Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પોરબંદરના એક સર્વિસ સ્ટેશનની અંદર યુવક- યુવતીનું રહસ્યમય મોત

Porbandar News : પોરબંદર શહેરના એક સર્વિસ સ્ટેશન (Service Station) ની અંદર રહેલી એક કારમાં યુવક યુવતીના રહસ્યમય મોત (Mysterious Death) ની ઘટના સામે આવી છે. બપોરના સમયે બનેલી આ ઘટનામાં પોલીસને જાણ થતા પોરબંદર કમલાબાગ પોલીસ કાફલો (Police Convoy)...
પોરબંદરના એક સર્વિસ સ્ટેશનની અંદર યુવક  યુવતીનું રહસ્યમય મોત

Porbandar News : પોરબંદર શહેરના એક સર્વિસ સ્ટેશન (Service Station) ની અંદર રહેલી એક કારમાં યુવક યુવતીના રહસ્યમય મોત (Mysterious Death) ની ઘટના સામે આવી છે. બપોરના સમયે બનેલી આ ઘટનામાં પોલીસને જાણ થતા પોરબંદર કમલાબાગ પોલીસ કાફલો (Police Convoy) સ્થળ ઉપર પહોંચીને યુવક - યુવતીના મૃતદેહ (Dead bodies) ને પોરબંદરની સરકારી હોસ્પિટલ (Government Hospital) ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા પોરબંદર જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા તથા LCB સ્ટાફ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

Dhanswi service station

વાડી પ્લોટ ધનસ્વી સર્વિસ સ્ટેશનની અંદર બની ઘટના!

પોરબંદર શહેરના કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના એમજી પ્રકાશ પાન સામેની ગલીમાં આવેલા ધનસ્વી સર્વિસ સ્ટેશન (Dhanswi service station) માં રહસ્યમય મોતની ઘટના સામે આવી છે. જેમાં એક યુવક અને યુવતીનો મૃતદેહ કારમાંથી મળી આવ્યો છે. બપોરના સમયે બનેલી આ ઘટનામાં કમલાબાગ પોલીસને જાણ થતા PI વિજયસિંહ પરમાર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ મામલે તપાસ શરૂ કરી હતી અને કારની અંદર રહેલા યુવક યુવતીના મૃતદેહને પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સર્વિસ સ્ટેશનમાં કામ કરતો નિખિલ નામના યુવાન તથા એક સગીર વયની યુવતીનો મૃતદેહ કારમાંથી મળતા પોલીસ દ્વારા સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે.

Advertisement

PI Vijaysinh Parmar

PM થયા બાદ મોતનું કારણ જાણવા મળશે : કમલાબાગ PI

કમલાબાગ પોલીસ સ્ટેશનના PI વિજયસિંહ પરમારે મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આજે બપોરના સમયે કંટ્રોલરૂમથી અમને જાણ થઈ હતી. શહેરના MG રોડ પ્રકાશ પાન સામેની ગલીમાં આવેલા એક સર્વિસ સ્ટેશનમાં યુવક યુવતીના મૃતદેહ મળ્યા છે. ત્યારબાદ કમલાબાગ પોલીસે સ્થળ ઉપર જઈ કારમાં રહેલા યુવક યુવતીના મૃતદેહને પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સના માધ્યમથી મોકલ્યા હતા. પ્રથમ દૃષ્ટિએ યુવક યુવતીની હત્યા થઈ હોય તેવું જણાતું નથી. પરંતુ બંનેના PM થયા બાદ ચોક્કસ કારણ બહાર આવશે. હાલ પોલીસ દ્વારા આ ઘટનાને પગલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement

અહેવાલ - કિશન ચૌહાણ

આ પણ વાંચો - રાજપૂત સમાજ વિશે કરેલી ટિપ્પણી માફીને લાયક નથી : પોરબંદર રાજપૂત સમાજ

આ પણ વાંચો - Porbandar Food Officer: પોરબંદર જિલ્લામાં સરકારી અનાજના ગોડાઉનમાં વધુ એક કૌભાંડ આવ્યું સામે

Tags :
Advertisement

.