્ય ? બાળકો અત્યાર સુધી જીવના જોખમે શાળામાં અભ્યાસ કરી રહ્યા હતા. આ પ્રાથમિક શાળામાં ઓરડાઓની બહારની છતના સિમેન્ટના પતરા તૂટી પડ્યા હતા. જે પતરા હજુ પણ છત પર નાંખવામાં આવ્યા નથી. જુના અને જર્જરિત બની ગયેલી શાળાઓના નવીન બાંધકામ કે સમારકામ માટે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. મહીંસાગરના ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોની પ્રાથમિક શાળાઓની બદતર હાલત વચ્ચે આ રીતે બાળકો મેળવી રહ્યા છે શિક્ષણ. છેલ્લા કેટલાય વર્ષો થી શાળા જર્જરિત છે અને આ અંગે અધિકારીઓ ને વારંવાર ફરિયાદ પણ કરવામાં આવી છે પરંતુ કોઈ જ પ્રકાર નું કામ થતું નથી અને અમારા બાળકો નું ભવિષ્ય જોખમ માં હોય તેમ દેખાઈ રહ્યું છે -જેથી સમગ્ર વાલીઓ ની માંગ છે કે જલ્દી થી જલ્દી શાળા ના ઓરડાઓ બનાવવામાં આવે.

છેલ્લા કેટલાય સમય થી જર્જરિત ઓરડાને લઇ ને શાળા એ આવતા બાળકો ના વાલીઓ પોતાના બાળકોના ભવિષ્ય ની ચિંતા કરીરહ્યા છે તેમજ કેટલાય વર્ષોથી જર્જરિત ઓરડાને લઇ ને વારંવાર અધિકારીઓને ફરિયાદ પણ કરી છે પરંતુ નગોર જિલ્લા નું શિક્ષણ તંત્ર એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખતા હોય તેમ દેખાઈ રહ્યું છે ત્યારે જિલ્લા માં થોડા દિવસ પહેલા વરસાદ ના કારણે ઓરડામાં પાણી પડતું હોવાથી ઓરડાઓ ડિસમેન્ટલ કરવામાં આવ્યા છે પરંતુ સવાલ એ છે કે શિક્ષણ આવી નિષ્કાળ જી કેમ શાળા દેખી જર્જરિત ઓરડાઓ દેખ્યા અને એક પિલ્લર - બહાર દેખાતા છતના સળિયા જોઈ જાણે કોઈ મોટી દુર્ગટના ની રાહજોઇ રહ્યો છે તેમ દેખાઈ આવે છે.

શાળા માં 1 થી 8 ધોરણ આવેલા છે જેમાં 201 બાળકો અભ્યાસ કરેછે અને 7 શિક્ષકો આ શાળા માં છે અને નવ ઓરડાઓમાંથી છ ઓરડાઓ જર્જરિત હોવાથી વર્ષ 2018- માં 8 માંથી 7 -ઓરડાઓને ડિસમેન્ટલ કરવામાં આવ્યા છે અને છેલ્લા 4 વર્ષ થી અન્ય કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે ડીસ્મેન્ટલ કરેલા ઓરડાઓ માં ત્રણ ધોરણ ના વિદ્યાર્થીઓ ને એક સાથે બેસાડવા માં આવી રહ્યા છે ત્યારે સુ આવી રીતે ભણસે ગુજરાત ?

આ પણ વાંચો - ગાંધીનગરમાં પ્રિ-વાઇબ્રન્ટ ‘સ્ટાર્ટઅપ કોન્કલેવ-2023’નું આયોજન, CMએ કહ્યું- PM મોદીએ 3S સ્પોર્ટ્સ, સ્કીલ અને સ્ટાર્ટઅપનો કોન્સેપ્ટ આપ્યો…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.