Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : દેશવાસીઓએ વિવાદોથી મુક્ત બની એક બનવું જરુરી છે : જગદગુરુ શંકરાચાર્ય

જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ Gondal માં ગોંડલ દરબારગઢમાં ધર્મસભાનું આયોજન કરાયું હિન્દુઓ એકજૂટ બનશે તો જ દેશ મજબૂત બનશે : જગદગુરુ શંકરાચાર્ય ગોંડલ (Gondal) રાજવી પરિવારના મહેમાન બનેલા જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજની (Jagadguru Shankaracharya Sadanand Saraswati Ji...
gondal   દેશવાસીઓએ વિવાદોથી મુક્ત બની એક બનવું જરુરી છે   જગદગુરુ શંકરાચાર્ય
Advertisement
  1. જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ Gondal માં
  2. ગોંડલ દરબારગઢમાં ધર્મસભાનું આયોજન કરાયું
  3. હિન્દુઓ એકજૂટ બનશે તો જ દેશ મજબૂત બનશે : જગદગુરુ શંકરાચાર્ય

ગોંડલ (Gondal) રાજવી પરિવારના મહેમાન બનેલા જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજની (Jagadguru Shankaracharya Sadanand Saraswati Ji Maharaj) દરબારગઢમાં યોજાયેલી ધર્મસભામાં તેમણે કહ્યું હતું કે, હિન્દુત્વ મજબૂત બનવું જોઈએ. હિન્દુઓ એકજૂટ બનશે તો જ દેશ મજબૂત બનશે. દેશવાસીઓએ વિવાદોથી મુક્ત બની એક બનવું જરુરી છે. તો જ એકતા અખંડિતા કાયમ બનશે.

Advertisement

આ પણ વાંચો - રાજ્ય સરકારે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અધિકારીને કર્યા નિવૃત્ત

Advertisement

Advertisement

વિશ્વમાં ભારતની સંસ્કૃતિ મહાન છે. લોકો તેને નમસ્કાર કરે છે : જગદગુરુ શંકરાચાર્ય

જગદગુરુ એ આગળ કહ્યું હતું કે, વિશ્વમાં ભારતની સંસ્કૃતિ મહાન છે. વિશ્વનાં લોકો તેને નમસ્કાર કરે છે. સંસ્કૃતિ સુરક્ષિત રહેવી જોઈએ. મનુષ્યની સુખની પ્રાપ્તિ માટેની ઝંખના અંગે તેમણે કહ્યું હતું કે, મનુષ્ય પરમાત્માને જાણવાનો પ્રયાસ નથી કરતો. મિથ્યા સુખ માટે ભટકતો રહે છે. આખરે કેવળ દુ:ખ પ્રાપ્ત થાય છે. માતાનાં ગર્ભમાં રહેલો મનુષ્ય ઇશ્વર સાથે એગ્રિમેન્ટ કરે છે કે જન્મ લીધા બાદ પ્રભુનું ભજન કરીશ, પણ એવું બનતું નથી. મોહમાયામાં આશક્ત બની જીવન પૂર્ણ કરી દે છે. ફરી જન્મ લે છે. આ ઘટમાળમાં સુખની પ્રાપ્તિ મળતી નથી. સારા કર્મ સુખ આપે છે. સુખ મેળવવું હોય તો ધર્મ નું પાલન કરવું પડે. જીવનમાં સંસ્કૃતિ, માતા-પિતા અને ગુરુનું મહત્ત્વ છે. રસ્તામાં ભટકી જઈએ તો ગુરુ માર્ગદર્શક બને છે. પરમાત્મા ગુરુ બની રસ્તો બતાવે છે. ગુરુથી આપણો ઉધ્ધાર છે અને આ પ્રભુ પ્રાપ્તિનો શ્રેષ્ઠ ઉપાય છે.

આ પણ વાંચો - Trump ના ખાસ ગણાતા કાશ પટેલ બની શકે CIA ચીફ

ધર્મસભામાં રાજવી પરિવારો, મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા

જગદગુરુ શંકરાચાર્ય (Jagadguru Shankaracharya Sadanand Saraswati Ji Maharaj) એ દ્રષ્ટાંતો દ્વારા સનાતન ધર્મનું જ્ઞાન આપ્યું હતું. ગોંડલનાં રાજવી હિમાંશુસિહજી (Himanshusinhji) અને રાજમાતા કુમુદકુમારીજીનાં (Rajmata Kumud KumariJi) યજમાનપદે યોજાયેલી ધર્મસભામાં રાજકોટ (Rajkot), જશદણ, ઢાંક, વિરપુરનાં રાજવી પરિવારો સહિત ગોંડલનાં (Gondal) પ્રબુદ્ધ નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધર્મસભા પહેલા માંડવી ચોક વેરી દરવાજાથી શણગારેલી એન્ટિક કારમાં જગદગુરુ શંકરાચાર્યજીની સ્વાગતયાત્રા વાજતે ગાજતે દરબારગઢ પહોંચી હતી.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - સોમનાથમાં નવેમ્બર માસમાં રાજ્ય સરકારે ચિંતન શિબિર કર્યું આયોજન

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Morbi : ભાજપનાં બે નેતાઓ વચ્ચે તું...તું....મે...મે.... થઈ, વીડિયો સો. મીડિયા પર વાયરલ

featured-img
અમદાવાદ

Ahmedabad : અમદાવાદીઓ ચેતજો..! આ વિસ્તારમાંથી ઝડપાયો નકલી પનીરનો જથ્થો

featured-img
ગુજરાત

Rajkot: જામકંડોરણામાં નર્સિંગની વિદ્યાર્થીની મામલો પોલીસ તપાસ શરૂ, ફોન FSLમાં મોકલાયો

featured-img
Top News

Dwarka: દ્વારકાધીશ માટે કરાયેલા નિવેદન સામે રોષ, રાજ્યસભાનાં સાંસદે આપી આકરી પ્રતિક્રિયા

featured-img
ગાંધીનગર

Gandhinagar : ધારાસભ્યોની ગ્રાન્ટ વધારવા મુદ્દે નાણામંત્રી કનુ દેસાઈનું મોટું નિવેદન

featured-img
ગુજરાત

VADODARA : લિવ ઇન પાર્ટનરનો 'ખંડણીકાંડ', રૂ. 12 કરોડ માટે કહાની ઘડી

×

Live Tv

Trending News

.

×