પાકિસ્તાન ક્રિકેટમાં વધુ એક ડખો! અચાનક કોચ Gary Kirsten ને રાજીનામું આપતા PCB નારાજ
- ગેરી કર્સ્ટનના રાજીનામા પર PCB ચીફનું મોટું નિવેદન
- તેણે કરારની શરતોનું ઉલ્લંઘન કર્યું
- PCB કર્સ્ટનના નિર્ણયથી નારાજ
Gary Kirsten resigns : ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી ખતમ થયા બાદ પાકિસ્તાનની ટીમ (Pakistan Team) હવે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પહોંચી ગઈ છે, જ્યાં તેને મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં શ્રેણી રમવાની છે. આ પ્રવાસ 4 નવેમ્બરથી શરૂ થનારી 3 મેચની ODI શ્રેણી સાથે શરૂ થશે, જેમાં ટીમ મોહમ્મદ રિઝવાનની કેપ્ટન્સીમાં રમશે. આ પ્રવાસ પર રવાના થતા પહેલા પાકિસ્તાની ટીમને એક મોટો ફટકો પડ્યો છે. 6 મહિના પહેલા જ મર્યાદિત ઓવરના ફોર્મેટમાં મુખ્ય કોચ તરીકે નિયુક્ત થયેલા ગેરી કર્સ્ટને (Gary Kirsten) પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
PCB કર્સ્ટનના નિર્ણયથી નારાજ
PCB માટે આ મોટો ફટકો હતો કારણ કે ટીમ ઓસ્ટ્રેલિયાના મુશ્કેલ પ્રવાસ પર જવાની હતી. હવે PCB ચીફ મોહસિન નકવીનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેણે કર્સ્ટનના આ પગલા અંગે સ્પષ્ટપણે નારાજગી વ્યક્ત કરી છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમના લિમિટેડ ઓવરના ફોર્મેટના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપ્યા બાદ ગેરી કર્સ્ટને (Gary Kirsten) કોઈ નિવેદન આપ્યું નથી, ત્યારે તેમના નિર્ણય પર PCB અધ્યક્ષ મોહસિન નકવીની પહેલી પ્રતિક્રિયા હવે સામે આવી છે. મોહસીન નકવીએ એક અનૌપચારિક ચર્ચા દરમિયાન મીડિયા સાથે વાત કરતા એક નિવેદનમાં કહ્યું કે કર્સ્ટને PCB સાથેના કરારમાં સામેલ કેટલીક શરતોને ભંગ કરી છે. અમે આ બાબતે કોઈ પહેલ કરી નથી, તેઓએ જ અમારી સાથેનો કરાર સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. મોહસીન નકવીએ પોતાના નિવેદનમાં બીજું કંઈ કહ્યું નથી. જો કે, તેમણે માહિતી આપી હતી કે PCBએ મર્યાદિત ઓવરોના ફોર્મેટ માટે નવા મુખ્ય કોચ શોધવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને અત્યાર સુધીમાં આ મામલે 4-5 સંભવિત ઉમેદવારો સાથે વાત કરવામાં આવી છે.
-ગેરી કર્સ્ટન PCB થી નારાજ! આપ્યું રાજીનામું
-PCB અધ્યક્ષે કહ્યું કે ગેરી કર્સ્ટને તેના કરારની શરતોનો ભંગ કર્યો છે.#GaryKirsten #PCB #PakistanCricket #MohsinNaqvi #Pakistan pic.twitter.com/AcpVPWJ3jB
— Gujarat First (@first_gujarat) October 31, 2024
કર્સ્ટનના રાજીનામા પાછળનું કારણ હજુ બહાર આવ્યું નથી
ગેરી કર્સ્ટને (Gary Kirsten) પાકિસ્તાની લિમિટેડ ઓવર્સના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપવા પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. જો કે, એવું માનવામાં આવે છે કે બોર્ડે ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વેના પ્રવાસ માટે પાકિસ્તાની લિમિટેડ ઓવરોની ટીમના નવા કેપ્ટનની પસંદગીમાં કર્સ્ટનનો અભિપ્રાય લીધો ન હતો, જેના પછી તેમણે આ નિર્ણય લીધો હતો. દરમિયાન PCB ના સૂત્રોએ દાવો કર્યો હતો કે કર્સ્ટને પાકિસ્તાનમાં પૂરતો સમય ન વિતાવીને તેના કરારનો ભંગ કર્યો છે. તે સંપૂર્ણ વિદેશી કોચિંગ સપોર્ટ સ્ટાફ રાખવાનો આગ્રહ રાખતા હતા.
આ પણ વાંચો: Gautam Gambhir Fraud Case: ગૌતમ ગંભીરને મોટો ઝટકો, છેતરપિંડી કેસમાં થશે નવી તપાસ