પોતે સ્માર્ટફોન નથી રાખતા પણ આજે દરેકના ફોનમાં તેમનો Video છે
વાવાઝોડા વખતે ચા બનાવવાની સાથે પોતાના પહાડી અવાજથી લોકગીત ગાઈ રહેલા એક વ્યક્તિનો વીડિયો ભારે વાયરલ થયો હતો. લોકોએ તેમના પહાડી અવાજની ભારે પ્રશંસા કરી રહ્યાં છે. ઢસા ગામે ચાની હોટલ ચલાવતા કમલેશભાઈ ગઢવીના એક જ ગીતથી સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયા. કમલેશભાઈનો વીડિયો વાઇરલ થતા તેમને અનેરો આનંદ વ્યક્ત કર્યો હતો.
ચાની કિટલી સાથે ડાયરાના પ્રોગ્રામ પણ કરે છે
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે રહેતા અને ઢસા ચોકડી પાસે ચાની કેબીન ધરાવતા કમલેશભાઈ ગઢવી જેઓ ગાયક કલાકાર છે તેઓ અનેક નાના મોટા સ્ટેજ પોગ્રામ કરી ચુક્યા છે અને આજે પણ કરે છે. ગાયક કલાકાર હોઈ અને સાથે ચાની કેબિન ધરાવતા હોવાથી તેઓ ઘણી વખત ચા બનાવતી વખતે ગીતો ગાય છે અને લોકો પણ તેમના ગીતો સાંભળતા જોવા મળે છે.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
બે દિવસ પહેલા વાદળછાયું વાતાવરણ હોઈ અને કમલેશભાઈ તેમના નિત્ય કર્મ મુજબ તેમની ચાની કેબીને આવેલ અને ચા બનાવતા હોઈ અને ગીતો ગાતા હોઈ ત્યારે તેમને ત્યાં દરરોજ ચા પીવા આવતા એક મિત્રએ તેમને વીડિયો બનાવ્યો અને સોસીયલ મીડિયામાં વાઇરલ કર્યો અને છેલ્લા બે ત્રણ દિવસથી આ વીડિયો સોસીયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.
ચા બનાવતી વખતે ગીતો ગાય છે
કમેલશભાઈ ગઢવીએ વાતચીત કરતા પહેલા તો આનંદ વ્યકત કર્યો કે, તેમનો વીડિયો આટલો વાઇરલ થયો છે. તેઓ છેલ્લા 35 વર્ષથી ચાની કેબિન ધરાવે છે અને 30 વર્ષથી ગીતો ગાય છે અત્યાર સુધીમાં અનેક નાના મોટા સ્ટેજ પોગ્રામ તેઓ કરી ચુક્યા છે. તેઓને
જ્યારે-જ્યારે ઇચ્છા થાય એટલે ચા બનાવતા બનાવતા ગીતો ગાય છે.
લોકોને પ્રેમથી ચા પિવડાવે છે
તેમજ તેમની ખાસ વાત એ છે કે, તેમને ત્યાં કોઈ ગરીબ વ્યક્તિ ચા પીવા આવે તો તેઓ માત્ર તેમને પાંચ રૂપિયામાં ચા આપે છે અને જો તેની પાસે ચા આપવામાં પૈસા ના હોઈ તો તેની પાસેથી એક રૂપિયો પણ લેતા નથી. તેમજ અહીંયા ચા પીવા આવતા લોકો ગીતોનો આનદ લે છે તેમજ તેમની ખાસ વાત છે કે, તેમની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ નથી આજે પણ તેઓ સાદો મોબાઈલ વાપરે છે.
અહેવાલ : ગજેન્દ્ર ખાચર, બોટાદ
આ પણ વાંચો : CYCLONE BIPORJOY : કઠડા ગ્રામજનો અને NDRF ના જવાનોને મળ્યા HM AMIT SHAH, જુઓ VIDEO
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.