Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dilip Sanghani: પોતાના જન્મ દિવસ પર અમરેલીમાં દિલીપ સંઘાણીનું નિવેદન

Dilip Sanghani: ભારતની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકો અત્યારે ખુબ જ ચર્ચામાં આવી રહીં છે. તમને જણાવી દઇએ કે, અત્યારે ઇફકોમાં દિલીપ સંઘાણીની નવા ચેરમેન તરીકે નિમણૂક થઈ છે. આ સાથે ઇફકોના ડિરેક્ટર પદની વાત કરવામાં આવે તો ચૂંટણીમાં જયેશ...
dilip sanghani  પોતાના જન્મ દિવસ પર અમરેલીમાં દિલીપ સંઘાણીનું નિવેદન

Dilip Sanghani: ભારતની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકો અત્યારે ખુબ જ ચર્ચામાં આવી રહીં છે. તમને જણાવી દઇએ કે, અત્યારે ઇફકોમાં દિલીપ સંઘાણીની નવા ચેરમેન તરીકે નિમણૂક થઈ છે. આ સાથે ઇફકોના ડિરેક્ટર પદની વાત કરવામાં આવે તો ચૂંટણીમાં જયેશ રાદડિયાનો ભવ્ય વિજય થયો હતો. પરંતુ અત્યારે ઇફકોને લઈને ચર્ચાનો માહોલ જામેલો છે. આજે ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીનો જન્મ દિવસ છે. આથી અમરેલીમાં રંગારંગ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં મોટી રાજકીય હસ્તીઓ હાજરી આપશે એવી માહિતી છે.

Advertisement

હું જે બોલી ગયો છું તેનું પાલન કરૂ છું: દિલીપ સંઘાણી

દિલીપ સંઘાણી ફરી એકવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. અત્યારે તેમણે અમરેલીમાં જાહેર મંચ પરથી ફરી એકવાર નિવેદન આપ્યું છે. દિલીપ સંઘાણીએ કહ્યું કે, ‘હું જે બોલી ગયો છું તેનું પાલન કરૂ છું. ગત લોકસભામાં મે જાહેરાત કરી હતી કે, આગામી ચૂંટણી નહીં લડુ.ત્યારે પણ મે કહ્યું હતું કે, ના વાતાવરણ જોઈને કાચિંડો રંગ બદલે. મારા બોલેલા શબ્દો હોય મને જાણતા-અજાણતા જે રીતે બોલ્યા હોય એને પાલન કરવા માટે મારો આત્મા કહેશે તે કરીશ.’

દિલીપ સંઘાણીની ઇફકોના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી

નોંધનીય છે કે, દિલીપ સંઘાણી ઇફકોના ચેરમેન બનતા ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ થોડાક અંશે વિવાદ પણ જામેલો છે. કારણ કે, જયેશ રાદડિયાનો જ્યારે વિજય થયો ત્યારે સીઆર પાલીટનું નિવેદન સામે આવ્યુ હતું, જે બાદ દિલીપ સંઘાણીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ દરમિયાન કોંગ્રેસ નેતાના પણ નિવેદન સામે આવ્યા હતાં. જે બાદ આજે ફરી પોતાના જન્મ દિવસે અમરેલીમાં એક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, ‘મારા બોલેલા શબ્દો હોય મને જાણતા-અજાણતા જે રીતે બોલ્યા હોય એને પાલન કરવા માટે મારો આત્મા કહેશે તે કરીશ’

Advertisement

આ પણ વાંચો: Gujarat First Exclusive : NEET કૌભાંડ મામલે પોલીસને મળી મોટી સફળતા! મુખ્ય સૂત્રધારની જલદી થશે ધરપકડ

આ પણ વાંચો: Amreli BJP માં ‘Thank You’ પર બબાલ! પત્ર થકી ભરત સુતરિયાનો નારણ કાછડીયાને સણસણતો જવાબ

આ પણ વાંચો: CID Crime : હવાલા રેકેટ ચલાવતી આંગડીયા પેઢીઓ કેમ રડારમાં ?

Tags :
Advertisement

.