Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jetpur: દુષ્કર્મના ઇરાદે અઢી વર્ષની બાળકીની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા

Jetpur: જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં ગત વર્ષ રામનવમીના દિવસે પરપ્રાંતીય પરિવારની અઢી વર્ષની બાળકીની ત્યાં કારખાનામાં રહેતો અને મજુરી કરતા શખ્સનો દુષ્કર્મનો ઇરાદો પાર ન પડતા બાળકીને મોઢે ડુમો દઇ માથા પર પથ્થર મારી હત્યા નીપજાવી હતી. આ ગુનાનો કેસમાં...
jetpur  દુષ્કર્મના ઇરાદે અઢી વર્ષની બાળકીની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા

Jetpur: જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં ગત વર્ષ રામનવમીના દિવસે પરપ્રાંતીય પરિવારની અઢી વર્ષની બાળકીની ત્યાં કારખાનામાં રહેતો અને મજુરી કરતા શખ્સનો દુષ્કર્મનો ઇરાદો પાર ન પડતા બાળકીને મોઢે ડુમો દઇ માથા પર પથ્થર મારી હત્યા નીપજાવી હતી. આ ગુનાનો કેસમાં Jetpur સેશન્સ જજે આરોપી શખસને આજીવન કેદની સજા અને ત્રીસ હજાર જેવો દંડની સજા કરી હતી. મળતી માહિતી Jetpur શહેરના સામાકાંઠા ઔધોગિક એકમ જનકલ્યાણી વિસ્તારમાં ગત વર્ષ 30 માર્ચના રામનવમીના દિવસે બપોરના સમયે એક પરપ્રાંતીય પરિવારની અઢી વર્ષની બાળકી ગુમ થઇ ગઇ હતી.

Advertisement

જજે આરોપી શખસને આજીવન કેદની સજા ફટકારી

બાળકીના માતા પિતા હાંફળા ફાંફળા થઇ બાળકીની સાંજ સુધી શોધખોળ કરી પરંતુ બાળકીનો ક્યાંય પતો ન લાગતા પોલીસને જાણ કરી હતી. ધણી શોધખોળના અંતે બાળકીના ઘરથી થોડે જ દુર એક ખુલ્લા મેદાનમાં બોઇલરમાં બળતળ તરીકે ઉપયોગમાં લેવાતા લાકડાઓની વચ્ચે એક પ્લાસ્ટીકની કોથળી નજરે પડતા પોલીસે તે ખોલીને જોતા તેમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બીજીબાજુ બાળકીનો મૃતદેહ વસુંધરા પ્રીન્ટ નામના સાડીના કારખાનાના મેદાનમાં રાખેલ લાકડાઓમાંથી મળતા પોલીસે બાળકીના ઘરથી વસુંધરા પ્રીન્ટ સુધીના વિસ્તારમાં આવેલ કારખાનાઓના સીસીટીવી કેમેરા જોતા એક કેમેરામાં સાંજના 5.02 મીનીટ બાળકી દુધિયા કલરનું શર્ટ પહેરેલ એક શખસ સાથે જતી જોવા મળી હતી.

માથામાં પથ્થર મારી હત્યા નીપજાવી નાખી હતી

નોંધનીય છે કે, પોલીસે વસુંધરા પ્રીન્ટ કારખાનાના છ થી સાત જેટલા મજૂરોને પુછપરછ માટે બોલાવેલ જેમાં સીસીટીવી કેમેરામાં નજરે પડતા કપડા અને દેખાવ ધરાવતા શખસ રાજેશ ચૌહાણ મુળ બિહારના નાલંદા જીલ્લાના રઘુનાથપરાના વતની શખસની પોલીસે પુછપરછ હાથ ધરી હતીં. આ શખસે કબુલાત આપેલ કે, રામનવમીની કારખાનામાં રજા હોવાથી બીજા કારખાનાઓ બંધ હતા અને બધુ સુમસામ હતું તેવામાં તેના મનમાં વાસનાનો કીડો સળવળતા રાજેશને કારખાનામાંથી થોડે દુર એક બાળકી રમતી નજરે પડી હતી તે બાળકીને ભાગ આપવાની લાલચ આપી કારખાનામાં લઇ ગયેલ અને બાળકી સાથે દુષ્કર્મની કોશિષ કરતા બાળકીએ રાડારાડ કરી મુકી જેથી બાળકીનો અવાજ બહાર ન જાય તે માટે રાજેશે બાળકીના મોઢે મુંગો દઇ માથામાં પથ્થર મારી હત્યા નીપજાવી નાખી હતી.

Advertisement

આજીવન કેદ અને 30 હજાર રૂપિયાના દંડની સજા

બાળકીના મૃતદેહને સગેવગે કરવા પ્લાસ્ટીકની કોથળીમાં લાશ મુકી લાકડાઓની વચ્ચે સંતાડી દીધી હતી. પોલીસે બાળકીના પિતાની ફરિયાદ પરથી આરોપી રાજેશ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આ ધૃણાસ્પદ બનાવનો કેસ જેતપુરની એડીશ્નલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ કેતન પંડયાએ 14 સાહેદો અને 55 જેટલા દસ્તાવેજી પુરાવા સાથેની દલીલ રજૂ કરતા સેશન્સ જજ એલ.જી.ચુડાસમાએ આરોપી રાજેશ ચુડાસમાને તમામ કલમ હેઠળ કુસરવાર ઠેરવ્યો હતો અને આરોપી રાજેશને આજીવન કેદ અને 30 હજાર રૂપિયાના દંડની સજા કરી હતી. બાળકીના માતા પિતાને ગુજરાત વિક્ટીમ કમ્પન્સેશન સ્કીમ 2019ની જોગવાઇ અંતર્ગત્ત બે લાખ રૂપિયા વળતર ચુકવવા જિલ્લા કાનૂની સહાય મંડળને ભલામણ કરી હતી.

અહેવાલ – હરેશ ભાલિયા 

આ પણ વાંચો: SABARKANTHA : લોકસભાની ચુંટણી સંદર્ભે પોલીસ તંત્ર આવ્યું એક્શનમાં, લીધા આ પગલાં

આ પણ વાંચો: BJP Arjun Modhwadia: ભાજપ નેતાનો અનોખો અંદાજ, ઢોલના તાલે ઘોડે સવારી કરી એન્ટ્રી લીધી

આ પણ વાંચો: HIMATNAGAR : અહી ચેટીચાંદની યાત્રામાં મતદાન જાગૃતિ અભિયાનના ટેબ્લો પણ જોડાયા, વાંચો અહેવાલ

Advertisement
Tags :
Advertisement

.