Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Monsoon in Gujarat : રક્ષાબંધનનાં એક દિવસ બાદ લાંબા વિરામ પછી આ જિલ્લાઓમાં મેઘરાજાની ધાસું 'Entry'

અમરેલી, ભાવનગર, વડોદરા, વલસાડમાં વરસાદ ખાબક્યો મહિસાગર, નવસારી, ગીરમાં લાંબા વિરામ બાદ વરસાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ Monsoon in Gujarat : રક્ષાબંધનનાં (Rakshabandhan) એક દિવસ બાદ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજાની મહેર જોવા મળી છે. અમરેલી (Amreli),...
monsoon in gujarat   રક્ષાબંધનનાં એક દિવસ બાદ લાંબા વિરામ પછી આ જિલ્લાઓમાં મેઘરાજાની ધાસું  entry
  1. અમરેલી, ભાવનગર, વડોદરા, વલસાડમાં વરસાદ ખાબક્યો
  2. મહિસાગર, નવસારી, ગીરમાં લાંબા વિરામ બાદ વરસાદ
  3. વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ

Monsoon in Gujarat : રક્ષાબંધનનાં (Rakshabandhan) એક દિવસ બાદ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજાની મહેર જોવા મળી છે. અમરેલી (Amreli), ભાવનગર, ગીર, વડોદરા (Vadodara), વલસાડ, નવસારી, મહિસાગર (Mahisagar) સહિતના જિલ્લાઓમાં આજે વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી પ્રમાણે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યનાં અનેક જિલ્લામાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. જ્યારે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot : વિંછીયા તાલુકા પંચાયત પર ફરી ભાજપનો ભગવો લહેરાયો, Congress સાથે થઈ ગયો ખેલ ?

Advertisement

અમરેલી, ભાવનગર, વડોદરામાં વરસાદથી ખેડૂતોમાં ખુશી

અમરેલીની વાત કરીએ તો લીલીયા પંથકમાં ભોરીંગડા, ખારા, દાડ, સનાળિયા, હાથીગઢ, હરિપર, ક્રાંકચ ગામ વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત, ખાંભા, જાફરાબાદ, રાજુલા, ધારી, સાવરકુંડલા સહિતનાં પંથકમાં પણ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લોકોને કાળઝાળ ગરમીથી રાહત થતાં રાહત અનુભવી હતી. જ્યારે લાંબા વિરામ બાદ વરસાદ (Monsoon in Gujarat) થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. આજે ભાવનગર (Bhavnagar) અને વડોદરામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી બાદ વડોદરામાં લાંબા વિરામ બાદ આજે વરસાદી માહોલ જામ્યો હતો.

Advertisement

આ પણ વાંચો - અહો આશ્ચર્યમ્... 20 મહિના ઘરે બેસીને 15 લાખનો પગાર આરોગી ગઈ અધિકારી! પૂર્વ RTO અધિકારીનો આક્ષેપ

આગામી દિવસોમાં વરસાદ થવાની આગાહી

ભાવનગરમાં ગારીયાધાર પંથકમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોનાં પાકને નવજીવન મળ્યું હતું. વલસાડ જિલ્લાના વાપીમાં (Vapi) ગાજવીજ સાથે વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. વલસાડમાં (Valsad) હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત, નવસારીમાં (Navsari) જલાલપોર ચીખલી તાલુકામાં આજે વરસાદ પડ્યો છે. જિલ્લાનાં ત્રણ તાલુકા ખેરગામ, વાંસદા અને ગણદેવીમાં મેઘારાજાએ જમાવટ કરી છે. મહિસાગર જિલ્લાની વાત કરીએ તો લુણાવાડાના આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. હાટડિયા બજાર, માંડવી બજારમાં વરસાદી પાણી ભરાયા છે. હવામાન વિભાગે (Meteorological Department) આગામી દિવસોમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચો - BANASKANTHA: કામ માટે નીકળેલી જૈન સાધ્વી સાથે છેડતીનો પ્રયાસ, બૂમાબૂમથી નરાધમો ભાગી છૂટયા

Tags :
Advertisement

.