Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

 ડભોઇમાં નરાધમ પશુઓની સમસ્યાને કારણે લોકો ત્રાહિમામ 

અહેવાલ - પીન્ટુ પટલ, ડભોઇ  ડભોઇ નગરમાં રખડતા પશુઓની સમસ્યાને લઇને રહીશો ત્રાહીમામ પોકારી ઊઠયા છે. ત્યારે ડભોઇ નગરના  કડિયાવાડ વિસ્તારની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ જેટલા લોકો  ઉપર  આ નરાધમ પશુઓએ હુમલો કર્યો હતો.  હાલ ગુજરાતમાં રખડતા  પશુઓનો...
 ડભોઇમાં નરાધમ પશુઓની સમસ્યાને કારણે લોકો ત્રાહિમામ 
અહેવાલ - પીન્ટુ પટલ, ડભોઇ 
ડભોઇ નગરમાં રખડતા પશુઓની સમસ્યાને લઇને રહીશો ત્રાહીમામ પોકારી ઊઠયા છે. ત્યારે ડભોઇ નગરના  કડિયાવાડ વિસ્તારની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ જેટલા લોકો  ઉપર  આ નરાધમ પશુઓએ હુમલો કર્યો હતો.
 હાલ ગુજરાતમાં રખડતા  પશુઓનો ત્રાસ ઘટવાને બદલે સતત વધી રહ્યો છે. નગર હોય કે મહાનગર, દરેક જગ્યાએ રખડતા પશુઓની સમસ્યા ઠેરની ઠેર છે. રાજ્યમાં ફરી એક વખત રખડતા  પશુઓ જાહેર રસ્તા ઉપર ફરતા નજરે પડે છે જેને લઈને સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડે છે.
 ડભોઇ નગરપાલિકા આવા રખડતા  પશુઓને પકડવાની  વોર્ડ વાઇસ અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે    તોપણ રખડતા પશુઓ જાહેર માર્ગો અને ગલીઓમાં જોવા મળે છે   હાલ ડભોઇ નગરપાલિકા ટીમ  દ્વારા  શરૂઆતમાં નગરમાં પશુઓ  પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી
હાલ નગરપાલિકા દ્વારા પશુઓ પકડવાની ખાલી ફોર્માલિટી માટે પશુઓ પકડતા હતા એવું ડભોઇ નગરમાં લોક મુખે  ચર્ચાઈ રહ્યું છે?  પાલિકા તંત્રની કામગીરી સામે અનેક  સવાલો ઉભા થયા છે.
ડભોઇ નગરમાં કડિયા સમાજ દ્વારા સમૂહ અગીયારમી શરીફની નિયાઝ પ્રસંગે ભોજન કરી ઘરે પરત ફરતા સમયે શણગાર વાડી પાસે બે  રખડતા  પશુઓએ સાત માસના બાળક અને બે યુવતી ઓને અડફેટમાં લેતા એક યુવતીને પગમાં ફેક્ચર અને શરીરે નાની મોટી ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જાણવા મળતી માહિતી મુજબ ઇજાગ્રસ્તના પરિવારો દ્વારા ડભોઇ પોલીસમાં પશુ માલિક અને નગરપાલિકા વિરોધ અરજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
 ડભોઇ નગરપાલિકા ખાતે નગરના પ્રજાજનોએ મૌખિક રજૂઆતો કરી છે છતા પણ આજદિન સુધી પાલિકાના વહીવટી તંત્ર એ  કોઈ પગલાં ભર્યા નથી.આવા રખડતા  પશુઓના માલિક સામે શું કાયૅવાહી કરવામાં આવશે ? એ જોવાનું રહ્યું
Advertisement
Tags :
Advertisement

.