Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PARSHOTTAM RUPALA : ક્ષત્રિય સમાજનો જનાક્રોશ આસમાને, યુવાનોએ ઉડાડયા રૂપાલાના પૂતળાના ચીથરે ચીથરા

રાજકોટમાં એક કાર્યક્રમમાં ભાજપના ઉમેદવાર PARSHOTTAM RUPALA એ ક્ષત્રિય સમાજ ઉપર એક ટિપ્પણી કરતુ નિવેદન આપ્યું હતું.જે નિવેદને સમગ્ર ક્ષત્રિય સમાજમાં આક્રોશ ઉભો કર્યો છે. જેના પડઘા ભરૂચમાં પડતા ક્ષત્રિય સમાજ દ્વારા ભરૂચ કલેકટર કચેરીમાં એકત્ર થઈ રૂપાલાના વિરોધના નારા...
parshottam rupala   ક્ષત્રિય સમાજનો જનાક્રોશ આસમાને  યુવાનોએ ઉડાડયા રૂપાલાના પૂતળાના ચીથરે ચીથરા

રાજકોટમાં એક કાર્યક્રમમાં ભાજપના ઉમેદવાર PARSHOTTAM RUPALA એ ક્ષત્રિય સમાજ ઉપર એક ટિપ્પણી કરતુ નિવેદન આપ્યું હતું.જે નિવેદને સમગ્ર ક્ષત્રિય સમાજમાં આક્રોશ ઉભો કર્યો છે. જેના પડઘા ભરૂચમાં પડતા ક્ષત્રિય સમાજ દ્વારા ભરૂચ કલેકટર કચેરીમાં એકત્ર થઈ રૂપાલાના વિરોધના નારા સાથે કલેકટર કચેરી ગજવી મૂકી હતી. PARSHOTTAM RUPALA ની ટિકિટ નહિ તેને જ આખે આખે કાપોના આક્રોશ વચ્ચે કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

Advertisement

રાજકોટ લોકસભા મત વિસ્તારના ભાવી ઉમેદવાર PARSHOTTAM RUPALA દ્વારા રાજપૂત સમાજ તથા રાજા રજવાડા અને સમાજની માતા બહેન દીકરીઓ વિષે ગંભીર પ્રકારની ટિપ્પણીના વિરોધમાં સમાજના લોકોમાં રૂપાલા સામે આક્રોશ ફાટી નીકળ્યો છે. રૂપાલાની માફી નહિ ચાલે તેની ઉમેદવારી રદ્દ કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ કલેકટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજના લોકો એકત્ર થયા હતા. વધુમાં PARSHOTTAM RUPALA ની ટિકિટ નહિ તેને જ આખે આખે કાપોના આક્રોશ સાથેના સૂત્રોચ્ચાર કરી ભારે વિરોધ દર્શાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Advertisement

કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યા બાદ ક્ષત્રિય સમાજના યુવાનોએ PARSHOTTAM RUPALA ના પૂતળાનું દહન કરવા માટે પૂતળું ગાડી માંથી કાઢતાની સાથે જ પોલીસે પૂતળા દહનને નિષ્ફળ બનાવવા માટે ગાડી માંથી પૂતળું બહાર નીકળે તે પહેલા જ પોલીસે પૂતળાને ખેંચી ભાગવાનો પ્રયાસ કર્યા ક્ષત્રિય સમાજના યુવાનો અને પોલીસ વચ્ચે પકદાવનો ખેલ થતા આખરે રૂપાલાના પૂતળાના ચીથરે ચીથરા ઉડતા જોવા મળ્યા હતા અને પોલીસ અને ક્ષત્રિય સમાજના યુવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા અને પોલીસે પૂતળા દહનને નિષ્ફળ બનાવ્યું હતું.

અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ

Advertisement

આ પણ વાંચો : રાજપૂત સમાજ વિશે કરેલી ટિપ્પણી માફીને લાયક નથી : પોરબંદર રાજપૂત સમાજ

Tags :
Advertisement

.