Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કુપવાડામાં સેના અને આતંકીઓ વચ્ચે ગોળીબાર, બે આતંકવાદીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ સામાન્ય જનતાનું જીવવું પૂરી રીતે મુશ્કિલ કરી દીધું છે. જોકે, દેશના જવાનો આ ઘાટીની સુરક્ષમાં 24*7 રહીને જનતાને એક કવચરૂપી બનવાનો પ્રયત્ન કરતા રહે છે. તાજેતરમાં એક સમાચાર મળી રહ્યા છે જે મુજબી જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. કુપવાડા ચકતારસ કાંડી વિસ્તારમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. હાલમાં આ વિસ્તàª
કુપવાડામાં સેના અને આતંકીઓ વચ્ચે ગોળીબાર  બે આતંકવાદીઓ ઠાર
Advertisement
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ સામાન્ય જનતાનું જીવવું પૂરી રીતે મુશ્કિલ કરી દીધું છે. જોકે, દેશના જવાનો આ ઘાટીની સુરક્ષમાં 24*7 રહીને જનતાને એક કવચરૂપી બનવાનો પ્રયત્ન કરતા રહે છે. તાજેતરમાં એક સમાચાર મળી રહ્યા છે જે મુજબી જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. કુપવાડા ચકતારસ કાંડી વિસ્તારમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. 
હાલમાં આ વિસ્તારમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઉત્તર કાશ્મીરમાં છેલ્લા 12 કલાકમાં આ બીજું એન્કાઉન્ટર છે. આ પહેલા સોમવારે સોપોરમાં એન્કાઉન્ટર થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, સુરક્ષા દળોને આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. જેના આધારે સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોતાને ઘેરાયેલા જોઈને આતંકવાદીઓએ સુરક્ષાદળોને નિશાન બનાવીને ગોળીબાર શરૂ કરી દીધો હતો. સુરક્ષા દળોએ આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાની અપીલ કરી, પરંતુ તેઓ માન્યા નહીં અને સતત ગોળીબાર કરતા રહ્યા. જે બાદ સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરવી પડી અને બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા.

આ પહેલા સોમવારે સોપોરમાં એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો હતો. તેની ઓળખ પાકિસ્તાનના લાહોરના રહેવાસી તરીકે થઈ હતી. આતંકવાદી પાસેથી એક રાઈફલ, 5 મેગેઝીન અને દારૂગોળો મળી આવ્યો છે. માર્યો ગયો આતંકવાદી લશ્કર સાથે સંકળાયેલો હતો. આઈજીપી કાશ્મીરે કહ્યું કે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર સાથે જોડાયેલો એક પાકિસ્તાની આતંકવાદીને સોપોરમાં ઠાર કરવામાં આવ્યો. તેની પાસેથી હથિયારો અને દારૂગોળા સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે. માર્યા ગયેલા આતંકવાદીની સાથે રહેલા કેટલાક સાથીઓ સુરક્ષા દળોની ઘેરાબંધીમાંથી બચી ગયા છે. જોકે, ભાગી છૂટેલા આતંકવાદીઓની શોધ ચાલુ છે. જલ્દી જ તેઓ પણ સુરક્ષાદળોના નિશાના પર આવે તો નવાઇ નથી. 
Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

કલાકારોને 'આમંત્રણ' વિવાદમાં Vikram Thakor નો સ્ફોટક ખુલાસો

featured-img
ગુજરાત

GSRTC માં ભરતીના નામે કાંડ! વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો મોટો ઘટસ્ફોટ

featured-img
video

રાજકોટમાં 15 હજારથી વધુ છાણાની હોલિકા બનાવવામાં આવશે

featured-img
video

Dakor માં ફાગણી પૂનમને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ

featured-img
video

Ahmedabad : શહેરમાં ફરીથી વિદેશથી પાર્સલમાં આવેલું ડ્રગ્સ જપ્ત

featured-img
video

Ahmedabad માં જ્વેલર્સકર્મીઓને લૂંટવાનો પ્રયાસ, જ્વેલર્સનાં પૂર્વ કર્મચારી જ નીકળ્યા માસ્ટર માઈન્ડ!

×

Live Tv

Trending News

.

×