Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kutchh: સુરત બાદ હવે ક્ચ્છમાંથી મળી આવ્યું બિનવારસી ડ્રગ

ક્ચ્છ: અબડાસા તાલુકાના કુંડીબેટ નજીક બે ડ્રગના પેકેટ મળી આવ્યા અગાઉ મળી આવેલા પેકેટો પૈકીના હોવાનું તારણ નેવી અને બી.એસ.એફ.ની પેટ્રોલિંગ દરમિયાન મળ્યા દરિયાઈ વિસ્તારમાં હજુ સર્ચ યથાવત Kutchh:નવસારી જિલ્લાના દરિયાકાંઠેથી ડ્રગ્સનો જથ્થો મળી આવવાની ઘટના હજુ તાજી જ...
kutchh  સુરત બાદ હવે ક્ચ્છમાંથી મળી આવ્યું બિનવારસી ડ્રગ
  1. ક્ચ્છ: અબડાસા તાલુકાના કુંડીબેટ નજીક બે ડ્રગના પેકેટ મળી આવ્યા
  2. અગાઉ મળી આવેલા પેકેટો પૈકીના હોવાનું તારણ
  3. નેવી અને બી.એસ.એફ.ની પેટ્રોલિંગ દરમિયાન મળ્યા
  4. દરિયાઈ વિસ્તારમાં હજુ સર્ચ યથાવત

Kutchh:નવસારી જિલ્લાના દરિયાકાંઠેથી ડ્રગ્સનો જથ્થો મળી આવવાની ઘટના હજુ તાજી જ છે ત્યાં કચ્છ(Kutchh)ના દરિયાકાંઠેથી ડ્રગ્સ( Drugs)ના પેકેટ મળી આવ્યા છે. કચ્છના કુંડીબેટ વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં ડ્રગ્સના 2 પેકેટ મળી આવ્યા છે. ઈન્ડિયન નેવી અને BSFના જોઈન્ટ સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના આ 2 પેકેટ મળી આવ્યા. બન્ને પેકેટ સફેદ રંગના કોથળાની અંદર હતા..

Advertisement

15 ઓગસ્ટે નવસારી જિલ્લાના દરિયાકાંઠેથી ડ્રગ્સના 50 પેકેટ મળી આવ્યા હતા

મહત્વપૂર્ણ છે કે હજુ એક દિવસ પહેલાજ એટલે કે 15 ઓગસ્ટે નવસારી જિલ્લાના દરિયાકાંઠેથી ડ્રગ્સના 50 પેકેટ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. ઝડપાયેલા ડ્રગ્સના એક પેકેટમાં 1180 ગ્રામ જેટલો ડ્રગ્સનો જથ્થો હતો.. આવા 50 પેકેટ મળી કુલ ડ્રગ્સની કિંમત 30 કરોડથી પણ વધારે થવા જાય છે. આ રીતે બિનવારસી હાલતમાં મળી આવેલા ડ્રગ્સે અનેક સવાલો ઉભા કર્યા હતા.

Advertisement

આ પણ  વાંચો -Office of the Director of Agriculture-ડાંગર પાકમાં રોગના વ્યવસ્થાપન માટે માર્ગદર્શિકા

ઉંડાણપૂર્વક તપાસ શરૂ

નવસારીના ઇતિહાસમાં પ્રથમ વખત આ રીતે દરિયાકાંઠે ડ્રગ્સ મળ્યું હતું. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ચાંગલી ફળિયા ના દરિયા કિનારે આ ડ્રગ્સ મળ્યું હતું. . અંદાજે ચાર મહિનાથી વધુ સમયથી તે દરિયામાં પડ્યું હતું અને પાંચ લેયરમાં પેકિંગ કરીને દરિયામાં બીનવારસી હાલતમાં પડ્યું હતું. જે દરિયા કિનારે તણાઈ આવ્યું હતું. આ ઘટનાને હજુ એક દિવસ થયો છે ત્યાં કચ્છના દરિયા કાંઠે ડ્રગ્સના 2 પેકેટ મળી આવતા પોલીસે ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે

Advertisement

આ પણ  વાંચો -Sakhi Mandal-“રાખડી” – સખી મંડળની બહેનોની આવકનો સ્રોત

વલસાડમાંથી પણ મળ્યુ હતું ચરસ

વલસાડના દરિયા વિસ્તારમાંથી 13 ઓગસ્ટે ચરસના 21 પેકેટ મળી આવ્યા હતા. 12 ઓગષ્ટે વલસાડના પારડીના ઉદવાડા દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં 11.800 કિ.ગ્રા. ચરસનો જથ્થો ભરેલા પેકેટ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. આ અગાઉ સુરત 12 ઓગસ્ટે હજીરા વિસ્તારમાંથી અફઘાની ચરસનો જથ્થો પકડાયો હતો. હજીરા વિસ્તારમાં દરિયાકાંઠેથી SOG પોલીસે અઢીથી ત્રણ કિલો જેટલો અફઘાની ચરસનો જથ્થો જપ્ત કર્યો હતો.આ પહેલા એક ઓગસ્ટે ગીર સોમનાથ જિલ્લાના ધામળેજના દરિયા કિનારેથી એસઓજીને ચરસનો જથ્થો મળી આવ્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન 4 કરોડ કિંમતના ચરસના 9 પેકેટ મળી આવ્યા હતા.

Tags :
Advertisement

.