Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જેતપુર તાલુકા પંચાયતમાં રેઢા રાજ, ૧૦:૩૦ના સમય છતાં ૧૨ વાગ્યા સુધી કર્મચારીઓ ડોકાતા નથી

જેતપુર તાલુકા પંચાયતમાં અત્યારે રેઢા રાજ હોય તેવો ઘાટ સર્જાયો છે. તેનું કારણ એ છે કે જેતપુર તાલુકા પંચાયતમાં કર્મચારીઓનો ઓફિશિયલ ટાઈમ ૧૦:૩૦ છે, આમ છતાં અનેક કર્મચારીઓ ૧૨ વાગવા છતાં કર્મચારીઓ આવતા નથી. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અરજદારો હેરાન થઇ રહ્યા છે. આ કર્મચારીઓને કોઈ કહેવાવાળું છે કે નહીં તેવા સવાલો ઉઠી રહ્યા છે. આ અંગે અવાર નવાર રજૂઆતો કર્યા છતાં પણ કર્મચારીઓ બાàª
જેતપુર તાલુકા પંચાયતમાં રેઢા રાજ  ૧૦ ૩૦ના સમય છતાં ૧૨ વાગ્યા સુધી કર્મચારીઓ ડોકાતા નથી
જેતપુર તાલુકા પંચાયતમાં અત્યારે રેઢા રાજ હોય તેવો ઘાટ સર્જાયો છે. તેનું કારણ એ છે કે જેતપુર તાલુકા પંચાયતમાં કર્મચારીઓનો ઓફિશિયલ ટાઈમ ૧૦:૩૦ છે, આમ છતાં અનેક કર્મચારીઓ ૧૨ વાગવા છતાં કર્મચારીઓ આવતા નથી. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અરજદારો હેરાન થઇ રહ્યા છે. આ કર્મચારીઓને કોઈ કહેવાવાળું છે કે નહીં તેવા સવાલો ઉઠી રહ્યા છે. આ અંગે અવાર નવાર રજૂઆતો કર્યા છતાં પણ કર્મચારીઓ બાર સુધી ફરજ પર નથી આવતા.
જેતપુર તાલુકા પંચાયતનું તંત્ર ક્યાં સુધી આવું રહેશે તે એક મોટો સવાલ છે. આ પંચાયતમાં પ્રજાની સેવા માટે કર્મચારીઓને ખુરશી ઉપર બેસાડ્યા છે,  ત્યારે ખુદ કર્મચારીઓ જ આવતા નથી. પ્રજા ખુદ સ્વીકારી રહી છે કે પ્રજાએ ચૂંટીને જેતપુર તાલુકા પંચાયતમાં બેસાડ્યા છે તે પ્રતિનિધિ આ કર્મચારીઓને છાવરી રહ્યા છે. શું આ અધિકારીઓ અને પ્રતિનિધિઓ વચ્ચે કોઇ સાંઠગાંઠ છે કે કેમ? તેવા સવાલોની ચર્ચા થઇ રહી છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓ પણ આંખ આડા કાન કરી રહ્યા છે. જવાબદાર તમામ અધિકારીઓ સામે તાલુકા અને જિલ્લા વિકાસ અધિકારી યોગ્ય કાર્યવાહી કરશે કે પછી આ લોકોને છાવરવામાં આવશે તે બાબતે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
તાલુકા પંચાયતની કચેરીમાં સ્ટાફ ન હોવાથી આવનાર લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ સરકાર વીજળી બચાવવાની વાતો કરે છે, તેની સામે આ કચેરીમાં કોઈ અધીકારી ન હોવા છતાં તમામ રૂમની લાઈટો તેમજ પંખાઓ ચાલુ જોવા મળે છે. આ બાબતે તાલુકા વિકાસ અધિકારીએ એન. ડી. કુંગશિયાએ જણાવ્યું હતું કે, અન્ય 2થી 3 કર્મચારીઓને ચાર્જ આપવામાં આવ્યો હોવાથી નથી આવ્યા. જ્યારે અન્ય બેથી ત્રણ કર્મચારીઓ બહારથી આવતા હોઈ જેને લીધે તેમને મોડું થઈ રહ્યું છે. આવા તમામ અધિકારીઓને કારણ દર્શક નોટિસ આપી હાજર ન હતા તેની તપાસ કરાવીશ.
Advertisement
Tags :
Advertisement

.