Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Himatnagar : કૂતરાને બિસ્કીટ ખવડાવવા બાબતે ઝઘડો થતા 4 વિરૂદ્ધ સામસામી ફરિયાદ

હિંમતનગર (Himatnagar) ના મહાકાલી મંદિર (Mahakali temple) પાસે આવેલી એક સોસાયટીમાં બે દિવસ અગાઉ કૂતરાને બિસ્કીટ ખવડાવવા (feeding biscuits) બાબતે બે પરિવારો વચ્ચે થયેલો ઝઘડો (fight) મારામારી અને ઝપાઝપીમાં પરિણમ્યો હતો. જેમાં બે જણાને ઈજા થયાની ફરિયાદ સોમવારે બંને પક્ષોએ...
himatnagar   કૂતરાને બિસ્કીટ ખવડાવવા બાબતે ઝઘડો થતા 4 વિરૂદ્ધ સામસામી ફરિયાદ

હિંમતનગર (Himatnagar) ના મહાકાલી મંદિર (Mahakali temple) પાસે આવેલી એક સોસાયટીમાં બે દિવસ અગાઉ કૂતરાને બિસ્કીટ ખવડાવવા (feeding biscuits) બાબતે બે પરિવારો વચ્ચે થયેલો ઝઘડો (fight) મારામારી અને ઝપાઝપીમાં પરિણમ્યો હતો. જેમાં બે જણાને ઈજા થયાની ફરિયાદ સોમવારે બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે (Police) ચાર જણા વિરૂદ્ધ ગુનો (complaint) નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

આ અંગેની વિગત એવી છે કે ગત તા.૭ એપ્રિલના રોજ રાત્રીના સુમારે મહાકાલી મંદિર પાસે આવેલ બંસીધર સોસાયટીમાં રહેતા જયવીરસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાની સોસાયટીમાં રહેતા હરીચંદ્રસિંહ ખુમાનસિંહ બીહોલા સોસાયટીમાં રખડતા કુતરાઓને બિસ્કીટ તથા અન્ય ખોરાક નાખતા હતા જેના લીધે આ કુતરાઓનું ટોળુ સોસાયટીમાંથી ખસતુ ન હતું અને તે પૈકીના કેટલાક કુતરા જયવીરસિંહ ઝાલાની કારના કવર ફાડી નાખતા હતા. જેના કારણે નુકશાન થતુ હતુ.

જેથી જયવીરસિંહ ઝાલા તથા મીનાબાએ ભેગા મળી મીનાબાને કહેવા જતાં તેણી તથા હરીચંદ્રસિંહ બીહોલાએ જયવીરસિંહ ઝાલાના ઘર આગળ આવી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ મામલો મારામારી સુધી પહોંચી જતાં હરીચંદ્રસિંહે આવેશમાં આવી જઈ તલવારથી મીનાબાને કાંડાના ભાગે ઈજા પહોંચાડી હતી. અને બંને જણાએ એવી ધમકી આપી કહયુ હતુ કે કુતરાઓ બાબતે વાત કરી તો જાનથી મારી નાખીશ તેમ કહી મારી નાખવાની ધમકી આપતાં જયવીરસિંહ ઝાલાએ બંને જણા વિરૂધ્ધ હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

Advertisement

તેજ પ્રમાણે સામે પક્ષે હરીચંદ્રસિંહ ઝાલાએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ તેમના પત્નિ જનકબા તેજ દિવસે તેમની સોસાયટીમાં ફરતા કુતરાઓને બિસ્કીટ નાખતા હતા ત્યારે જયવીરસિંહ ઝાલા અને મીનાબાએ આવીને કહયુ હતુ કે કુતરાઓને કેમ ખાવાનું નાખો છો તેમ કહી ઝઘડો કર્યો હતો. જેથી કહેવા જતા જયવીરસિંહએ હરીચંદ્રસિંહની ફેટ પકડી નીચે પાડી દીધા હતા. જેના લીધે જનકબા છોડાવવા માટે વચ્ચે પડતાં જયવીરસિંહે લાકડીથી ઈજા પહોંચાડી હતી અને એવી ધમકી આપી હતી કે કુતરાઓને ખાવાનું નાખશો તો જીવતા નહીં છોડીએ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતાં હરીચંદ્રસિંહએ જયવીરસિંહ અને મીનાબા વિરૂધ્ધ સામી ફરીયાદ નોંધાવી હતી.

અહેવાલ - યશ ઉપાધ્યાય

Advertisement

આ પણ વાંચો - Sangeeta Patil : ઉમેદવારી ફોર્મ ભરતી વખતે CR પાટીલના સમર્થનમાં 20 હજાર કાર્યકરો રહેશે હાજર

આ પણ વાંચો - હિંમતનગરમાં જાહેર રસ્તાઓ પર ચાલતી નોનવેજની હાટડીઓ બંધ કરાવવા માંગ

Tags :
Advertisement

.